ખાસ-ખબર સંવાદદાતા
આ રજૂઆતમાં કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને યુવા કોંગ્રેસના જીત સોની સહિતઆ ઉમેદવારો સાથે રજૂઆતમાં જોડાયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ઙૠટઈક એમડી અને તંત્ર જો કોઇ પરીક્ષાઓનું આયોજન કરે તો સામે પારદર્શિકતાથી તમામ માહિતી ઉમેદવારોને માહિતી આપવી જોઈએ. આ પ્રશ્ર્ને ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની ભરતીમાં ઙૠટઈક દર વર્ષે 15 રાઉન્ડ બહાર પાડી 2000 ઉપર ભરતી કરતા હતા પરંતુ આ વર્ષે પરીક્ષા 1-1-2023ના લીધી હોવા છતા હજુ 199 જેટલાની જ ભરતી કરવામાં આવી જેથી આ પરીક્ષાના પરિણામની સમય મર્યાદા 1 વર્ષની હોવાથી 8 મહિના 24 દિવસ વિત્યા છતા નવા રાઉન્ડ બહાર કેમ નથી પાડતા? ઉમેદવારોની 100 માર્ક્સની પરીક્ષામાં 93 માર્ક્સ લાવનારની હજુ ભરતી કેમ નથી કરવામાં આવી ? આ વર્ષે જ કેમ જગ્યાઓ બહાર કેમ નથી પાડતા? ઉપરોક્ત બાબતો શંકા ઉપજાવે છે તંત્ર પાછલા બારણે ભ્રષ્ટાચારી નીતિ અપનાવીને સીધી ભરતી કરવા માંગે છે કે શું?સરકારના નિયમ મુજબ અનામત સીટો ફાળવવામાં નથી આવતી તે પણ દુખદ છે. ઉમેદવારોએ પરીક્ષા માટે એક એક વર્ષ સુધી તનતોડ મહેનત કરે અને અંતે તેના પર પાણી ફરી વળે છે.
આજે 100 જેટલા ઉમેદવારો આ રજુઆતમાં જોડાઈને ઙૠટઈક ના ઇંછ કટારા સાહેબને રજૂઆતમાં તાત્કાલિક ખાલી જગ્યાઓ જાહેર કરી ભરતી કરવા અનુરોધ કર્યો હતો જો કે તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી કે ખાલી જગ્યાઓની ભરતી ટૂંક સમયમા કરી લેવાનાં છે.