રાજ્યભરના ૫૫૦૦૦ જેટલા વીજકર્મીઓએ વિવિધ માંગણીઓને આંદોલનની ચીમકી આપી છે.
આજ રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ૨૨૭ જેટલા કર્મચારીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓ ને લઈ ૧૬ જાન્યુઆરી થી વિવિધ રીતે આંદોલનની ચીમકી આપી છે.
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના ઉપક્રમે કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ તેમજ પગાર વધારા ને લગતા અન્ય આનુસંગિક એલાઉન્સ, એરિયર્સ, બોનસ વગેરેની માંગણીને લઇ તા.૧૬ મીએ રાજ્યભરમાં તમામ સબ ડિવિઝનો, સર્કલ ઝોનલ, પાવર સ્ટેશન, કોર્પરેટ ઓફીસ સહિતની જગ્યાઓએ સુત્રોચ્ચાર કાર્યક્રમ, ૧૭ થી ૨૦ જાન્યુઆરી સુધી કાળી પટ્ટી બાંધી કામકાજ પર જ પોતાનો વિરોધ નોંધાવશે તેમજ ૨૧ જાન્યુઆરીએ તમામ કર્મચારી માસ સી એલ પર ઉતરશે તેવી ચીમકી આપી હતી.
આ અગાવ વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ માંગણીઓ કરવામાં આવી ત્યારે ૩ મહિનામાં પ્રશ્ન નું નિરાકરણ થઇ જશે તેવી ખાત્રી વીજમંત્રી દ્વારા આપવામાં આવી હતી જે માત્ર લોલીપોપ હોવાનું કર્મચારીઓએ જણાવાયું હતું છતા કોઈ નિરાકરણ ના આવતા વિજકર્મચારીઓ એ આંદોલનની ચીમકી આપી છે જેથી આવનારા સમયમાં સરકાર સામે મોરચો મંડાઇ તેવા એંધાણ દેખાઈ રહયા છે.
કોરોના મહામારી, વરસાદ,ઠંડી ગરમી, વાવાઝોડા,પૂર સહિતની કુદરતી આફતોમાં પોતાના જીવ જોખમમાં મૂકી લોકોની સેવા કરતા વીજકર્મીઓની માંગણી પુરી થાય તેવું કર્મચારીઓ ઈચ્છી રહયા છે.


