આજે સની દેઓલનો પુત્ર કરણ દેઓલ તેની બાળપણની મિત્ર દ્રિષા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.
અભિનેતા સની દેઓલના નાના પુત્ર કરણ દેઓલ આજે પોતાની બાળપણની મિત્ર દ્રિષા આચાર્ય સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. 12 જુનથી લગ્નના જાજરમાન સમારોહનું આયોજન શરૂ થયું હતું. જે આજે 18 જુનના રોજ પુર્ણ થયું છે. ઘોડી પર ફુલેકા સહિતની લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ આજે બનેએ સાત ફેરા લીધા અને બાદમાં બને એકબીજાના બની ગયા છે. જેના જીવનની આ મહત્વની સફરને તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા.
- Advertisement -
દેઓલ પરિવારના લાડકવાયા પુત્ર કરણ અને દ્રિષાના લગ્નનો જોરદાર યો અને ફોટા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેમાં કરણની દુલ્હન ડાન્સ કરતી અને મસ્તીભરી રીતે મંડપમાં પ્રવેશ દ્રશ્યમાન થાય છે. દ્રિષા આચાર્યની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે લાલ ડ્રેસમાં દુલ્હનના રૂપમાં સજ્જ આનંદિત જોવા મળી રહી છે.તો સની દેઓલની પત્ની અને કરણ દેઓલની માતા પૂજા દેઓલ લગ્નમાં લીલા રંગ કપડા પહેર્યા હતા.
View this post on Instagram- Advertisement -
સોશિયલ મીડિયા પર છવાઈ ગયો દેઓલ પરિવાર
કરણ દેઓલના લગ્નના વીડિયો સતત સામે આવી રહ્યા છે. તેના લગ્ન સંપૂર્ણપણે પંજાબી રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી રહ્યા છે. સની દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ, ધર્મેન્દ્ર તેમજ સમગ્ર દેઓલ પરિવાર લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. તેમાંથી જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ધર્મેન્દ્રનો શાનદાર ડાન્સ
આ વીડિયોમાં ધર્મેન્દ્ર આગળ આવે છે અને સની દેઓલ, બોલી દેઓલ સાથે ડાન્સ કરે છે. વિડીયોમાં ધર્મેન્દ્રની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે દેઓલ પરિવારના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જ્યાં ધર્મેન્દ્ર સૂટ પહેરેલો જોવા મળે છે. જ્યારે સની દેઓલ અને બોબી શેરવાની પહેરેલા જોવા મળે છે.