બે દિવસમાં કુલ 6.05 કીલો ડ્રગ્સ પકડાયું: ચોક્કસ બાતમીને આધારે મિઝોરમ એક્સાઇઝ અને નાર્કોટિસ ડિપાર્ટમેન્ટના ઐઝવાલમાં બે સ્થળોએ દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
મિઝોરમમાં 31 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ સંબધમાં જ આસામના ચાર અને મ્યાનમારના એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીને આધારે મિઝોરમ એક્સાઇઝ અને નાર્કોટિસ ડિપાર્ટમેન્ટે ઐઝવાલમાં બે સ્થળોએ દરોડા પાડયા હતાં અને છેલ્લા બે દિવસમાં 6.05 કીલો ડ્રગ્સ જપ્ત કર્યુ છે. અધિકારીના જણાવ્યા અનુસાર ઐઝવાલના બાંગકાન વિસ્તારમાંથી 248 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મ્યાનમારના તહન વિસ્તારના 55 વર્ષીય રહેવાસી એન ન્ગોલેંગ નામના પેડલરની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઐઝવાલના ઝેમાબાક વિસ્તારમાંથી 5.8 કીલો હેરોઇન જપ્ત કર્યુ છે. આસામના કાચાર જિલ્લાના રહેવાસી ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની ઓળખ 34 વર્ષીય મોહંમદ નાઝીમુલ હુસેન બારભૈયા, 23 વર્ષીય અબ્દુલ કલામ લસ્કર, 28 વર્ષીય કુતબુલ અલોમ લસ્કર અને 22 વર્ષીય સુકુર અલી મઝુમદર તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં પોલીસે 15 કરોડ રૂપિયાનું 3 કીલો હેરોઇન રાખવા બદલ આસામના બે રહેવાસીઓની ધરપકડ કરી હતી.