ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, બોલિવૂડના મહાન કલાકાર શ્રી ધર્મેન્દ્ર કે જેને આપણે શોલે ફીલ્મમાં સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનની સાથેના વીરુના રોલમાં યાદ કરીએ છીએ એ ધર્મેન્દ્રજીના લોનાવાલા, મહારાષ્ટ્ર ખાતે ના ફાર્મ હાઉસ પર જઈ અને ગોંડલનાં ત્રિશુલ ગ્રુપ કે જે ત્રિશુલ ટ્રેક્ટર્સ, ત્રિશુલ સોલાર, ત્રિશુલ મમરા, ત્રિશુલ પૌવા, ત્રિશૂલ તિજોરી વગેરે બધું બનાવે છે એમણે ત્યાં જઈને આ મહાન કલાકારને એમના પોતાના ટ્રેક્ટર અને એમની તિજોરી ભેટમાં આપેલ. ધર્મેન્દ્રજી સાથે
પહેલેથી નક્કી થઈ ગયા મુજબ એમણે પોતાનો મળવાનો સમય અને તારીખ ત્રિશુલ ગ્રુપનાં મેનેજીંગ ડિરેક્ટર ગોપાલ સખીયાને આપીને ગયા મંગળવારે તેમના લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખાતે બોલાવ્યા હતા. ત્રિશુલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગોપાલ સખીયાની સાથે ગોંડલ ની બાજુમાં આવેલ ‘ધ હેવન્સ વોટરપાર્ક’ નાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેતનભાઈ રૈયાણી, ગોંડલનાં પ્રખ્યાત કોરિયોગ્રાફર ચેતન જેઠવા અને ત્રિશુલ ગ્રુપનાં બીજા મેમ્બર્સ ત્યાં ગયા અને ધર્મેન્દ્ર જી એ પૂરેપૂરો પાંચ કલાકનો સમય ફાળવ્યો ત્યારે ગોપાલ સખીયાએ પોતાની બનાવટનું ત્રિશુલ ટ્રેક્ટર અને સાથે સાથે આ કંપનીની એક બીજી એક પ્રોડક્ટ કે જેનું વજન ૫૦૦ કિલો છે એ તિજોરી ભેટમાં આપી. જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. સાથે સાથે ગોંડલનાં પ્રખ્યાત ઉદ્યોગ ભારતીનું ખાદીનું કાપડ અને ત્રિશુલ કંપનીની બીજી પ્રોડક્ટ મમરા અને પૌઆ પણ તેમને ભેટમાં આપ્યા.
આ બધી જ ગિફ્ટ લઇ અને ધર્મેન્દ્ર જી ખૂબ જ રાજી થયા અને તેમણે જે પાંચ કલાકની મુલાકાત આપી એમાંથી એકાદ કલાક તો એમણે એમની ફિલ્મો વિશે ની જ વાત બધા સાથે કરી. સાથે એ પણ યાદ કર્યુ કે ગોંડલ એ રાજકોટ જીલ્લામાં આવે છે તો રાજકોટમાં ફિલ્મના શૂટિંગ માટે પણ તે આવ્યા હતા અને એ વખતે એમને રાજકોટમાં ખૂબ જ મજા પડેલી. અને આ બધી જ વાત કરતાં તેઓ ખૂબ જ ખુશ થયા અને જણાવ્યું કે તમે લોકો આટલી પ્રવૃત્તિઓ કરો છો એ બહુ સારી વાત છે. અને એમ કહીને એમણે બધાને ખૂબ ખૂબ બિરદાવ્યા અને આ બધી ભેટનો સ્વીકાર કર્યો. લગભગ પાંચથી છ કલાક જેટલો સમય ફાળવી અને એ પોતે કેટલા ઉમદા વ્યક્તિ છે એવું પણ એ બતાવ્યું અને તેમણે ખૂબ જ પ્રશંસા કરી.


