બેઠકમાં સંગઠનની ચર્ચા તેમજ સમાજ લક્ષી કાર્યો કરવાની ચર્ચાઓ કરવામાં આવી
સુરેન્દ્રનગરમાં આહીર સમાજ દ્વારા મર્યાદિત સંખ્યા સ્નેહમિલનમાં આહીર સમાજનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં જિલ્લાના જુદા જુદા તાલુકા મથકો સહિત વિસ્તારમાંથી સમાજના આગેવાનો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાન મુરલીધર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી સમાજના વક્તાઓ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ તરીકે જગદીશભાઈ આહીર, મંત્રી તરીકે મહેશભાઈ ચાવડા, સહમંત્રી તરીકે રાજુભાઈ વરુ, અમરશીભાઈ, ધનાભાઈ, પ્રશાંતભાઈ, મયુરભાઈ ની નિમણુંક કરવામાં આવી હતી. ઉપરાંત આ બેઠકમાં સંગઠનની ચર્ચા તેમજ સમાજ લક્ષી કાર્યો કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપમાં જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
દિપકસિંહ વાઘેલા, (સુરેન્દ્રનગર)


