આતંકવાદને લઇને ભારતને વૈશ્વિક સ્તરે મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)એ પાકિસ્તાનને આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે. ભરતે ગયા વર્ષ હાફિધ સઇદના સંબંધી અબ્દુલ રહમાન મક્કી લશ્કર-એ-તૈયબા(એલઇટી)ના નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગણી કરી હતી. ચીનએ હંમેશાની જેમ જ પાકિસ્તાનનો પક્ષ લેતા આ વાતને નકારી કાઢી હતી. જૂન 2022માં ભારતં સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ, જેને યૂએનએસસી 1267 સમિતિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. જેના હેઠળ પાકિસ્તાન આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના પ્રસ્તાવને ચીનના વિરોધ વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણો વિરોધ કર્યો હતો.
સુરક્ષા પરિષદ સમિતિએ 16 જાન્યુઆરી 2023ને આઇએસઆઇએલ, અલ કાયદા, અને સંબંધિત વ્યક્તિઓના ગ્રુપ, ઉપક્રમો અને સંસ્થાઓને સંબંધિત સંકલ્પ 1267(1999), 1989(2011), અને 2253(2015)ને ફોલો કરતા તેમને મંજૂરી આપી હતી. જેના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2610(2021)ના પૈરા 1માં નિર્ઘારિત અને આપનાવવામાં આવેલી પ્રોપર્ટી કબ્જે કરવી, પ્રવાસ પર બેન, અને હથિયાર પર બેન અને અલ-કાયદાની લિસ્ટના સિવાય સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો અધ્યાય VIIના હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
ભારત-અમેરિકામાં પહેલાથી બેન
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારત અને અમેરિકાના અબ્દુલ રહમાન મક્કીએ પોતાના દેશમાં કાનૂના હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.