ખાસ-ખબરમાં મહિલા દિવસની ખાસ ઉજવણી
ચોથી જાગીરને સાચા અર્થમાં પરિપૂર્ણ કરીને અનોખું અને આગવું કરવાની લગન સાથે કાર્ય કરતાં ખાસ – ખબર સાંનિધ્ય દૈનિકએ 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ અનોખી અને આગવી રીતે કરી છે. વિવિધ ક્ષેત્રોની ચૂનંદા મહિલાઓ ખાસ ખબરની ખાસ ગેસ્ટ એડીટર બનીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ખાસ ખબરમાં ખાસ ગેસ્ટ એડીટર બનીને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તૃપ્તિ ગજેરા, ફેશન ડિઝાનર બોસ્કી નથવાણી, ડો. ખુશબુ ડોડિયા, પી.આઈ સેજલ પેટલ, બ્યુટીશિયન અનિતા નેનુજાએ પ્રેરક હાજરી આપી હતી.

- Advertisement -
ગેસ્ટ એડીટરોએ ખાસ ખબર અખબારની આ અનોખી પહેલને બિરદાવી હતી તેમજ ખાસ ખબર દૈનિકમાં પ્રકાશિત કરતાં અહેવાલોની સચોટ સત્ય સાથેની વિશેષતાઓને વખાણી હતી. આ ઉપરાંત ખાસ ખબર સ્ટાફ દ્વારા ખાસ ગેસ્ટ એડીટરોનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા શક્તિએ કેક કટીંગ કરીને એકબીજાને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલાની આંખમાં જ એટલો ખોફ હોવો જોઈએ કે કોઈ આંખ ઉઠાવીને જોવાની હિંમત ન કરે : PI સેજલ પટેલ
ખાસ ખબરના ખાસ એડીટર બનેલાં મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ સેજલ પટેલે મહિલા દિવસ પર યુવતીઓને સંદેશો આપતાં કહ્યું હતું કે મહિલાઓની આંખમાં જ એટલો ખોફ હોવો જોઈએ કે કોઈ નજર ઉઠાવીને તમારી સામે ન જુએ. તમે કમજોર નથી તમે સશક્ત જ છો. બસ જરૂર છે થોડું સંભાળીને રહેવાની. કોઈપણ વ્યક્તિ પર સરળતાથી ભરોસો ન કરો. સમજી પરખીને અજાણી વ્યક્તિ સાથે વાત કરો. પજવણી કરતાં લોકો સામે સમાજનો ભય રાખ્યા વિના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો.
સ્વતંત્રતા સ્વછંદતા ન બને તેનું ધ્યાન દરેક મહિલાઓ રાખવું જોઈએ : તૃપ્તિ ગજેરા
શિક્ષા થકી સમાજને શિક્ષિત કરતાં ક્રિષ્ના ઈન્ટરનેશલ સ્કુલના મેનેજીંગ ડાયરેકટ અને ખાસ ખબરના ગેસ્ટ એડીટર તૃપ્તિ ગજેરાએ મહિલા દિન અંગે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, મહિલાઓમાં અનેક શક્તિઓ સમાયેલી છે. એ શક્તિઓને પરખીને બહાર લાવવાનું કામ આપણું છે. અમે શાળાઓમાં પણ વેલ્યુ એજ્યુકેશનના ભાગરૂપે છોકરા અને છોકરીઓને એકબીજા માટે સન્માન સાથે સમાનતાંના પાઠ શીખવીએ છીએ. વર્કિંગ મહિલાઓ માટે એટલું કહીશ કે સ્વતંત્રતા સ્વછંદતા ન બને તેનું ધ્યાન મહિલાઓએ રાખવું જોઈએ. ખાસ ખબર સાંધ્ય દૈનિકની કામગીરી કાબિલેદાદ છે. હકિકતોને બંને બાજુ તપાસીને અહેવાલ પ્રકાશિત કરવાનું કામ ચોથી જાગીરને સાચા અર્થમાં ફળીભૂત કરે છે.
- Advertisement -

મહિલાએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ : ડૉ. ખુશ્બુ ડોડિયા
ડેન્ટલ ડેન્ટીસ્ટ અને ખાસ ખબરના ગેસ્ટ એડીટર ડો. ખુશ્બુ ડોડીયાએ કહ્યું કે દરેક મહિલાઓએ પરિવારની સાથે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં એક કલાક તો પોતાના સ્વાસ્થ્ય માટે કાઢવી જ જોઈએ. આ ઉપરાંત ખુશ્બુ ડોડીયા પોતાના મનગમતાં શોખ સાઈકલીંગ કરવાના ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધેલા છે. તેમણે મહિલાઓને પણ સંદેશો આપતાં કહ્યું કે મહિલાઓએ પણ સ્વાસ્થ્ય વર્ધક શોખ વિકસાવીને આગળ વધવું જોઈએ. ડો.ડોડીયા વિદેશમાં ચાલતાં ઓર્ગેનાઈઝેશનના સાઈકલીંગ પ્રોજેક્ટ હેઠળ 200 થી 500 કિલોમીટર જેટલું વર્ષ ભરમાં સાઈકલીંગ કરે છે. વર્ષ 2017માં સાઈકલીંગનો ટ્રેક પૂર્ણ કરીને પૂરા સૌરાષ્ટ્રમાં ડો. ખુશ્બુ ડોડીયાએ બહુમાન પ્રાપ્ત કર્યું હતું.
શિક્ષણ તમને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત આપે છે : બોસ્કી નથવાણી
ખાસ ખબરના ગેસ્ટ એડીટર અને શહેરના જાણીતા ફેશન ડિઝાઈનર બોસ્કી નથવાણીએ મહિલાઓને શિક્ષિત થવાની વાત પર ભાર મુકતાં જણાવ્યું કે, મારા દાદી કહેતાં તે જ્ઞાન જ ઠાઠડી સુધી જાય છે. તેથી દરેક મહિલાએ શિક્ષિત થવું જરૂરી છે. શિક્ષા તમને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપે છે. મારી સંસ્થામાં વર્ષમાં 100 થી વધુ મહિલાઓ ડિઝાઈનર બનવાની તાલીમ લે છે. આજે પગભર બનીને પરિવારને પણ મદદ કરે છે. પરિવારે પણ દીકરીઓની ઈચ્છાને સમજવી જોઈએ. નાની વયમાં લગ્ન કરીને સાસરે મોકલી દેતાં માતા-પિતાએ પહેલાં તેને બધી રીતે સક્ષમ બનાવી જોઈએ. મુશ્કેલ પરિસ્થિતિમાં આર્થિક ઉપાર્જન કરી શકે તેટલી સક્ષમ બનાવી જ જોઈએ અને પછી તેના લગ્નનો વિચાર કરવો જોઈએ.
આજે મહિલાની સહાયથી જ હું આટલી સફળ બ્યુટીશિયન બની છું : અનિતા નેનુજી
મહિલા જો અન્ય મહિલાની સહાય કરે તો અનેક મહિલાઓ સશક્ત મહિલા તરીકે સમાજમાં ઉભરી આવીને સફળતાના શિખરો પાર કરી શકે છે તેમ ખાસ ગેસ્ટ એડીટર અને બ્યુટીશીયન અનિતા નેનૂજાએ કહ્યું હતું. આજે એક મહિલાની સહાયને કારણે જ એક સફળ મહિલા બ્યુટીશિયન તરીકે હું સફળ થઈ છું. મારા સંઘર્ષ અને સફળતામાં મહિલાનો જ વિશેષ ફાળો છે. તેથી એ જ કહીશ કે મહિલાઓ અન્ય મહિલાને મદદ કરવા આગળ આવે. મારી દીકરી પણ મારા બ્યુટીશિયન વ્યવસાયમાં જોડાયેલી છે. તેને નાનપણથી જ ટ્રેનિંગ આપીને સક્ષમ બનાવી છે કે તે નાની ઉંમરથી શીખીને આગળ જતાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે. દરેક માતા-પિતાએ પોતાના સંતાનોની આવડતોને પારખવી જોઈએ અને એ દિશામાં સંતાનોને આગળ વધારવા જોઈએ.
પારિવારીક સંઘર્ષો વચ્ચે સફળ બિઝનેસ વુમન થવું ચેલેન્જીંગ હતું : જલ્પા રાઠોડ
સિલ્વર ટ્રી ઈવેન્ટ નામની કંપની ચલાવતાં ઈવેન્ટ મેનેજર જલ્પા રાઠોડે મહિલા દિવસ પર સંદેશો આપતાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે આજે પારિવારીક સંઘર્ષો મેં સફળતાપૂર્વક પાર કરી પોતાને બિઝનેસ વુમન તરીકે પ્રસ્થાપિત કરીને ખાસ ખબરની ગેસ્ટ એડીટર તરીકે હું આ કાર્યાલયમાં ઉપસ્થિત થઈ છું. મેં ઈવેન્ટ મેનેજનેન્ટ શીખવા માટે ઘણી જગ્યાએ ઈન્ટર્નશીપ કરી છે. પેપર ક્રાફટ થી શરૂ કરેલી ઈવેન્ટ મેનેજનેન્ટ ક્ષેત્રમાં આજે હું ઘણી આગળ વધી ગઈ છું. એબનોર્મલ બાળકો માટે હું વિશેષ સ્નેહ ધરાવું છું અને તેમના માટે વિશેષ ઈવેન્ટનું આયોજન પણ કરૂં છું. મહિલાઓ દરેક સંઘર્ષોને પાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં હું ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલી છું અને અનેક લોકોને ગુજરાન આપી રહી છું. પોતાના સ્વપ્નો માટે હિંમત હાર્યા વગર લડતાં રહેશો તો અચૂક સફળ થશો.
મહિલા દિનની કેક મહિલા દ્વારા જ બનાવવામાં આવી

ખાસ ખબર મહિલા દિવસની કેક મહિલા દ્વારા જ બનાવવામાં આવી હતી. 2 વર્ષથી યમી દિપ્તી ડેન કેક શોપ ચલાવતાં દિપ્તી આડેસરાંએ કેક બનાવવાની પ્રેરણા પોતાના માતા પાસેથી લીધી છે. કેક બનાવવામાં હું હાઈજીનનો ખૂબ ધ્યાન રાખું છું અને પ્યોર એગલેશ બનાવું છું. મહત્વની વાત એ કે હું કેક સ્ટોરેજમાં રાખતી નથી. ઓર્ડર આવે એ મુજબ કેક બનાવી આપું છું. મહિલાઓને સંદેશો આપતાં તેમણે ખાસ ખબરને જણાવ્યું હતું કે, દરેક મહિલાએ કોઈને બતાવવા માટે નહીં પરંતુ પોતાના માટે પગભર થવું જોઈએ. મારા પતિ પણ મને ખુબ સહકાર આપે છે. પરિવારને સાથે રાખીન સફળ થવાનો આનંદ જ અલગ હોય છે. હું મારી બંને દીકરીઓને પણ પગભર બનાવવા ઈચ્છું છું.


