24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 275થી વધુ સેન્ટર્સ
હજારો વિદ્યાર્થીઓના ડોકટર અને આઈઆઈટીયન બનવાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બનવા દેશના વિવિધ હિસ્સાઓમાં પોતાના નેટવર્કને વિસ્તારવાના ઉદ્દેશને આગળ ધપાવતાં ટેસ્ટ પ્રિપેરેશન સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર આકાશ+બાયજૂસે આજે ગુજરાતના રાજકોટમાં તેના પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવા સેન્ટરમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે 12 કલાસરૂમ રહેશે.
ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઝેડબ્લ્યુની સામે ઓરિઓન સ્થિત આકાશ-બાયજૂસનું ક્લાસરૂમ સેન્ટર મેડિકલ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષાઓના અભ્યાસક્રમોની સાથે-સાથે ફાઉન્ડેશન સ્તરના અભ્યાસક્રમોની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને સેવા આપશે. આ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ઘાટન આકાશ+બાયજૂસના રિજનલ ડાયરેકટર અમિત સિંઘ રાઠોર સાથે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન અંગે પ્રતિક્રિયા આપતાં મેનજિંગ ડાયરેકટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટમાં નવું ક્લાસરૂમ સેન્ટર ઓલિમ્પિયાડસ પાસ કરવા તેમજ ડોકટર અને આઈઆઈટીયન બનવા માટે તૈયારી કરતાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે.


