ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
રાજકોટ ઝૂ ખાતે તા.01/04/2017ના રોજ ચીંકારા હરણ – 03 (01 નર તથા 02 માદા) વન્યપ્રાણી વિનીમય અંતર્ગત સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી મેળવવામાં આવેલ. ચીંકારા હરણને અહીનું કુદરતી જંગલ સ્વરરૂ5નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે ચીંકારાની બન્ને માદાઓ દ્વારા બચ્ચાને જન્મ આપતા કુલ 02 (બે) બચ્ચાઓનો જન્મ થયેલ છે. હાલ આ બન્ને બચ્ચાં એક માસના થઇ ગયેલ છે અને બન્ને બચ્ચા તંદુરસ્તૂ હાલતમાં છે.
- Advertisement -
ચીંકારા હરણ ગુજરાતમાં ગિર, ગિરનાર, હિંગોળગઢ, કચ્છના નાના-મોટા રણ જોવા મળે છે. આ ઉપરાંત ભારતના ઘણા ભાગોમાં, બાંગ્લાદેશ, ઇરાન અને પાકિસ્તાનના અમુક ભાગમાં જોવા મળે છે. મુખ્યત્વે ખુલ્લા અને ઘાસીયા મેદાનો, ઓછી ઝાડીવાળા અને કાંટાળા વિસ્તાર વધુ પસંદ કરે છે. આ ઉપરાંત નદી-નાળા, ડુંગરાળ વિસ્તાર અને રણ વિસ્તારની ટેકરીઓમાં જોવા મળે છે.