ભારતની નંબર-1 બિયારણ કંપની કાવેરી સીડ્સનો ઙઊ રેશિયો 10.39 અને બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ લિ.નો 389!
શેરબજારમાં ગોલમાલ કરી અબજો રૂપિયા કમાનાર હર્ષદ મહેતાને પણ શરમાવે એવું એક સ્કેમ રાજકોટના અરવિંદ જાદવજી કાકડીયા ઉર્ફે પિન્ટુ પટેલ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શેરબજાર નિષ્ણાંતના જણાવ્યા અનુસાર પિન્ટુ પટેલ બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેરમાં ગરબડ કરાવીને કંપનીની માર્કેટ વેલ્યુ વધારી રહ્યા તો નથી ને? જ્યારે આ વાત સાચી હશે તો શેરના ભાવ ઉછાળાની અસલિયત સામે આવશે ત્યારે કેટલાંયની મરણમૂડી સુદ્ધાં ડૂબી જવાની શક્યતા છે.
- Advertisement -
વોલ્યુમ નથી અને સર્કિટ લાગવી શું સૂચવે છે?
નેશનલ લેવલ કંપનીના શેરમાં પણ મહિને એકાદવાર ભાગ્યે જ સર્કિટ લાગતી હોય છે પરંતુ રાજકોટની એક લોકલ લેવલની કંપનીના શેરમાં દરરોજ સર્કિટ લાગવી કોઈ કૌભાંડ સૂચવે છે. શેરબજારના જાણકારોનું એવું કહે છે કે, પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેરમાં સતત અપર સર્કિટ તેમના જ ઓપરેટરો દ્વારા લગાવવામાં આવી રહી હોય એવું લાગે છે. નહીં તો કંપનીમાં વોલ્યુમ વિના તેના શેરમાં સતત સર્કિટ લાગવી શક્ય નથી. માર્કેટમાં એકપ્રકારનો હાઈપ ઉભો કરવાનું કંપનીના જ કેટલાક લોકોનું આ કારસ્તાન છે એવું નિષ્ણાંતો કહી રહ્યાં છે.
બોમ્બે સુપરસીડ્સનાં શેરમાં સતત અપર સર્કિટ, એ પણ વોલ્યૂમ વગર!
એક વર્ષમાં બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સનો ભાવ 29 રૂપિયામાંથી 665 રૂપિયા થઈ ગયો!
- Advertisement -
શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી મોટાપાયે ઉથલપાથલ ચાલી રહી છે. પાછલા એક મહિનામાં સેન્સેક્સમાં લગભગ 2.22 ટકાનો ઘટાડો થયો છે. ગત એક વર્ષમાં તેમાં માત્ર 1.95 ટકાનો વધારો થયો છે પરંતુ આ સ્થિતિ હોવા છતાં ભેદી રીતે પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેર ભાવ ઉંચકાઈ જ રહ્યા છે. આ શેરે તેના રોકાણકારોના રૂ. 1 લાખને માત્ર અઢી વર્ષમાં રૂ. 67 લાખ બનાવી દીધા છે! કોઈ કંપની આટલા ઓછા સમયમાં આટલો વધુ નફો કેમ કરી કે આપી શકે એ સવાલ પણ સૌને માટે એક કોયડા સમાન બન્યો છે. રાજકોટ સ્થિત અરવિંદ જાદવજી કાકડીયા ઉર્ફે પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ એક બીજ ઉત્પાદક કંપની છે જે ખેડૂતોને વિવિધ પાકોના ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ સપ્લાય કરે છે. એક બીજ ઉત્પાદન કંપનીના શેર ભાવમાં રાતોરાત અકલ્પનિય વધારો દાળમાં કંઈક કાળું હોવાનું સૂચવી જાય છે. વધુમાં આ કંપનીના શેરમાં રોજબરોજ અપર સર્કિટ લાગી રહી છે.
થોડા વર્ષોમાં બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીની શેરબજારમાં હલચલ અને ચર્ચાઓએ અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા છે અને હાલ તો શેરબજાર નિષ્ણાંત રાજકોટ સ્થિત અરવિંદ જાદવજી કાકડીયા ઉર્ફે પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેર ભાવમાં વધારો કંપનીની માર્કેટ વેલ્યુ વધારવા સહિતનું સ્કેમ ગણાવી રહ્યા છે.
પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેરમાં સતત અપર સર્કિટ કેમ લાગી રહી છે?
પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સના શેર સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીએ 5 ટકાની અપર સર્કિટ લગાવીને રૂ. 665.70ના ભાવે બંધ થયા હતા. આ તેના શેરની અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. ઉપરાંત આ કંપનીના શેરમાં સતત અપર સર્કિટ લાગી છે. જે મસમોટી ગડબડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પિન્ટુ પટેલ તેમજ તેમનાં લાગતા-વળગતાંઓ દ્વારા જ આ શેરના ભાવને રોજેરોજ ક્ધટ્રોલ કરવામાં આવી રહ્યા હોવાનું શેરબજારનાં જાણકારોનું કહેવું છે.
શું આ વાત સત્ય હશે?
વર્ષે માત્ર 25 કરોડનો નફો કરતી કંપનીની માર્કેટ વેલ્યુ અધધધ 6000 કરોડ?!
રાજકોટનાં કુવાડવા જી.આઈ.ડી.સી.માં આવેલી બિયારણ બનાવતી બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ લિ. નામની કંપનીનાં શેરમાં રોજે રોજ અપર સર્કિટ લાગવા પાછળનાં કારણો તપાસવામાં આવતાં જણાઈ આવે છે કે, આ કંપનીએ છેલ્લાં 4 ક્વાર્ટર એટલે કે એક વર્ષમાં માત્ર 25થી 28 કરોડનો નફો કર્યો છે. જ્યારે કંપનીની માર્કેટ વેલ્યુ ચોંકાવનારી રીતે 6000 કરોડ પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે કંપનીનો ઙ/ઊ રેશિયો 389એ પહોંચી ગયો છે જે એક બિયારણ બનાવતી અને માત્ર 25થી 28 કરોડનો નફો કરતી કંપનીનો ક્યારેય ન હોઈ શકે. જો બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ લિ. કંપનીની સરખામણીમાં ભારતની નંબર-1 બિયારણ કંપની કાવેરી સીડ્સ લિ.નો ઙ/ઊ રેશિયો 10.39 જ છે જે દર્શાવે છે કે, બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ લિ.નાં માલિક અરવિંદ જાદવજી કાકડિયા ઉર્ફે પિન્ટુ પટેલ દ્વારા મસમોટું કૌભાંડ આચરાઈ રહ્યું હોવાની ઘણાં લોકોને શંકા છે. આ શંકાના નિવારણ માટે યોગ્ય તપાસ જરૂરી છે.
365 દિવસમાં 29 રૂ.નો શેર 634 રૂ.નો કેવી રીતે થઈ ગયો?
અરવિંદ જાદવજી કાકડીયા ઉર્ફે પિન્ટુ પટેલની બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેરમાં ટ્રેડિંગ ગજઊ પર 25 એપ્રિલ 2018નાં રોજ પ્રથમ વખત શરૂ થયું હતું. હાલ ગજઊમાં તેના 10,49,37,280 શેર લિસ્ટેડ છે. તેની માર્કેટકેપ આશરે 6 હજાર કરોડ રૂપિયા છે. ઇજઊ પર આ કંપની આવી તે સમયે તેના શેરની કિંમત માત્ર 8.90 રૂપિયા હતી, જે હવે વધીને 603.85 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે છેલ્લા બે વર્ષ અને ક્વાર્ટરમાં આ સ્ટોક લગભગ 6684.83 ટકા વધ્યો છે. અલબત્ત 2 ફેબ્રુઆરી 2022ના રોજ આ કંપનીના શેર ભાવ 29 રૂ. હતા, જે એક એક વર્ષમાં 6 ફેબ્રુઆરી 2023ના રોજ 665 રૂ. પહોંચી ચૂક્યા હતા. બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સના શેરમાં એક વર્ષમાં 636 રૂ.નો વધારો નોંધાયો છે. એટલે કે, રોકાણકારોને એક વર્ષમાં 2 હજાર ગણો નફો થયો છે! આ ઉપરાંત બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના સ્ટોકમાં 6684.83 ટકાના વધારો થયો છે જેનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકારે શેર લિસ્ટીંગ સમયની આસપાસ રોજ બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તો રૂ. 1 લાખનું મૂલ્ય લગભગ 6,684.83 ટકા વધીને આજે 67.84 લાખ થયું છે.