એમેઝોન અને ફિલ્પકાર્ટમાંથી હવે મફતમાં કરો ખરીદી
માઈક્રોસોફ્ટ બિંગ અને એજમાં સાવ સામાન્ય ટાસ્ક પૂરા કરીને ઘર બેઠા મિનિટોમાં કમાઓ ગિફ્ટ કુપન
- Advertisement -
‘માઈક્રોસોફ્ટ’નું નામ કોણે નથી સાંભળ્યું? પણ તમને ખબર છે હવે આ જ માઈક્રોસોફ્ટને લીધે તમે મફતમાં શોપિંગ કરી શકો છો? હા, માઈક્રોસોફ્ટ રિવોર્ડ દ્વારા. તમારે બસ માઈક્રોસોફ્ટ આઉટલુકમાં અકાઉન્ટ બનાવવાનું છે અને માઈક્રોસોફ્ટ ઇશક્ષલ અને માઈક્રોસોફ્ટ યમલયમાં સર્ફીંગ ટાસ્ક કરીને પોઈન્ટ બનાવવાના હોય છે અને આ પોઈન્ટ દ્વારા જ તમને મફતમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શોપિંગ કરવાના વાઉચર મળશે. જો તમે ગેમ રવાના શોખિન હોવ તો તેના પણ વાઉચર મફતમાં મેળવી શકો છો.
માઈક્રોસોફ્ટે ગુગલને ટક્કર આપવા માટે બિંગ સર્ચ એન્જિન માર્કેટમાં લાવી છે. પરંતુ હજુ પણ બિંગને ગુગલ જેવી સફળતા નથી મળી. તેથી જ બિંગને પ્રમોટ કરવા માટે માઈક્રોસોફ્ટ દ્વારા રિવોર્ડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં વિદેશમાં શરૂ થયેલાં પ્રોગ્રામે પછીથી ભારતમાં એન્ટ્રી કરી. જો કે આ વાતની ઘણાં ઓછાં લોકોને ખબર છે.
માઈક્રોસોફ્ટ પોતાના યુઝર્સને બિંગ સર્ચ એન્જિન પર બ્રાઉઝ (સર્ફીંગ) કરવા બદલ ગિફ્ટ કુપન આપે છે. આમાં એકાઉન્ટ બનાવવા માટે માત્ર ઈમેલ આઈડીની જરૂર પડે છે. એકાઉન્ટ બન્યા પછી શરૂઆતમાં તમે દિવસ દરમિયાન માત્ર 33 પોઈન્ટ જ મેળવી શકશો. જો તમે એક જ મહિનામાં 500 પોઈન્ટ એકત્રિત કરી લીધા તો તમે લેવલ 2 પર આવી જશો અને લેવલ 2માં તમે દરરોજ 162 કરતાં પણ વધુ પોઈન્ટ કમાઈ શકશો. પોઈન્ટ મેળવવા માટે તમારે માઈક્રોસોફ્ટ બિંગ અને માઈક્રોસોફ્ટ યમલયમાં સર્ફીંગ કરવાનું હોય છે. તમને ક્યારેક જનરલ નોલેજની ક્વિઝ તો ક્યારેક પઝલ સોલ્વ કરવાનું કહેવામાં આવશે.
આ તમામ ટાસ્ક પૂરા થવામાં માંડ 10 મિનિટ લાગે. ઘણી વખત તમને 50 પોઈન્ટના ટાસ્ક પણ આપવામાં આવે છે. જે પૂરા થતાં જ તમારા એકાઉન્ટમાં 50 પોઈન્ટ જમા. જો આ માટે તમારે સ્ક્રીનને ધ્યાનથી જોવી પડશે. આ ટાસ્ક તમારે માઈક્રોસોફ્ટ બિંગ, માઈક્રોસોફ્ટ યમલય અને ગુગલ ક્રોમ અથવા દશફ જેવા અન્ય બ્રાઉઝરમાં માઈક્રોસોફ્ટ બિંગમાં લોગ ઈન કરીને કરવાના રહેશે. તમારી પાસે અમુક પોઈન્ટ (ઓછાં ઓછા 8,150 આસપાસ) ભેગા થાય પછી એકત્રિત થયેલાં પોઈન્ટને રિડીમ કરીને તમે 500થી લઈ 5000 કે 10,000 સુધીની ખરીદી કરીશકો છો.
પોઈન્ટને કેવી રીતે ગિફટ કાર્ડમાં બદલવા?
માઈક્રોસોફ્ટ રિવોર્ડ પેજ પર તમને ‘રિડીમ રિવાર્ડ’નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરી તમે ગિફ્ટ કુપન મેળવી શકશો. આ માટેનો કોડ તમે રજીસ્ટર્ડ કરેલાં ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો હશે. એ કોડનો ઉપયોગ કરીને તમે તમને ગમતી શોપિંગ ફ્રીમાં કરી શક્શો.
વધુ પોઈન્ટ કમાઈ શકાય ખરાં?
શરૂઆતમાં યુઝર્સ ટઙગનો ઉપયોગ કરીને મહત્તમ પોઈન્ટ કમાઈ શકતાં હતાં પરંતુ યુઝર્સની આ ચાલાકી પછી અનેક યુઝર્સને ટઙગથી કંઈ ખાસ મદદ મળી નથી. એટલું જ નહીં જો વધુ ટઙગનો ઉપયોગ કરી પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો શક્ય છે કે તમારું એકાઉન્ટ જ સસ્પેન્ડ થઈ જાય. એટલે આવા અખતરાં કરતાં પહેલાં સાવધાન.
- Advertisement -
મહત્તમ ગિફ્ટ કુપન મેળવવા શું કરવું?
તમે આ રિવોર્ડ પ્રોગ્રામમાં માત્ર ઈ મેઈલ આઈડી દ્વારા ભાગ લઈ શકો છો એટલે કે જેટલાં મહત્તમ આઈડી એટલાં વધુ ગિફ્ટ કાર્ડ. આ રિવોર્ડ પ્રોગ્રામમાં તમે મોબાઈલ નંબરથી પણ ભાગ લઈ શકો છો પણ જો તમે મહત્તમ ગિફ્ટ કાર્ડ મેળવવા માંગતા હોવ તો ઈ-મેઈલ આઈડી જ સારો વિકલ્પ છે.