By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    48 minutes ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    53 minutes ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    56 minutes ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    57 minutes ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    59 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના કાળમાં પણ જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગની અવિરત સેવા દસ હજારથી વધુ સફળ પ્રસુતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > કોરોના કાળમાં પણ જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગની અવિરત સેવા દસ હજારથી વધુ સફળ પ્રસુતિ
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

કોરોના કાળમાં પણ જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગની અવિરત સેવા દસ હજારથી વધુ સફળ પ્રસુતિ

khaskhabarrajkot
Last updated: 2021/01/04 at 11:35 AM
khaskhabarrajkot 5 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાતમાં દ્વિતીય ક્રમની કામગીરી કરતો જી.જી.હોસ્પિટલનો ગાયનેક વિભાગ

પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે

Contents
ગુજરાતમાં દ્વિતીય ક્રમની કામગીરી કરતો જી.જી.હોસ્પિટલનો ગાયનેક વિભાગપ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી જૂની હોસ્પિટલોમાંની એક છે અને સાથે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલોમાં પણ એક છે. અહીં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જી.જી.હોસ્પિટલમાં કોવિડ માટેની સુવિધાઓનું નિર્માણ પણ ખૂબ સારું કરવામાં આવ્યું પરંતુ આ સાથે જ નોન કોવિડ સેવાઓ પણ જી.જી. હોસ્પિટલ ખાતે સતત કાર્યરત હતી. નોન કોવિડ દર્દીઓને પણ દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિ અપાવવા હોસ્પિટલના ડોક્ટરો સતત પ્રયત્નશીલ હતા. આવી જ નોન કોવિડ સેવાઓમાં અતિ સુંદર કામગીરી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગએ કરી છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન ગાયનેક વિભાગ દ્વારા જી.જી.હોસ્પિટલમાં દસ હજારથી વધુ સફળ પ્રસુતિઓ કરાવાઇ છે. જેમાં સિઝેરિયન પ્રસુતિઓ અને ઘણી અતિ જટિલ તકલીફો ધરાવતી પ્રસુતિઓને પણ અહીં સફળતાપૂર્વક કરાવાઈ છે. અનેક પ્રસૂતાઓના મુખ પરની ખુશી જી.જી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોની સેવા અને તેમની  કર્મઠતાના દર્શન કરાવી જાય છે. જી.જી.હોસ્પિટલમાં ૩૧ તારીખે તંદુરસ્ત બાળકને જન્મ આપનાર પ્રસૂતા જલ્પાબેન દાઉદિયા કહે છે કે, મારી ૯ મહીનાની સંપૂર્ણ સગર્ભાવસ્થા દરમ્યાન મારા રિપોર્ટ, દવાઓ, સમયસરનું ચેકઅપ વગેરે જી.જી.હોસ્પિટલમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. વળી પ્રસુતિ સમયની અને સગર્ભાવસ્થા દરમિયાન મારી અનેક મૂંઝવણોનું માર્ગદર્શન પણ મને અહીંના ડોક્ટરો દ્વારા ખૂબ સારી રીતે મળ્યું છે. ૩૧ તારીખના રોજ મારા દીકરાના જન્મની ખુશી સાથે અહીંના ડોક્ટર પરિવારને અને મારા જેવી અન્ય માતાઓને પણ સામેલ કરવાની ઈચ્છા સાથે જી.જી. હોસ્પિટલની સેવાને બિરદાવતા મારા નવા વર્ષની ઉજવણી સાથે ખુશીથી વોર્ડને શણગાર્યું પણ છે. સામાન્ય રીતે લોકોમાં સરકારી હોસ્પિટલને લઈને એક ખોટો ખ્યાલ જોવા મળે છે પરંતુ મારી સંપૂર્ણ સારવાર અને હાલમાં મારા બાળકના જન્મ બાદની અત્યારની પરિસ્થિતિમાં પણ ક્યારેય મને જી.જી.હોસ્પિટલ તરફથી કોઈ તકલીફ થઈ નથી અને આથી જ હું મારા સ્વાનુભવે કહું છું કે, લોકોમાં સરકારી હોસ્પિટલ વિશેના જે ખ્યાલો છે તેને જી.જી. હોસ્પિટલની સેવાઓ સંપૂર્ણ ખોટા પાડે છે. વળી અન્ય એક પ્રસૂતા જલ્પાબેન ખાણધર પણ કહે છે કે, જી.જી હોસ્પિટલની સ્વચ્છતા, ડોક્ટરોના પ્રતિભાવ અને સમયસરની સારવાર બધું જ અત્યંત સારું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જે મોંઘીદાટ સેવાઓ મળે છે તેની સામે સરકાર દ્વારા વિનામૂલ્યે આ અત્યંત સારી સેવાઓ મને અહીં મળી છે અને આ માટે રાજ્ય સરકારની ખુબ ખુબ આભારી છું. જી.