૨૭ લાખ થી વધુ ના ૫૦૪ જેકલા મોબાઇલ નો મુદ્દામાલ જપ્ત સાથે ગેરકાયદેપશર લે-વેચ નું મોટુ નેટવર્ક સામે આવ્યુ
- Advertisement -
એસ.ઓ.જી.પોલીસ ની ટીમ દિવસોથી અંડરગ્રાઉન્ડ ચાલતા નેટવર્ક નો ભેદ ઉકેલવા ની ફીરાકમાં હતી
જુનાગઢ રેન્જ ડી.આઈ.જી પવાર તથા જિલ્લા પોલીસવડા ને લોકોના ચોરી થયેલ તેમજ ખોવાઈ ગયેલ મોબાઈલ ફોનના બનાવો અવારનવાર બનતા હોય, જે વાત ધ્યાનેે આવતા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને મળે તે માટે જુનાગઢ ખાસ ઝુંબેશનું આયોજન કરવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી ) ની ટીમને સુચના આપવામાં આવી હોય, જે અનુસંધાને એસ.ઓ.જી ના પી.આઈ એચ.આઈ. ભાટી તથા પી.એસ.આઈ જે.એમ.વાળા, એસ.ઓ.જી. સ્ટાફ તથા સાયબર ક્રાઈમ સેલ સતત પ્રયત્નશીલ હોય, તે દરમ્યાન એસ.ઓ.જી કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર તથા ધર્મેશભાઈ વાઢેરને બાતમી મળેલ કે જુનાગઢ શહેરના એમ.જી.રોડ પર આવેલ ક્રિષ્ટલ એપાર્ટમેન્ટમાં આવેલ “રાજ મોબાઈલ” નામની દુકાનનો સંચાલક કોઈપણ આધાર પુરાવા વગર તેમજ ગેરકાયદેસર મોબાઈલ લે-વેચ કરી રહ્યો હોવાની સચોટ બાતમી ના આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા ઉપરોક્ત મોબાઈલની દુકાન પર રેઈડ કરતા કોઈપણ આધાર પુરાવા વગરના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ૫૦૪ તથા લેપટોપ નંગ ૧ સહિત દુકાન સંચાલક કાજીમ મહંમદભાઈ રાજસુમરાને રૂ. ૨૭,૯૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
હુસેન શાહ(જૂનાગઢ)


