કુવાડવાની સરદાર સ્કૂલની દાદાગીરી, ચેક નહીં રોકડ જ સ્વીકારીશું કહી વિદ્યાર્થીને પેપર ન આપવા દીધું
પિતાએ કલેક્ટરને આવેદન પાઠવી સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ
- Advertisement -
રાજકોટ જિલ્લાના કુવાડવા ગામની ખાનગી સ્કૂલની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે.સ્કૂલના સંચાલકો દ્રારા અવારનવાર વાલીઓ પર ફી ભરવા દબાણ કરીને જાત જાતની મુશ્કેલીઓ ઉભી કરી રહ્યુ છે. કોરાના મહામારીને લીધે લોકો આર્થિક મંદી, બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સરદાર સ્કૂલે હદ વટાવી હતી. તા. 21 એપ્રિલના રોજ ધ્રુવ ચાવડા નામના વિદ્યાર્થીની ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીએ પિતાને ફોન કરી આત્મહત્યાનું કહેતા ચકચાર મચી છે. જેને લઈને વિદ્યાર્થીના પિતાએ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધ્રુવ અનુભાઈ ચાવડા ઉમર વર્ષ 14 જે રાજકોટ તાલુકાના કુવાડવા ગામે સરદાર સ્કુલ કુવાડવામાં એલ.કે.જી. થી અભ્યાસ કરે છે. અને હાલમાં ધોરણ 8-બીમાં અભ્યાસ કરે છે. જેની સ્કૂલ ફી 12750 જેટલી બાકી છે. એને વાહન ભાડુ પણ બાકી છે. સ્કૂલે વાલીને જણાવ્યા મુજબ ફી સાથે વાહન ભાડુ માસિક રૂા.900 લેખે ચાર મહિનાના રૂ5.3600/ થતા હોય જેના કારણે સ્કુલમાંથી કાગળમાં રૂા.6 300/- ભરપાઈ કરવા જણાવેલ છે. વધારાના રૂમ.2700 રૂપિયા વાહન ભાડા પેનલ્ટી ખર્ચ ચડાવીને કુલ રૂપિયા 19050 ભરવાનો કાગળ વાલી મારફતે મોકલેલ હોવાથી રૂપિયા 2700 ખોટા પેનેલ્ટી પેટે રૂપિયા બાદ કરીને રૂમ.16350 રૂપિયાનો ચેક મોકલાવ્યો હતો.
જો કે, 21 એપ્રિલે ગણિતના પેપર સમયે સ્કૂલ સંચાલકોએ ચેક નહીં અને રોકડા આપવાનું કહેતા વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને ગામની એક દુકાને જઈને પિતાને આત્મહત્યા કરવા જાય છે તેવું કહેતા પિતા આશ્ચર્યમાં મુકાયા હતા. અને દુકાનદારને ફોન પર કહ્યું હતું કે, હું આવુ નહીં ત્યાં સુધી ત્યાંથી જવા ન દેતા. ત્યારબાદ ધ્રુવને સમજાવીને ઘરે લઈ ગયા હતા. ત્યારે આજે પિતા અનુભાઈ ચાવડાએ કલેક્ટરને આવેદન પાઠવી સરદાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.