- ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર
- ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ
- હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત
- સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ
- ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ
- અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
- અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે
- અમદાવાદમાં ગતિ 45થી 50 કિમીની ઝડપે રહેશે
- આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે
- આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે
અરબી સમુદ્રમાં સર્જાયેલું તાવ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત ના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા.
વાવાઝોડાનું સંકટ / અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા
- Advertisement -
વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે
આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું નબળું પડી જવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. વધુમાં તેમણે કહ્યુ કે, વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ
- Advertisement -
આવતી કાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે
તાઉતે વાવાઝાડું ભલે નબળું પડે તેમ છતા રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદમાં આજે સાંજે વાવાઝોડાની અસર વર્તાશે. દરમિયાન શહેરમાં પવનની ગતિ 45 થી 50 કિમી રહેશે. વળી મળી રહેલી માહિતી અનુસાર, આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. આવતી કાલે એટલે કે બુધવારથી વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં ઘટી જશે. જો કે ત્યાર બાદ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ આ તાઉતે વાવાઝોડું ફંટાશે.
વાવાઝોડાની અસર / નૌસેનાએ બાર્જ પરથી અત્યાર સુધીમાં 177 લોકોને બચાવ્યા
યુપી અને રાજસ્થાનમાં પવન અને ધૂળ સાથે વાવાઝોડું ત્રાટકશે
ચક્રવાતી વાવાઝોડાની અસરો મહારાષ્ટ્ર અને અન્ય પશ્ચિમ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે, જે હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યુ છે. આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આઇએમડી અનુસાર રાજસ્થાનમાં વાવાઝોડાની તોફાનની અસર આજે 18 મે થી જ જોવા મળશે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તોફાનની અસર 19 મે નાં રોજ જોવા મળે તેવી સંભાવના છે. બંને રાજ્યોને તકેદારી સાથે ચેતવણી રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં 19 મેનાં રોજ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં યુપી અને રાજસ્થાનનાં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન અને ધૂળથી ભરેલુ વાવાઝોડું આવવાની સંભાવના છે. રાજસ્થાન અને યુપી, બંને રાજ્યોમાં 18 થી 20 મે એટલે કે બે દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર મોટાભાગે દક્ષિણ રાજસ્થાનનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોટાભાગે જોધપુર અને ઉદેપુર વિભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આઇએમડીએ કહ્યું છે કે, આ વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે. વળી 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર તોફાન પવન રહેશે. યુપીનાં ઝોનલ Meteorological સેન્ટરનાં ડિરેક્ટર જેપી ગુપ્તાએ સોમવારે જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર યુપીમાં પણ જોવા મળશે. 19 મેથી 20 મે સુધી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે.


