6 માર્ચથી એક અઠવાડિયા સુધી રંગોળી, ડિબેટ, વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે, વુમન સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાશે : ઈશ્વરીયા પાર્કના ડેવલપમેન્ટ માટે પ્રવાસન વિભાગને કરી રજૂઆત.
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય વુમન ડે ઉજવવામાં આવે છે તે અંતર્ગત સમગ્ર દેશમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં પણ 5 થીમ અંતર્ગત મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. જિલ્લા કલેક્ટર મહેશ બાબુએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, 6 માર્ચથી એક અઠવાડિયા સુધી મહિલા દિવસની ઉજવણી થશે.
જેમાં રંગોળી, ડિબેટ સ્પર્ધા, વુમન એમ્પાવર અને સેફ્ટી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં મહિલાઓ, યુવતીઓ તથા બાળકો પણ ભાગ લેશે. સ્પર્ધામાં સારો દેખાવ કરનારને સન્માનિત પણ કરવામાં આવશે. મહિલા દિવસની ઉજવણીને લઈને વહીવટી તંત્રએ થીમ તૈયાર કરી છે જેમાં દીકરો-દીકરી સમાન, સેવ ધ ગર્લ ચાઈલ્ડ, વુમન એટ વર્ક તથા અભયમ અને નિર્ભયા ટીમના ઉત્કૃષ્ટ ઓફીસરનું સન્માન પણ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ યુક્રેનમાં રાજકોટ ગ્રામ્યમાંથી કુલ 53 વિદ્યાર્થીઓ આવવાના બાકી છે જ્યારે 16 વિદ્યાર્થીઓ અહીં આવી ગયા છે અને આજે 3 વિદ્યાર્થીઓ યુક્રેનથી રાજકોટ પરત આવશે. હાલ તેઓ પોલેન્ડ બોર્ડર સુધી આવી ગયા છે. જ્યારે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. જેમાં તમામ જિલ્લાના સરપંચને સંબોધિત કરશે. અને 12 માર્ચે શરૂ થનાર ખેલ મહાકુંભનો પ્રારંભ કરશે. આ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાના 600થી 700 વિજેતાઓ લેશે.
ઘેલા સોમનાથ અને ઓસમ ડુંગરને વિકસાવવા સરકારમાં દરખાસ્ત
- Advertisement -
રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળ જેવા કે, ઘેલા સોમનાથ અને ઓસમ ડુંગરને વિકસીત કરવામાં આવશે જેના માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ઘેલા સોમનાથ જે લોકોની આસ્થાનું પ્રતીક છે ત્યાં હોટેલ, ગેસ્ટ હાઉસ, વોકિંગ ટ્રેક બને અને ઓસમ ડુંગર પર એડવેન્ચર પાર્ક અને માઉન્ટેન ક્લાઈમ્બિંગ કરી શકે તે માટેની રજૂઆત કરવામાં આવી છે.


