ભ્રષ્ટ શિલ્પા જાવિયાને અન્ય ભ્રષ્ટ અધિકારીઓ જ છાવરે છે
વિરલ જોટવાને કેફી પદાર્થનાં નશામાં શિલ્પા જાવિયાએ અર્ધી રાત્રે ફોન પર ગાળો ભાંડી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના જાગૃત નાગરિક વિરલ જોટવાએ જૂનાગઢ જિલ્લા પંચાયતના ભ્રષ્ટ અને અભદ્ર વર્તણુંક ધરાવનાર અને ગેરકાયદેસર રીતે વર્ગ-1ના પદ પર બિરાજમાન એવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, શિલ્પા એસ. જાવિયાને છાવરી યોગ્ય ખાતાકીય તેમજ ફોજદારી પગલાં નહીં લેવા બાબત આખરી નોટીસ સંબંધિત વિભાગો – અધિકારીને પાઠવી છે. જેમાં જણાવાયું છે કે, તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગ દ્વારા સરકારશ્રીની બાલસખા યોજના સંદર્ભે અલગ-અલગ વર્તમાન પત્રોમાં એક જાહેરાત આપવામાં આવેલી હતી, જેથી અમો દ્વારા જવાબદાર એવા મુખ્ય આરોગ્ય અધિકારી શિલ્પા એસ. જાવિયા વિરૂદ્ધ ફરિયાદ કરાયેલી હતી, અને તેના અનુસંધાને આ ભ્રષ્ટ અને અભદ્ર વર્તણુંક ધરાવનાર શિલ્પા જાવિયાએ રાત્રે બાર વાગ્યે અમોને ફોન કરી અને ભૂંડી ગાળો આપેલી હતી, અભદ્ર ભાષામાં વાત કરેલી હતી, તે બાબતે અમોએ તમામ આધાર પુરાવા સહિત આપને લેખિત ફરિયાદ કરી હતી. આ જ કર્મચારી શિલ્પા જાવિયા કે જે વર્ગ-1ની લાયકાત નહીં ધરાવતાં હોવા છતાં ગેરકાયદેસર રીતે વર્ગ-1ના પદ પર નિમણુક મેળવી, ભ્રષ્ટ રીત-રસમો આચરી અને વર્ગ-1ના અધિકારી બની જઈ અને નોકરી કરે છે તે બાબતે તમામ આધારા પુરાવા રેકર્ડ પર જ હોય તેવા સંજોગોમાં તાત્કાલિક સસ્પેન્ડ કરીને જવાબદાર શિલ્પા જાવિયા વિરૂદ્ધ તાત્કાલિક અસરથી ખાતાકીય પગલાં લેવા ઉચ્ચ કક્ષાએ અનેક ફરિયાદ કરેલી છે, પરંતુ આજ દિવસ સુધી શિલ્પા જાવિયા વિરૂદ્ધ જિલ્લા પંચાયત જૂનાગઢના ઉચ્ચ અધિકારી તરીકે આપશ્રી દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલાં લેવાયેલ નથી.
તમામ મર્યાદાઓ નેવે મૂકી અને રાત્રે બાર વાગ્યે એક પરપુરુષને મન ફાવે તે રીતના પોતાની સત્તાના નશામાં અથવા કોઈ કેફી પદાર્થના નશામાં બિભત્સ ભૂંડી ગાળો આપેલી છે અને એક અધિકારી તેમજ એક સુસભ્ય સમાજની સ્ત્રીને ના શોભે તેવી વર્તણુંક કરેલી છે તે બાબતે લેખિત ફરિયાદ આધાર પુરાવા સહિત હોવા છતાં પણ આજ દિવસ સુધી તેમની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જે ખૂબ ગંભીર બાબત છે અને આ પરથી તમે સમજી શકો છો કે આ સ્ત્રીની પહોંચ ક્યાં સુધી હશે. એક જવાબદાર અધિકારી તરીકે ગુજરાત સેવા શિસ્ત અને અપીલ અધિનિયમ હેઠળ આવી વર્તણુંક એ ખૂબ જ ગંભીર છે, ખાસ કરીને એક સ્ત્રી થઈને રાત્રે કોઈને પણ માત્ર પોતાના સત્તાના કે કોઈ કેફી પદાર્થના સેવન કરી અને ભૂંડી ગાળો આપી તે બાબતના તમામ પુરાવાઓ અમોએ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ સાહેબને આપેલા હોવા છતાં આજ દિન સુધી જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય ઉપરી અધિકારીઓ આ ભ્રષ્ટ અને અભદ્ર વર્તણુક ધરાવનાર શિલ્પા જાવિયા નામના કર્મચારી વિરૂદ્ધ પગલાં લેવા માટે શેની રાહ જોવે છે તે સમજાતું નથી.
