ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2023ની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી એનસીસી કેડેટો તેમજ પોલીસ સ્ટાફ સહિતના લોકો ટ્રાફીક અવરનેશ મુદ્દે રેલી યોજાઇ હતી. શહેરનાં રાજમાર્ગો પર ફરી લોકોને ટ્રાફીક અવરનેશ મુદ્દે જાગૃત કર્યા હતા. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી 11થી 17 જાન્યુઆરી સુધી અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ સેટ્ટી અને ડીવાયએસપી ધાંધલીયા સહિત આરટીઓ અધિકારી અને સામાજીક સંસ્થાના આગેવવાનો ઉપસ્થિત રહ્યા હતા.