અરવલ્લી જીલ્લાની ધોળીડુંગરી ચેક પોસ્ટ પર ઈકો કાર ચાલકે મંગળવારની રાત્રે હોમગાર્ડ જવાન સ્વ દિનેશભાઈ પરમારને ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. આ ઈકો કારચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. આ આરોપીઓને અરવલ્લી LCB પોલીસે વિજાપુરથી દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા થયા છે. ઈકો કાર નં. (GJ 06 LS 9053) ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી હંકારી હોમગાર્ડ જવાનને ટક્કર મારી હતી અને ઈકો કાર બ્રેક મારવાથી પલટી મારી ગઈ હતી.
જેમાં ચાલક ગાડી મુકી ને નાસી છૂટયો હતો .સાઠંબા પોલીસ દ્વારા અકસ્માત નો ગુનો નોધાયો હતો.અરવલ્લી એલ સી બી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી (૧) ગજેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સોલંકી રહે .ખડક , તાં .વીરપુર, જી. મહીસાગર, કે જે અકસ્માતમાં ચાલક ના હોવા છતાં ડ્રાઇવર બનીને ગુનાહિત કાવતરું રચીને પોલીસ સ્ટેશન માં પુરાવા રજૂ કરતો હતો.(૨) ઈકો કાર ચાલક શક્તિસિંહ મોતિસિંહ સોલંકી રહે .ખડક, તાં વીરપુર જી મહીસાગર અકસ્માત સર્જી ફોન સ્વીચ ઓફ કરી ને તેના સસરાના ઘરે વિજાપુર ભાગી ગયો હતો.જેને LCB પોલીસે દબોચી લીધા છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


