-તેમના પિતા રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરશે
આવતીકાલે એટલે કે 20મી ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, રાહુલ આ દરમિયાન તેમના પિતાની જન્મજયંતિની ઉજવણી કરશે
- Advertisement -
રાહુલ ગાંધીનો લેહ-લદ્દાખના પ્રવાસ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લેહ-લદ્દાખના પ્રવાસે છે. આજે તેમણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સંપૂર્ણ સ્વેગ સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ લેક જઇ રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પેંગોંગ તળાવ તેમના પિતા રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું જે તેને વિશ્વની સૌથી સુંદર જગ્યા કહેતા હતા. નોંધનીય છે કે, આવતીકાલે એટલે કે 20મી ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, રાહુલ આ દરમિયાન તેમના પિતાની જન્મજયંતિની ઉજવણી કરશે. આજે તેઓ ટૂરિસ્ટ કેમ્પમાં રાત વિતાવશે.
सफ़र ❤️ pic.twitter.com/hOXYpHBd7i
— Congress (@INCIndia) August 19, 2023
- Advertisement -
500 યુવાનો સાથે વાતચીત કરી
રાહુલ ગાંધીએ લદ્દાખની મુલાકાત દરમિયાન લેહમાં લગભગ 500 યુવાનો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસના સ્થાનિક એકમે જણાવ્યું કે, તેમણે યુવાનો સાથે 40 મિનિટ વિતાવી અને ભરચક ઓડિટોરિયમમાં યુવાનો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓ બે દિવસના પ્રવાસ પર ગુરુવારે લેહ પહોંચ્યા હતા પરંતુ હવે તેઓ 25 ઓગસ્ટ સુધી સરહદી વિસ્તારના પ્રવાસ પર રહેશે.
કારગિલ મેમોરિયલની મુલાકાત લેશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આ દરમિયાન કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે. જ્યાં તે ઓ યુવાનો સાથે વાતચીત કરશે. લેહમાં તેની ફૂટબોલ મેચ જોવાનો પણ પ્લાન છે. કોલેજના દિવસોમાં તે એક સારો ફૂટબોલર રહ્યો છે. રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે. કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યું છે. કાઉન્સિલની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.
मोहब्बत का सफ़रनामा 🌸 pic.twitter.com/3RhepQQUch
— Congress (@INCIndia) August 19, 2023
કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમવાર રાહુલ પહોંચ્યા લદ્દાખ
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લદ્દાખ ગયા છે. તેમણે તેમના ભારત જોડો પ્રવાસ દરમિયાન જમ્મુ અને શ્રીનગરની મુલાકાત લીધી હતી. આ વર્ષની શરૂઆતમાં તેઓ ખાનગી પ્રવાસ પર ગુલમર્ગ ગયા હતા પરંતુ તેમ છતાં લદ્દાખ જઈ શક્યા ન હતા.