જસ્મીન કૌર નર્સિંગનો અભ્યાસ કરતી હતી
ખાસ-ખબર સંવાદદાતા
જો કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તો તેને તેની સજા ભોગવવી પડે છે. ઓસ્ટ્રેલિયામાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં નર્સિંગનો અભ્યાસ કરતી જસ્મીન કૌરને તેના પૂર્વ બોયફ્રેન્ડ તારિકજોત સિંહે જીવતી દાટી દીધી હતી. તારિકજોતે આ બધું એટલા માટે કર્યું હતું કારણ કે, જસ્મીને તેની સાથે રિલેશનમાં રહેવાની ના પાડી દીધી હતી અને તેણે બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હતું. હવે કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. આરોપી તારિકજોતને ફેબ્રુઆરીમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
- Advertisement -
એક રિપોર્ટ પ્રમાણે તારિકજોત સિંહે 21 વર્ષીય જસ્મીન કૌરનું 5 માર્ચ 2021 ના રોજ તેના એડિલેડ કાર્યસ્થળ પરથી અપહરણ કર્યું હતું અને તેને કારની ડિગ્ગીમાં ચાર કલાક સુધી ફેરવીને તેના કાર્યસ્થળથી 644 કિમી દૂર દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યના દૂરસ્થ ફ્લિંડર્સ રેન્જમાં લઈ જઈ ત્યાં તેને જીવતી દાટી દેવામાં આવી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તારિકજોતે અગાઉ પણ જાસ્મિનને અનેક ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. તારિકજોતે અગાઉ હત્યાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કૌરે આત્મહત્યા કરી હતી અને લાશને દફનાવી હતી પરંતુ આ વર્ષની શરૂૂઆતમાં ટ્રાયલ પહેલાં તેણે ગુનાની કબૂલાત કરી હતી.