જવાબદાર અધિકારી શિલ્પા જાવિયાએ પ્રેસનોટ આપી અને જાહેર સ્પષ્ટતા કરી એ પ્રેસનોટ પણ જૂની તારીખમાં એટલે કે 27-01-2023ની તારીખ નાખી અને જૂનું ખોટું રેકર્ડ ઉભું કર્યુ અને તેનો ઉપયોગ તારીખ 31-01-2023ના રોજ
- Advertisement -
શિલ્પા જાવિયાની ગેરલાયકાત, ગૂંડાગીરી અને ગેરરીતિઓને અધિકારીઓનું મૂક સમર્થન
માહિતી ખાતા અને તમામ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરવા માટે આપ્યું તો એ બાબત ફોજદારી ગુનો કર્યા બાબત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ શરૂ કરવા તેમજ આ જવાબદાર શિલ્પા જાવિયા વિરૂદ્ધ ફોજદારી પગલાં લેવા માટે તાકીદ કરાયેલી છે તેમ છતાં પણ મિરાંત પરીખ સાહેબ તેમજ અન્ય કોઈ પણ ઉપરી અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટ શિલ્પા જાવિયા વિરૂદ્ધ કોઈ જ પગલાં લેવામાં આવેલા નથી અને તેની નોકરી ચાલુ રાખેલી છે, આના પરથી ખ્યાલ આવી શકે છે કે આ ભ્રષ્ટ અને અભદ્ર વર્તન ધરાવતા શિલ્પા જાવિયા નામના કર્મચારી પર તેમના ઉપલા અધિકારીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી.
આમ તમામ મુદ્દાઓ અને તમામ હકીકત રેકર્ડ પર હોવા છતાં જો આ શિલ્પા જાવિયા નામના કર્મચારી વિરૂદ્ધ કોઈ પગલાં લેવાતા નથી તો આજરોજ તારીખ 19-02-2023ના રોજ આ ભ્રષ્ટ અને અભદ્ર વર્તણુંક ધરાવનાર અને લાયકાત વિરૂદ્ધ નોકરી કરનાર શિલ્પા જાવિયાને સત્વરે તેમના પદ પરથી સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાં લેવા તાકીદ કરવામાં આવે છે, જો આ નોટીસ આપ સાહેબને મળ્યાના દિવસ 7 (સાત)માં આ શિલ્પા જાવિયા વિરૂદ્ધના ભ્રષ્ટાચાર, ગેરવર્તણુંક, ફોજદારી ગુનાઓ અને ગેરકાયદેસર નિમણુંકના તમામ રેકર્ડ પરના આધાર પુરાવાઓ ધ્યાને લઈ અને જો ખાતાકીય અને ફોજદારી પગલાં લઈ અને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો અમોને નાછૂટકે અને નાઈલાજે જવાબદાર એવા શિલ્પા જાવિયા અને તેમને છાવરનાર તમામ ઉપરી અધિકારી તરીકે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પંચાયત વિભાગના ઉપરી અધિકારીઓ વિરૂદ્ધ યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા અંગેની નોટિસ વિરલ જોટવાએ સંબંધિત વિભાગ – અધિકારીને પાઠવી છે.
જૂનાગઢ પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાની અને શિલ્પા જાવિયા સમાધાન માટે દબાણ કરતી હોવાની DGP, DIGને અરજી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર પોલીસ દ્વારા શિલ્પા જાવિયા વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધવા મામલે તેમજ શિલ્પા જાવિયા દ્વારા સમાધાન માટે દબાણ કરવા મામલે વિરલ જોટવાએ ગુજરાત રાજ્યના ડી.જી.પી. તેમજ ડી.આઈ.જી.ને પણ એક અરજી કરી છે જેમાં જણાવાયું છે કે, જૂનાગઢ શહેર પોલીસના બી ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારી તરીકે ડી.એસ.પી. તથા ડીવાય.એસ.પી.