ફરી પ્રેસિડેન્ટ બનવાની ઇચ્છા અધૂરી રહેશે ?
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફરી પ્રેસિડેન્ટ ઇલેકશનની રેસમાં ઝંપલાવવા ઇચ્છૂક છે તેઓ હાલમાં રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં સૌથી આગળ ચાલી રહયા છે તેમ છતાં તેમના માટે અવરોધો દૂર થયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રમ્પને રોકવા માટે કેટલાક ઉદારવાદી સમૂહો અને કાયદાના જાણકારો તેમની વિરુધ સંવિધાનની રાજદ્વોહની કલમ હેઠળ કેસ કરવા અંગે ચર્ચા કરી રહયા છે. જો એમાં સફળતા મળશે તો ટ્રમ્પની આગામી સમયમાં અમેરિકાના પ્રેસિડેન્સિયલ ઉમેદવાર તરીકે ઝંપલાવી શકશે નહી. ટ્રમ્પ પર રાજદ્વોહના ગુના માટે 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટોલ હિલ ઉપર થયેલા હુમલા અને હિંસક પ્રદર્શનોને આવરીમાં આવશે.
- Advertisement -
કેપિટોલ હુમલામાં ટ્મ્પના સમર્થકો જ તોફાને ચડયા હતા જેમને શાંત પાડવામાં ટ્રમ્પ નિષ્ફળ રહયા હતા. અમેરિકામાં 14 માં સંવિધાન સંશોધનમાં એક એવા શખ્સને સંવૈધાનિક પદ મેળવવા પર પ્રતિબંધ છે જે રાજદ્વોહ કે વિદ્વોહ પ્રકારની પ્રવૃતિમાં સામેલ હોય. ટ્રમ્પ એ જ યૂએસ કેપિટોલ હિલ પર ચડાઇ કરવા સમર્થકોને ઉશ્ર્કેર્યા હતા. જો કે કેટલાક ઉદારમતવાદી રાજકિય સંગઠનો એવું માને છે કે ટ્રમ્પને રાજદ્વોહમાં ફસાવવાના સ્થાને તેમને ચુંટણી લડવા દેવા જોઇએ. ટ્રમ્પ વિરુધ હાલમાં કેટલાક કેસ જુદા જુદા રાજયમાં ચાલી રહયા છે તેમાં તેમની કાનુની મુશ્ર્કેલી વધી શકે છે. ટ્રમ્પ હાલમાં 4 જેટલા ગંભીર કેસોનો સામનો કરી રહયા છે. આગામી 15 જાન્યુઆરીએ આયોવા કોકસમાં રિપબ્લીકન ઉમેદવાર પસંદ કરવા માટેની એક મોટી પ્રક્રિયાનો આરંભ થવાનો છે જેમાં ટ્રમ્પનું ભાગ લેવાનું અવરોધાય તેવી શકયતા છે.