આજ ૩ જુન વિશ્વ સાયકલ દિવસ નિમિતે રોટરી મીડટાઉન લાયબ્રેરી તથા રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે, રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સાયકલીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ. જેના અનુસંધાને મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરે સાયકલ ચલાવતા નજરે પડે છે.
વિશેષમાં, મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, સાયકલનો વધુ ને વધુ વ્યાપ વધે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ નવી સાયકલ ખરીદનારને રૂ.૧૦૦૦/- સબસીડી પણ આપવામાં આવે છે.


