માર્કેટયાર્ડ માં ધઉં, જીરૂ, ચણા, અને સફેદ ડુંગળી ની આવક. સફેદ ડુંગળી 80 હજાર કટા ની આવક જોવા મળી. યાર્ડ માં હરરાજી માં સફેદ ડુંગળી ના ભાવ 100 થી લઈને 191 સુધી ના બોલાયા. હાલ સફેદ ડુંગળી ની આવક બંધ કરવામાં આવી. ગોંડલ માર્કેટયાર્ડ માં 90 હજાર મણ ઘઉં ની આવક જોવા મળી.
યાર્ડ માં હરરાજી માં ઘઉં ના 20 કિલો ના ભાવ 335 થી 496 સુધી ના બોલાયા. જીરું ની 48 હજાર મણ આવક જોવા મળી. જીરું ની હરરાજી માં 20 કિલો ના ભાવ 2100 થી લઈને 2800 /- સુધી ના બોલાયા. માર્કેટ યાર્ડ માં ચણા ની 70 હજાર મણ આવક જોવા મળી. યાર્ડ માં ચણા ની હરરાજી માં 20 કિલો ના ભાવ 750 થી 986 /- સુધી ના ભાવ બોલાયા.


