મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મોરબી બાર એસોસિએશનએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય મળી રહે તે માટે હિંમત આપવા તેમની પડખે રહીને આ ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેને કડક સજા મળે તે માટે આરોપીઓનો કેસ એકપણ વકીલ નહીં લડે તેવો નિર્ણય જાહેર કર્યો છે. મોરબી બાર એસોસિએશનના પ્રમુખ જીતુભા જાડેજા અને સેક્રેટરી જે.ડી.આગેચણિયાએ સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે, મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના કાળજુ કપાવી દેનારી હોય અનેક પરિવારના માળા વિખાયા છે. 135 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આવી દુ:ખદ ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હોય મોરબી બાર એસોસિએશનએ હતભાગીઓના પડખે રહીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને આ વકીલ મંડળ દ્વારા આ ઘટનામાં મૃતકોના પરિવારને સાચો ન્યાય મળી રહે અને એકપણ જવાબદાર છટકી ન જાય તે માટે સંવેદના અને માનવતા દાખવીને આ ઘટનાના આરોપીઓનો કેસ મોરબીના એકપણ વકીલ નહીં લડે તેવો તમામ મોરબી વકીલોએ સામુહિક નિર્ણય જાહેર કર્યો છે.
ઝૂલતા પૂલ દુર્ઘટનાના આરોપીઓનો કેસ મોરબીના એકપણ વકીલ નહીં લડે
Follow US
Find US on Social Medias