ને જૂનાગઢ શહેર જિલ્લા પંચાયતના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા દ્વારા 27-01-2023ના રોજ રાતે 11:59 વાગ્યાના અરસામાં અમોને ભૂંડી ગાળો આપી અને અમો કોઈ ગુનાહિત કૃત્ય કરી બેસીએ તે પ્રકારે અમને ખૂબ જ ઉશ્કેરણીજનક કથનો કહેલા અને આવું કરીને તેમણે ભારતીય દંડ સંહિતાની કલમ 294(ખ), 504, 506 નીચે ગુનો કરેલ તે બાબતની ફરિયાદ આપેલી હતી. પોલીસ દ્વારા આજ દિવસ સુધી અમોની ફરિયાદ નોંધેલ નથી ઉપરાંત દિન પ્રતિદિન પુરાવાનો નાશ થતો હોય તેમ છતાં પોલીસ જાણી જોઈને અમોની ફરિયાદ નોંધતી નથી અને આરોપી દ્વારા અમોને અમારા સગા તથા સંબંધીઓ મારફત સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહેલું છે ઉપરાંત પોલીસના આવા વર્તનથી અસામાજિક તત્ત્વો અને ખાસ કરીને રાતે નશામાં ગાળો આપનાર ઈસમો ભવિષ્યમાં ગમે તે ઉચ્ચ અધિકારીઓને ગાળો કાઢી શકશે આવી સામાન્ય જાણકારી પોલીસને ના હોય તે માની શકાય નહીં ઉપરાંત ફોનમાં આ શિલ્પા જાવિયાએ હું તને મૂકીશ નહીં તેવું કહી અને અમોને ધમકી આપેલ છે અને આ ફોન પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આરોપી દ્વારા ભવિષ્યમાં કોઈ પોલીસ અધિકારનો ગુનો કરી શકે તેવી સંભાવના છે તેમ છતાં પોલીસ દ્વારા સી.આર.પી.સી.ની કલમ 151 હેઠળ આજ દિવસ સુધી ધરપકડ કરેલી નથી અને આરોપી દ્વારા દિન પ્રતિદિન પુરાવાનો નાશ કરી નાખે તેવી પૂરી સંભાવના હોય તેમજ આરોપી દ્વારા અમોના સગા અને સંબંધી મારફત સમાધાન માટે દબાણ કરવામાં આવી રહેલા હોય તેવા સંજોગોમાં અમોની એફ.આઈ.આર. નહીં નોંધનાર જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી અને અમોની એફ.આઈ.આર. નોંધવા તથા સાથે આરોપી સામે સી.આર.પી.સી.ની કલમ 151 હેઠળ કાર્યવાહી કરવા વિનંતી છે.
સાહેબ, જો આ અધિકારીની જગ્યાએ અન્ય કોઈ સામાન્ય માણસે આવી ગાળાગાળી કરી હોત તો રાત્રે જ પોલીસ તેમને ઉઠાવી લાવી હોત અને તેમને પકડી અને કસ્ટડીમાં બેસાડી દીધેલા હોત એવા અનેક દાખલા છે. ઉપરાંત જેમની વિરૂદ્ધ માત્ર ભારતીય દંડ સંહિતાની કલમ 323 અને સાત વર્ષથી નીચેની સજાના ગુના છે તેમને પણ પોલીસ દ્વારા પકડી અને આખી રાત પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખેલાના અનેક દાખલા છે જ્યારે બીજી તરફ અમોએ આધાર પુરાવા સહિત જે ફરિયાદ આપેલ છે તે ફરિયાદ તરફ જૂનાગઢ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહેલ ન હોય જેથી સત્વરે યોગ્ય કરવાની અરજી વિરલ જોટવાએ ગુજરાત રાજ્યના ડી.જી.પી. તેમજ ડી.આઈ.જી.ને કરી છે.
શિલ્પા જાવિયાએ આજ દિવસ સુધી જે કોઈપણ અલગ અલગ જગ્યાઓ પર નોકરી કરેલી છે ત્યાં તેમણે જાણે પોતાની માલિકીની પેઢી હોય તેવી રીતે તમામ વહીવટ ચલાવેલા છે અને ખૂબ જ મોટા ગંભીર અને ગુનાહિત ભ્રષ્ટાચાર કરેલા છે, તેમજ ફોજદારી ગુનો ગણાય તેવા કૃત્યો કરેલા છે તે બાબતના તમામ આધાર પુરાવાઓ પણ રેકર્ડ પર ઉપલબ્ધ છે તેમ છતાં આ ભ્રષ્ટ શિલ્પા જાવિયાના ઉપલા અધિકારીઓ તેને છાવરે છે, તે આ કેસ ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે.
– માણાવદર ખાતે જ્યારે શિલ્પા જાવિયા નામના કર્મચારી નોકરી કરતા હતા ત્યારે અમુક ચોક્કસ સમયગાળા માટે નાના કર્મચારીઓના હક્કના પૈસાની હંગામી ઉચાપત કરી અને ફોજદારી ગુનો કરેલો હતો.
– વિસાવદર ખાતે જ્યારે શિલ્પા જાવિયા નામના કર્મચારી નોકરી કરતા હતા ત્યારે કોવિડ મહામારી દરમિયાન મૃત દર્દીઓની સહાયના નામ પર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો.
– ડુંગરપુર ખાતે જ્યારે શિલ્પા જાવિયા નામના આ ભ્રષ્ટ કર્મચારી નોકરી કરતા હતા ત્યારે ખૂબ મોટા ગંભીર ગુનો કરી અને તેમાંથી પણ પોતાની વગના લીધે તમામ પ્રકરણને ભીનું સંકેલી લીધેલું હતું.
– ઉપરાંત મજેવડી ખાતે પણ તેમની નોકરી દરમિયાન ખૂબ મોટી ગંભીર ક્ષતિ આચરેલ હતી.