એક બાજૂ જયાં ગેસ સિલેન્ડર અને દૂધના ભાવ મોંઘા થઈ રહ્યા છે, તો વળી આ તમામની વચ્ચે દાળના ભાવમાં ઘટાડો આવ્યો છે.
દાળની કિંમતમા આવેલો આ ઘટાડાથી સામાન્ય માણસોને થોડીક રાહત મળશે. મગ અને અડદ સહિત કેટલીય દાળની કિંમતમાં કાપ મુકાયો છે. મગ દાળના અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત એક વર્ષ પહેલા આ જ સમયે ચાર રૂપિયાથી ઘટીને 102.36 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયા હતા. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ જાણકારી આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ગત વર્ષે 28 ફેબ્રુઆરીએ મગ દાળની છૂટક કિંમત 106.47 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.


