એક સમય એવો હતો કે જયારે માણાવદર દારૂવેચાણનુ મોટુ કેન્દ્ર બની ગયું હતું. જાહેર સ્થળો ઉપર દારૂ- ગાંજાનુ વેચાણ ચાલી રહયું હતું. મારામારી,ચોરીઓ,ચીલઝડપ ના બનાવો બેફામ વધી રહયા હતા આને કારણે પોલીસ ની નિષ્ઠા પ્રત્યે ,ફરજ પ્રત્યે લોકોમાં સવાલો જાગ્યા હતા અને જિલ્લા પોલીસ વડા સુધી આ અંગેની ફરિયાદોનો ઢગલો થતા જિલ્લા પોલીસ વડા એ પોલીસ ની શાખા જાળવવા માણાવદરમાં નવા પોલીસ ઓફિસર તરીકે કર્મનિષ્ઠ અને ફરજપરસ્તી એવા પી.વી.ધોકડીયા ની નિમણુંક કરતા આ અધિકારીએ પોતાની સૂઝબૂઝ ને કારણે સતાનો ઉપયોગ કર્યો વિના ધણા જટિલ પ્રશ્નો ઉકેલી ટૂંક સમયમાં જ લોકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે ને લોકોને પોલીસ કામગીરી પ્રત્યે વિશ્ર્વાસ જગાડયો છે.
લોકડાઉન વેળાએ 70% જનતાને સમજાવી ને માસ્ક પહેરવા કરેલી સમજાવટના કારણે લોકોએ માસ્ક ચહેરા ઉપરથી હટાવ્યુ જ ન હતું આ તેમની સિધ્ધી છે. અને આજે પણ લોકો માસ્ક પહેરીને જ બહાર નિકળે છે
- Advertisement -
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના અનુસંધાને આ અધિકારીએ પોલીસ ટીમને સાથે રાખી વાહન ચેકીંગ, પોલીસોને ફરજમાં શિસ્ત સાથેની કામગીરી અને લોકોમાં પોલીસ પ્રત્યે અવિશ્ર્વાસ ન જાગે તે રીતે વર્તવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આવા અધિકારીઓને કારણે જિલ્લા પોલીસ વડા ની શાન અને આન- બાન વધતા હોય છે ફરિયાદોમાં કમી આવતી હોય છે. ને પોલીસ પોતાનો સાચો રક્ષક છે એવો ભરોસો દઢ છે એવો ભરોસો થતો હોય છે છાશવારે બનતી અસામાજિક ધટનાઓ પર બ્રેક લાગી છે
- Advertisement -
અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર


