પેઢીનો કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, બે આરોપીઓ હજુ ફરાર,
ગુનામાં વપરાયેલી કાર સહીત રૂા .5.28 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીને પિસ્તોલ બતાવી 19.56 લાખની લૂંટ આચરનાર આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. શહેરનાં સોની બજારમાં ખત્રીવાડ નજીક ભીચરી નાકા પાસે કેશવ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા પી. મગનલાલ આંગડીયા પેઢીનાં 30 વર્ષ જુના કર્મચારી રજનીકાંત પંડયાને ગત ગુરૂવારે મોડી સાંજે છરી અને પિસ્તોલ બતાવી રૂા. 19.56 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાની ઘટનાનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લઈ ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જો કે લૂંટમાં સીધી રીતે સંકળાયેલા બે આરોપીઓ હજુ હાથમાં આવ્યા નથી. લૂંટનાં માસ્ટર માઈન્ડ તરીકે રાજકોટની જ આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારીનું નામ ખુલ્યું છે. જેણે ટીપ આપી લૂંટ કરાવી હતી.
છેલ્લા ઘણા દિવસથી એ ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની જુદી જુદી ટીમો લૂંટનો ભેદ ઉકેલવા મથતી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજા, પીઆઈ જે.વી. ધોળા અને પીએસઆઈ એમ.જે. હુણે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીઓને આજે ઝડપી લીધા હતાં.