ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સુખપુર ગામે ધો.8માં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે ત્રણ નરાધમો એ દુષ્કર્મ આચાર્યની તાલુકા પોલીસ સ્ટેશનમાં તરુણીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો.ક. 363, 376 (ડી)એ, 376(2)એન, 506(2), 114, જી.પી.એકટ ક. 135, પોક્સો એક્ટ ક 4,પ(જી), પ (એચ), પ (એલ), 6, 8, 12, 17 મુજબ ગુનો નોંધી ને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી દુષ્કર્મ આચરનાર આરોપી યસ બાલાભાઇ દુધાત્રા રહે સુખપુર ગામ કેયુર વાગડીયા રહે માખીયાળા,દિવ્યેશ ગજેરા રહે વડાલ વાળા ત્રણેય આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાંથી મળતી વિગત મુજબ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી ક્રિષ્ના ઉ.વ.15 વર્ષ 7 મહિના વાળી સ્કુલે આવતી જતી ત્યારે તથા એકલી ઘર બહાર નીકળતી ત્યારે આ કામના આરોપી ભોગબનાર પાછળ-પાછળ જઇ દિકરીને બદ ઇરાદાથી હેરાન કરી ભોગબનનારને મોઢે મુગો દઇ બળજબરીથી ફરીયાદીના ઘર પાસે આવેલ ખંઢેર મકાનમા તથા આરોપી નં.01ની વાડીએ અવાર નવાર લઇ જઇ આરોપીઓએ ફરીયાદીની દિકરી ભોગ બનનારને છરી બતાવી ધરારથી અવાર-નવાર શરીર સબંધ બાધી સંભોગ કરી અને આ વાત કોઇને કહીશ તો તારા માતા-પીતા તથા તારા ભાઇઓને મારી નાખવાની ભોગબનનારને ધમકી આપીઆરોપીઓએ એકબીજાને મદદગારી કરી દુષ્કર્મ આચર્યું હતું.