જી.હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ સગર્ભા દિવ્યાબેન પરમાર જણાવે છે કે, હાલમાં મારી પ્રસૂતિની તારીખ નજીક હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ છું. સગર્ભાવસ્થાના પ્રથમ મહિનાથી જ જી.જી. હોસ્પિટલમાં સમયસરના ચેકઅપ, દવાઓ અને રિપોર્ટ સાથે જ નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મળતું આવ્યું છે.  અહીંની સ્વચ્છતા અને હાલમાં મારી સંપૂર્ણ ડાયટનું પણ ધ્યાન રાખવામાં આવે છે સમયસરનું ભોજન, દવાઓ ખૂબ જ સારી રીતે અહીં મને આપવામાં આવી રહી છે. જી.જી. હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે. ગાયનેક વિભાગની સુવિધાઓ વિશે જણાવતા જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો. નલિની આનંદ કહે છે કે, જી.જી.હોસ્પિટલ ખાતે રોજની ૩૫થી ૪૦ પ્રસુતિઓ કરાવવામાં આવે છે. આ વર્ષે જી.જી.હોસ્પિટલમાં દસ હજારથી વધુ પ્રસુતિઓ કરાવવામાં આવી છે, જેમાંની ૨૦% જેટલી સિઝેરિયન  અને અન્ય જટિલ તકલીફો સાથેની પ્રસુતિઓ પણ વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરાવાઇ છે. આ ઉપરાંત સ્ત્રીઓને લગતા અન્ય રોગો અને તકલીફો માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન અને આવશ્યક ઓપરેશન કરવા માટે અત્યાધુનિક ઓબ્સ્ટેટ્રીકસ ઓપરેશન થિયેટરની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. તો એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઇએ હોસ્પિટલ ખાતેની અન્ય વ્યવસ્થાઓ અને સુવિધાઓ વિષે જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગ કદાચ ગુજરાતમાં દ્વિતીય નંબરની કામગીરી બજાવે છે, જેમાં અત્યંત જટિલ ઓપરેશન, નોર્મલ પ્રસુતિ, સિઝેરિયન પ્રસૂતિનો રેટ પણ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરનો છે. હોસ્પિટલ ખાતે સરકારશ્રીની તમામ યોજનાઓનો ફાયદો લાભાર્થીઓને આપવામાં આવે છે. જેવી કે, પ્રસૂતિ બાદ પ્રસૂતાને પોતાના વાહનની વ્યવસ્થા ન હોય તો માતા અને બાળકને ખિલખિલાટવાન દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે, આ માટેના વાહનો પણ દર્દીઓની સંખ્યા પ્રમાણે હોસ્પિટલ ખાતે વધારવામાં આવે છે. હાલમાં જી.જી. હોસ્પિટલ ખાતે ૭ ખિલખિલાટ વાન ફરજ બજાવી રહી છે. તો પ્રસુતાઓને સુખડી, આવશ્યક ડાયટ પ્રમાણેનું ભોજન પણ અહીં આપવામાં આવે છે. ગાયનેક વિભાગ અતિ જુનો વિભાગ હોવાથી હાલમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડના ખર્ચે સંપૂર્ણ ગાયનેક વિભાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને તમામ પ્રાથમિક સગવડો સારામાં સારી રીતે દર્દીને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કામનું ભારણ કોવિડ સમયગાળા દરમિયાન વધી જતા દર્દીઓને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વધુ ૩૦ બેડનો વોર્ડ અને એક ૨૦ બેડનો સંપૂર્ણ રિનોવેટેડ વોર્ડ ગાયનેક વિભાગને આપવામાં આવ્યો છે. વળી ૨૦૧૮-૧૯ના નવા અંદાજો દરમિયાન સરકાર દ્વારા ૨૫ કરોડ રૂપિયા હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી નવા એમ.સી.એચ બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી લગભગ પ્રાથમિક કક્ષાએ પૂર્ણ થઈ ચૂકી છે. મેપિંગ અને જમીનની ફાળવણી થઈ ચૂકી છે અને બહુ જ ટૂંક સમયમાં જામનગર જિલ્લાની પ્રજાને અત્યાધુનિક ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી એમ.સી.એચ બિલ્ડીંગ મળશે. આમ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગની સેવાઓ અવિરત ચાલુ રહી છે અને ડોક્ટરો દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ખૂબ જ સારી દરકાર લેવાઇ રહી છે. હોસ્પિટલ ખાતે પ્રસુતાઓને મદદરૂપ થવા હેલ્પ ડેસ્ક કાર્યરત છે, સગર્ભાઓના ચોકસાઇપૂર્વકના નિદાન માટે સોનોગ્રાફી ચેકઅપ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો સાથે જ ઓછા વજન ધરાવતા  કે અન્ય તકલીફો ધરાવતાં નવજાતો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે ખાસ વોર્ડ સજ્જ છે. સાગર સંઘાણી, જામનગર.

જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી જૂની હોસ્પિટલોમાંની એક છે અને સાથે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલોમાં પણ એક છે. અહીં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જી.જી.હોસ્પિટલમાં કોવિડ માટેની સુવિધાઓનું નિર્માણ પણ ખૂબ સારું કરવામાં આવ્યું પરંતુ આ સાથે જ નોન કોવિડ સેવાઓ પણ જી.જી. હોસ્પિટલ ખાતે સતત કાર્યરત હતી. નોન કોવિડ દર્દીઓને પણ દરેક પ્રકારની તકલીફોમાંથી મુક્તિ અપાવવા હોસ્પિટલના ડોક્ટરો સતત પ્રયત્નશીલ હતા.
આવી જ નોન કોવિડ સેવાઓમાં અતિ સુંદર કામગીરી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગએ કરી છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન ગાયનેક વિભાગ દ્વારા જી.જી.હોસ્પિટલમાં દસ હજારથી વધુ સફળ પ્રસુતિઓ કરાવાઇ છે. જેમાં સિઝેરિયન પ્રસુતિઓ અને ઘણી અતિ જટિલ તકલીફો ધરાવતી પ્રસુતિઓને પણ અહીં સફળતાપૂર્વક કરાવાઈ છે. અનેક પ્રસૂતાઓના મુખ પરની ખુશી જી.જી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોની સેવા અને તેમની  કર્મઠતાના દર્શન કરાવી જાય છે.
જી.જી.હોસ્પિટલમાં ૩૧ તારીખે તંદુરસ્ત બાળકને જન્મ આપનાર પ્રસૂતા જલ્પાબેન દાઉદિયા કહે છે કે, મારી ૯ મહીનાની સંપૂર્ણ સગર્ભાવસ્થા દરમ્યાન મારા રિપોર્ટ, દવાઓ, સમયસરનું ચેકઅપ વગેરે જી.જી.હોસ્પિટલમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. વળી પ્રસુતિ સમયની અને સગર્ભાવસ્થા દરમિયાન મારી અનેક મૂંઝવણોનું માર્ગદર્શન પણ મને અહીંના ડોક્ટરો દ્વારા ખૂબ સારી રીતે મળ્યું છે. ૩૧ તારીખના રોજ મારા દીકરાના જન્મની ખુશી સાથે અહીંના ડોક્ટર પરિવારને અને મારા જેવી અન્ય માતાઓને પણ સામેલ કરવાની ઈચ્છા સાથે જી.જી. હોસ્પિટલની સેવાને બિરદાવતા મારા નવા વર્ષની ઉજવણી સાથે ખુશીથી વોર્ડને શણગાર્યું પણ છે. સામાન્ય રીતે લોકોમાં સરકારી હોસ્પિટલને લઈને એક ખોટો ખ્યાલ જોવા મળે છે પરંતુ મારી સંપૂર્ણ સારવાર અને હાલમાં મારા બાળકના જન્મ બાદની અત્યારની પરિસ્થિતિમાં પણ ક્યારેય મને જી.જી.હોસ્પિટલ તરફથી કોઈ તકલીફ થઈ નથી અને આથી જ હું મારા સ્વાનુભવે કહું છું કે, લોકોમાં સરકારી હોસ્પિટલ વિશેના જે ખ્યાલો છે તેને જી.જી. હોસ્પિટલની સેવાઓ સંપૂર્ણ ખોટા પાડે છે.
વળી અન્ય એક પ્રસૂતા જલ્પાબેન ખાણધર પણ કહે છે કે, જી.જી હોસ્પિટલની સ્વચ્છતા, ડોક્ટરોના પ્રતિભાવ અને સમયસરની સારવાર બધું જ અત્યંત સારું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જે મોંઘીદાટ સેવાઓ મળે છે તેની સામે સરકાર દ્વારા વિનામૂલ્યે આ અત્યંત સારી સેવાઓ મને અહીં મળી છે અને આ માટે રાજ્ય સરકારની ખુબ ખુબ આભારી છું.
જી.જી.હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ સગર્ભા દિવ્યાબેન પરમાર જણાવે છે કે, હાલમાં મારી પ્રસૂતિની તારીખ નજીક હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ છું. સગર્ભાવસ્થાના પ્રથમ મહિનાથી જ જી.જી. હોસ્પિટલમાં સમયસરના ચેકઅપ, દવાઓ અને રિપોર્ટ સાથે જ નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મળતું આવ્યું છે.  અહીંની સ્વચ્છતા અને હાલમાં મારી સંપૂર્ણ ડાયટનું પણ ધ્યાન રાખવામાં આવે છે સમયસરનું ભોજન, દવાઓ ખૂબ જ સારી રીતે અહીં મને આપવામાં આવી રહી છે. જી.જી. હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે.
