આલિયા ભટ્ટ આજે 29 વર્ષની થઈ ગઈ છે. આલિયા ભટ્ટનો આજે જન્મ દિવસ છે, એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આલિયા અને રણબીર આવતા મહિને એટલે કે એપ્રિલમાં શિમલાની હોટલમાં લગ્ન કરી શકે છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

- Advertisement -
આલિયા ભટ્ટ પાસે ઘણી એવી ફિલ્મો હતી જેને તેણે રિજેક્ટ કરી છે. આમાંથી કેટલીક સુપરહિટ તો કેટલીક સુપરફ્લોપ બની. તો જોઈએ એ કઈં કઈ ફિલ્મો હતી.
ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ આલિયાએ સોશિયલ મીડિયા પર તેનો ‘વેગન બર્ગર’ ખાતો એક વીડિયો શેર કર્યો હતો. આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરે સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેની સ્ક્રિપ્ટની પસંદગી અદ્ભુત છે. તે ફિલ્મમાં તેના પાત્રના મહત્વને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ ફાઇનલ કરે છે. આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહેલી આલિયા ભટ્ટ પાસે ઘણી એવી ફિલ્મો છે જેને તેણે રિજેક્ટ કરી છે. આમાંથી કેટલીક સુપરહિટ તો કેટલીક સુપરફ્લોપ બની. તમે આલિયાની બિગ બેનરની રિજેક્ટ થયેલી ફિલ્મો પર પણ નજર રાખી શકો છો.
શેર શાહ- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર શેરશાહ સૌપ્રથમ આલિયા ભટ્ટને ઓફર કરવામાં આવી હતી. પરંતુ આલિયાએ તારીખોના અભાવે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. કિયારા અડવાણી બાદમાં આ ફિલ્મનો હિસ્સો બની હતી.
- Advertisement -

બેલ બોટમ- અક્ષય કુમાર સ્ટારર બેલ બોટમ પણ સુપરહિટ ફિલ્મ છે. આલિયા ભટ્ટે આ ફિલ્મ પણ કરવાની ના પાડી.
સાહો- બાહુબલી પછી બધાની નજર પ્રભાસની સાહો પર ટકેલી હતી. પરંતુ અભિનેત્રીએ આ ફિલ્મ કરી ન હતી. પ્રભાસની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને ફાઈલ કરવામાં આવી હતી.
નીરજા- નીરજા એક ફ્લાઈટ એટેન્ડન્ટના જીવન પર આધારિત ફિલ્મ હતી, જેમાં આતંકવાદીઓ દ્વારા ફ્લાઈટને હાઈજેક કરવામાં આવે છે. પરંતુ, નીરજા લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે આલિયા ભટ્ટને આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
ગોલમાલ અગેઇન – દરેક અભિનેત્રી રોહિત શેટ્ટીની ફિલ્મનો ભાગ બનવા માંગે છે. પરંતુ આલિયાએ તેની ‘ગોલમાલ’ને પણ ફરીથી ના પાડી દીધી હતી.
ઠગ્સ ઑફ હિન્દુસ્તાન – આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ને ઘણી હાઈપ હતી. આલિયાએ આમિર ખાનની ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો, આ સમય તેની કારકિર્દીની શરૂઆતનો હતો. જો કે તેનું કારણ બહાર આવ્યું નથી.
![✓[700+] Alia Bhatt Latest Hot Photoshoot Photos HD HD Wallpapers (Desktop Background / Android / iPhone) (1080p, 4k) (1080x1620) (2022)](https://cdn.mwallpapers.com/photos/celebrities/alia-bhatt/alia-bhatt-latest-hot-photoshoot-photos-hdhd-wallpapers-desktop-background-android-iphone-1080p-4k-svtuj.jpg)
રાબતા – સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ રાબતામાં કૃતિ સેનન પહેલા આલિયા ભટ્ટને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે ફિલ્મ નકારી કાઢી.
આલિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. તેના જન્મદિવસ પર આલિયાએ તેની બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે શહેરથી દૂર સમય પસાર કરવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે,આલિયા તેનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવી રહી છે. અહેવાલો મુજબ રણબીર તેની સાથે આ સેલિબ્રેશનમાં જોડાય, પરંતુ હાલમાં તે તેના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

ગંગુબાઈની સફળતા બાદ, આલિયાની તમિલ ફિલ્મ RRR પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મથી આલિયા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.


