By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    22 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    4 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    22 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    22 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    22 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    22 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માદરે વતનમાં વડાપ્રધાન: ગુજરાતને 5206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > માદરે વતનમાં વડાપ્રધાન: ગુજરાતને 5206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
ખાસ-ખબરગુજરાત

માદરે વતનમાં વડાપ્રધાન: ગુજરાતને 5206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

Khaskhabar Editor
Last updated: 2023/09/26 at 10:42 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને રાજભવનથી લઇ એરપોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આજે સાંજે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ કલેક્ટર અને અમદાવાદના મેયર દ્વાર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં એરપોર્ટ પર મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજભવનમાં રાજકીય અને વહીવટી તંત્રની મીટિંગોનો દોર ચાલશે.

- Advertisement -

સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં હાજર રહેશે
બુધવારે સવારે પીએમ મોદી સાયન્સ સિટીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્ય સરકારના અધિકારીઓને સન્માનિત કરશે. ત્યારબાદ પીએમ મોદી છોટાઉદેપુરમાં 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.4505 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. રૂ.1426 કરોડના કામોનું લોકાર્પણ, રૂ.3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
આ વિશે વિગતવાર વાત કરીએ તો પોતાની આ મુલાકાત દરમિયાન PM મોદી છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ
વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 277 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ રૂપિયાના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ રૂપિયાના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -

25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી મળશે છુટકારો
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસે આવનાર PM મોદી કવાંટના લોકોને પણ વિકાસની ભેટ આપશે. તા.27મી સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના 25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 25 ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રૂ.79.52 કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ 25 ગામોની અંદાજીત 41 હજાર લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.

ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન
આ યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી 6.50 એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત 211.08 કિ.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર 1.79 એમ.એલ ક્ષમતાની કુલ 33 નંગ ઉંચી ટાંકી તથા 11.64 એમ.એલ ક્ષમતાના કુલ 47 નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ જુલાઈ- 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીના આ વિકાસ ભેટથી અહીં ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.

 

You Might Also Like

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો

રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા

આંબરડીમાં માનવ હુમલાના અપરાધી સિંહો માટે ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે

TAGGED: developmentwork, Gujarat, narendramodi, PRIMEMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર થશે ચર્ચા
Next Article મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી: ભાજપે 39 ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર, જુઓ લિસ્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગુજરાત

ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?