ગાયનેક વિભાગની સુવિધાઓ વિશે જણાવતા જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો. નલિની આનંદ કહે છે કે, જી.જી.હોસ્પિટલ ખાતે રોજની ૩૫થી ૪૦ પ્રસુતિઓ કરાવવામાં આવે છે. આ વર્ષે જી.જી.હોસ્પિટલમાં દસ હજારથી વધુ પ્રસુતિઓ કરાવવામાં આવી છે, જેમાંની ૨૦% જેટલી સિઝેરિયન  અને અન્ય જટિલ તકલીફો સાથેની પ્રસુતિઓ પણ વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરાવાઇ છે. આ ઉપરાંત સ્ત્રીઓને લગતા અન્ય રોગો અને તકલીફો માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન અને આવશ્યક ઓપરેશન કરવા માટે અત્યાધુનિક ઓબ્સ્ટેટ્રીકસ ઓપરેશન થિયેટરની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.
તો એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઇએ હોસ્પિટલ ખાતેની અન્ય વ્યવસ્થાઓ અને સુવિધાઓ વિષે જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગ કદાચ ગુજરાતમાં દ્વિતીય નંબરની કામગીરી બજાવે છે, જેમાં અત્યંત જટિલ ઓપરેશન, નોર્મલ પ્રસુતિ, સિઝેરિયન પ્રસૂતિનો રેટ પણ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરનો છે. હોસ્પિટલ ખાતે સરકારશ્રીની તમામ યોજનાઓનો ફાયદો લાભાર્થીઓને આપવામાં આવે છે. જેવી કે, પ્રસૂતિ બાદ પ્રસૂતાને પોતાના વાહનની વ્યવસ્થા ન હોય તો માતા અને બાળકને ખિલખિલાટવાન દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે, આ માટેના વાહનો પણ દર્દીઓની સંખ્યા પ્રમાણે હોસ્પિટલ ખાતે વધારવામાં આવે છે. હાલમાં જી.જી. હોસ્પિટલ ખાતે ૭ ખિલખિલાટ વાન ફરજ બજાવી રહી છે. તો પ્રસુતાઓને સુખડી, આવશ્યક ડાયટ પ્રમાણેનું ભોજન પણ અહીં આપવામાં આવે છે.
ગાયનેક વિભાગ અતિ જુનો વિભાગ હોવાથી હાલમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડના ખર્ચે સંપૂર્ણ ગાયનેક વિભાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને તમામ પ્રાથમિક સગવડો સારામાં સારી રીતે દર્દીને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કામનું ભારણ કોવિડ સમયગાળા દરમિયાન વધી જતા દર્દીઓને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વધુ ૩૦ બેડનો વોર્ડ અને એક ૨૦ બેડનો સંપૂર્ણ રિનોવેટેડ વોર્ડ ગાયનેક વિભાગને આપવામાં આવ્યો છે.
વળી ૨૦૧૮-૧૯ના નવા અંદાજો દરમિયાન સરકાર દ્વારા ૨૫ કરોડ રૂપિયા હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી નવા એમ.સી.એચ બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી લગભગ પ્રાથમિક કક્ષાએ પૂર્ણ થઈ ચૂકી છે. મેપિંગ અને જમીનની ફાળવણી થઈ ચૂકી છે અને બહુ જ ટૂંક સમયમાં જામનગર જિલ્લાની પ્રજાને અત્યાધુનિક ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી એમ.સી.એચ બિલ્ડીંગ મળશે.
આમ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગની સેવાઓ અવિરત ચાલુ રહી છે અને ડોક્ટરો દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ખૂબ જ સારી દરકાર લેવાઇ રહી છે. હોસ્પિટલ ખાતે પ્રસુતાઓને મદદરૂપ થવા હેલ્પ ડેસ્ક કાર્યરત છે, સગર્ભાઓના ચોકસાઇપૂર્વકના નિદાન માટે સોનોગ્રાફી ચેકઅપ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો સાથે જ ઓછા વજન ધરાવતા  કે અન્ય તકલીફો ધરાવતાં નવજાતો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે ખાસ વોર્ડ સજ્જ છે.

- Advertisement -

સાગર સંઘાણી, જામનગર.

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

ચાંદખેડા ઢોસા ખીરુ કાંડમાં FSL રિપોર્ટ આવ્યો, માતા-પિતાએ હવે ખીચડી-ચોકલેટનું રટણ શરૂ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાયડ તાલુકા સંકલન સમિતિ ની મિટિંગ યોજાઈ.
Next Article રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા  (હકુભા) વોલિબોલ ની રમત ઉપર હાથ અજમાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?