ડિજિટલ ટીકીટ હોવા છતાંય ક્ષત્રિય મહિલાને ફ્લાઈટમાં બેસવા ન દીધા
ક્ષત્રિય મહિલાનું સન્માન જાળવવામાં ક્ષત્રિય મેનેજર નિષ્ફળ: ગેરશબ્દોથી રોષ
- Advertisement -
ડિજિટલ કોપી દેશભરમાં માન્ય છતાંય રાજકોટમાં સ્પાઈસ જેટ- એરવેઝના કર્મચારીની મનમાની સામે થશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વ સાથે કદમ મેળવવા માટે એકતરફ વડાપ્રધાન મોદીજી ડિજિટલ ઈન્ડિયાની વાતને સતત પ્રોત્સાહન આપે છે ત્યારે બીજી તરફ સ્પાઈસ જેટના કર્મચારીએ રાજકોટથી મુંબઈ જતી મહિલા પાસે ટીકીટની શોફ્ટ કોપી હોવા છતાંય ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવાનો ઈન્કાર કરી દેતાં સ્પાઈસ જેટના કર્મચારીની આવી મનસ્વી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદારો સામે ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ શરમજનક ઘટનાની વિગત મુજબ રાજકોટના એક ક્ષત્રિય મહિલા ગત તા. 16-8-2022ના રાજકોટથી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના નિર્ધારીત સમય મુજબ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા. તેમની પાસે એજન્ટ થકી બુક કરાવેલી ક્ધફર્મ ટીકીટની શોફ્ટ કોપી હોવા છતાંય સ્પાઈસ જેટના જવાબદાર મેનેજર શિવરાજસિંહ જાડેજાએ મેન્યુઅલ ટીકીટનો જ આગ્રહ રાખીને તેમને ફ્લાઈટમાં બેસવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.
- Advertisement -
મુસાફર ક્ષત્રિય મહિલાએ તેમનું મુંબઈ જવું જરૂરી હોય મેનેજરને ક્ધફર્મ ટીકીટના લિસ્ટમાં નામ ચેક કરી લેવા ઉપરાંત જરૂરી આઈ.ડી. પ્રુફ પણ બતાવવા છતાંય મેનેજર ટસના મસ થયા ન હતાં. એરપોર્ટ ઉપર તૈનાત સીઆઈએસએફના કર્મચારીનો આવો કોઈ આગ્રહ ન હોવા છતાંય જેટના કર્મચારીના હઠાગ્રહના કારણે મહિલા મુસાફરી કરી શક્યા ન હતાં. એટલું જ નહીં ટીકીટ અન્ય ફ્લાઈટમાં ક્ધવર્ટ કરવાની કે રીફંડ આપવાની વાતને પણ સ્વીકારવામાં આવી ન હતી. ઉલ્ટાનું ક્ષત્રિય મહિલા સાથે ગેરવર્તન પણ કર્યું હોવાનું જણાવાયું છે.
મહિલા મુસાફરની એકપણ વાત જક્કી વલણ ધરાવતાં મેનેજરે ન સ્વીકારતા ફ્લાઈટ રવાના થઈ જતાં અંતે મહિલા મુસાફરે મેનેજરને તેમના પરિચિત સાથે વાત કરાવતાં ફોનમાં પણ કર્મચારીએ મુસાફર અંગે એલફેલ શબ્દો બોલતાં રોષ ફેલાયો છે. મુસાફર મહિલા અને મેનેજર બંને ક્ષત્રિય સમાજના હોવા છતાંય ક્ષત્રિયોની ગરિમાને લાંછન લગાડે તેવા આ વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્પાઈસ જેટનાં મેનેજર શિવરાજ જાડેજાનું ભયંકર ગેરવર્તન: ક્ષત્રિયપણું લજાવ્યું
આ આખી ઘટનામાં જો સૌથી ભૂંડી ભૂમિકા કોઈએ ભજવી હોય તો એ છે- સ્પાઈસ જેટનાં રાજકોટ ખાતેનાં મેનેજર શિવરાજ જાડેજા. તેણે ક્ષાત્રધર્મ ભૂલીને પોતાનાં જ સમાજની મહિલાનું અપમાન કર્યું હતું અને અત્યંત ગંદી-હલકી ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. તસવીરો પરથી ‘શોખીન જીવડાં’ લાગતાં શિવરાજે માત્ર ક્ષાત્રધર્મનું જ નહીં, માનવધર્મનું પણ ભયાનક અપમાન કર્યું છે. શિવરાજની આવી હરકતો ક્ષત્રિય સમાજમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે અને ચોમેરથી તેનાં પર ફિટકાર વરસી રહ્યો છે.
એરલાઈન્સનું ઓવર બુકિંગ?
મુસાફરોમાં ચર્ચાતી વિગત મુજબ મુસાફરોનો ધસારો હોય ત્યારે એરલાઈન્સ દ્વારા ઓવર બુકીંગ કરવામાં આવે છે અને છેલ્લી ઘડીયે આવા કોઈ ને કોઈ બહાના હેઠળ અમુક મુસાફરોને ક્ધફર્મ ટીકીટ હોવા છતાંય ફ્લાઈટમાં બેસવા દેવાતા નથી. આ મામલે પણ જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે.