પોલીસ હેડ ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હતો
બી ડીવીઝનનાં P.I.એ રેઇડ કરી કર્યો પર્દાફાશ, 4ની અટક કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી પોલીસ કર્મચારીની પત્ની જુગાર રમાડતા હોવાની બી ડીવીઝન પોલીસને બાતમી મળતી હતી. બાતમીનાં આધારે રેઇડ પાડી જુગાર રમતા પોલીસ કર્મીનાં પત્ની સહિતની 4ની અટક કરી હતી અને રૂપિયા 46,150નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં જ જુગારધામ ચાલતું હોય અને પોલીસે પર્દાફાશ કરતા પોલીસન બેડામાં ભારે ચર્ચા જાગી હતી.
રાજકોટ પોલીસનો ઇતિહાસ ખરડાઇ ગયો છે. રોજબરોજ નવા ખુલ્લાસા થતા રહે છે. દારૂ ભરેલા ટ્રક અને તેના ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ રાજકોટ પોલીસ હવાલા કાંડમાં આવી ગઇ છે. પોલીસની આ પ્રકારની કરતુતથી લોકોને પોલીસ પરથી વિશ્ર્વાસ ઉઠી રહ્યો છે. પોતાને પોલીસ પાસે સુરક્ષીત માનતા નથી. રાજકોટ પોલીસની હવા જૂનાગઢ પોલીસને પણ લાગી હોય તેવું લાગી રહ્યું છે.જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરમાં જ જુગારધામ ચાલતું હતું અને પોલીસ કર્મચારીનાં પત્ની જ જુગાર રમાડતા હતાં. પોલીસે રેઇડ પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. બનાવતી મળતી વિગત મુજબ જૂનાગઢ બી ડીવીઝન પોલીસનાં પીઆઇ આર.એસ.પટેલ અને નીતીનભાઇ નામદેવભાઇ, નિપુણભાઇ ગોવિંદભાઇ સોનારા, પૃથ્વીસિંહ જયવંતસિંહ રાયજાદા,મોતીબેન ગાગાભાઇ ઓડેદાર સહિતનાં પોલીસ સ્ટેશને હાજર હતાં.ત્યારે બાતમી મળી કે,જૂનાગઢ જયશ્રી રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર બી 01 લાઇન બ્લોક નં.09માં રહેતા પોલીસ કર્મચારી રમેશગીરી પ્રેમગીરી અપારનાથીનાં પત્ની ગૌરીબેન રમેશગીરી અપારનાથી પોતાનાં ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલનાં પૈસા ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.બાદ પોલીસને નાયબ પોલીસ અધિક્ષક પાસેથી ખાસ વોરંટ મેળવ્યું હતું. અને બી ડીવીઝન પોલીસ સ્ટાફ હેડ ક્વાર્ટર પહોંચ્યો હતો.
- Advertisement -
વાહનો દુર રાખી ચાલી હેડ ક્વાર્ટર બી 01 લાઇન બ્લોક 09માં પહોંચ્યાં હતાં. અહીં દરવાજો અડધો ખુલ્લો હતો. પોલીસે અંદર પ્રવેશ કરતા જુગાર રમતા હતાં. પોલીસે જુગાર રમતા ગૌરીબેન રમેશગીરી અપારનાથી, ઝાઝીબેન ભીમાભાઇ ઓડેદરા, મનહરસિંહ કરશનભાઇ દયાતર, લાલચંદ નાનાલાલ મડીયાની અટક કરી હતી. તેમજ પોલીસને નાલનાં રૂપિયા મળી 46150નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ સામે બી ડીવીઝન પીઆઇ આર.એસ. પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જુગારધામ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ પોલીસને દાગ લગાડનાર આવા પોલીસ કર્મી સામે પોલીસ બેડામાં કચવાટ જોવા મળ્યો હતો.


