મુખ્યમંત્રી ગેહલોતે સચિન પાયલોટ પર સરકાર પાડી દેવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મુકતા હલચલ
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સર્જાઇ છે અને જેનો કોઇ અંત દેખાતો નથી ત્યાં જ રાજસ્થાનમાં રાજકીય બબાલ શરૂ થઈ ગઈ છે અને બેઠકોના દોર શરૂ થઈ ગયા છે કારણ કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો જંગ ફરીથી આક્રમક બની ગયો છે. મુખ્યમંત્રી ગહેલોતે સચિન પાયલટ પર એવો આરોપ મૂક્યો છે કે રાજસ્થાનની સરકારને પાડી દેવાના કાવતરામાં સામેલ રહ્યા છે. આ પ્રકારના નિવેદનને પગલે રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે અને બેઠકોના દોર પણ શરૂ થઈ ગયા છે. પાછલા લાંબા સમયથી આ બંને નેતાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે પરંતુ ખુલ્લમખુલ્લા એકબીજાની સામે અત્યાર સુધી તેઓ આવ્યા ન હતા પરંતુ હવે સામસામે આવી ગયા છે અને ગંભીર પ્રકારના આરોપ નું આદાન-પ્રદાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડની ચિંતામાં પણ વધારો થયો છે. 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હવે સવા વર્ષ જેવો સમય બાકી રહ્યો છે ત્યારે બંને વચ્ચે ખુલ્લમખુલ્લા જંગ નહીં કરવાની પરંપરા તૂટી રહી છે અને રાજસ્થાની સરકારને પાડી દેવાના કાવતરામાં સચિન પાયલટ પણ સામેલ છે તેવા આરોપોને પગલે ભારે હલચલ મચી ગઈ છે અને બંને કેમ્પમાં બેઠકોના દોર શરૂ થઈ ગયા છે.