By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 minute ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    24 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    7 minutes ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    27 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    46 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો એ મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો એ મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ
ગુજરાત

500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો એ મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ

Khaskhabar Editor
Last updated: 2022/02/22 at 10:45 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની ચાલ: રૂપાણી

500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે

- Advertisement -

કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાંચને ક્યારેય આંચ આવતી નથી

શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય

કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે?

- Advertisement -

કોંગ્રેસનાં તમામ આક્ષેપોનો સોઈ ઝાટકી ને ઠેઠ અમેરિકાથી જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ કર્યો છે જે આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજયભાઈ રૂપાણીએ અમેરિકાથી જણાવ્યું છે કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી, આજ સુધી પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું દેખાતું જ નથી. કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાચને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાંક સમયથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખોટો આક્ષેપ લગાવ્યો છે, કોંગ્રેસ નેતાઓએ કરેલો બિનપાયાદાર આક્ષેપ તદ્દન જુઠ્ઠો છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે ગોટાળાને કોઈ સ્થાન જ નથી, કશું ખોટું થયાનો સવાલ જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છે.

મારે જેની સાથે કશું લાગતુંવળગતું જ નથી તેવા વર્ષો જૂના નેપાળી આત્મવિલોપન કેસમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, જે અરજી હાઈકોર્ટે વખતોવખત નકારી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં પણ મને બદનામ કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં પણ મારી કોઈ ભૂમિકા કે મારા પર થયેલા આક્ષેપ સાચા સાબિત થયા નથી. અને હવે આ 500 કરોડનું કૌભાંડ કર્યાનો તદ્દન પુરાવા વિહોણો આક્ષેપ કરી કોંગ્રેસ માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે, કોંગ્રેસ પાસે પહેલા પણ મુદ્દા ન હતા, આજે પણ મુદ્દા નથી એટલે ફક્તને ફક્ત મનફાવે તેવો બકવાસ કરે છે.

જો કોંગ્રેસે કરેલા બેબુનિયાદ આક્ષેપની વાત કરવામાં આવે તો, રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે મેં રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ કરી છે. રેસિડેન્શિયલ ઝોનમાં ગડબડ થવાની શક્યતા હોય છે. એગ્રીકલ્ચર કે ઈન્ડસ્ટ્રીયલ ઝોનને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવે તો ગડબડ થવાની શક્યતા હોય છે. ઔદ્યોગિક રાજકોટના વિકાસ માટે મેં જે મંજૂરી આપી છે તે જુદી છે. રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ થઈ છે, ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરબદલ થઈ નથી. શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે. આ સિવાય કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે? આટલું જ નહીં પરંતુ મેં ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું કરીશ પણ નહીં એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું.

મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 400 ટીપી સ્કીમ બનાવી છે, 40 જેટલા ડી.પી. – ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. અબજો રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો પણ નથી અને થવા પણ નથી દીધો. આટઆટલા જનસેવાના પ્રજાકીય કાર્યો પછી મેં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું છે તેવું કોઈ કહી શકે તેમ નથી, સહારાએ યુપીએની સરકારમાં ગોટાળા કર્યા છે, કોંગ્રેસ સરકારમાં સહારાએ કરેલા ગોટાળા કોંગ્રેસને દેખાતા નથી અને હવે મુદ્દાઓ નથી એટલે સહારાનું નામ લઈ ખોટી આક્ષેપબાજી કરે છે. ભાજપ સરકારે સહારા પાસેથી 25 હજાર કરોડ રૂપિયા ભરાવ્યા છે. જે-તે વખતે દેશભરમાં પણ એકસો જેટલી જગ્યાએ જમીનો સહારાએ ખરીદી હતી. પાછળથી તેમના પ્રોજેક્ટ – સ્કીમ પૂરા થયા નહીં અને લોકોએ તે જમીનો ખરીદી તેના પૈસા પણ જમીન ખરીદદારોએ સીબીમાં ભર્યા છે, સહારાને નથી આપ્યા.

અંતમાં ફરી મારે એટલું જ કહેવું છે કે, એગ્રીકલ્ચર ઝોનની કોઈ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવે તો તેની કિંમત વધી જાય અને કૌભાંડની શક્યતા રહે પરંતુ આ જમીન રેસિડેન્શિયલ ઝોનમાં આવેલી હતી અને તેને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવેલી છે. રેસિડેન્શિયલની જમીનના ભાવ હંમેશા ઈન્ડસ્ટ્રીયલ જમીનના ભાવ કરતાં વધારે હોય છે તેથી આ પ્રકારના ઝોન ફેરબદલને કૌભાંડ કહી શકાય નહીં. રાજકોટમાં નવાગામ માલીયાસણમાં ઈન્ડસ્ટ્રીઝ વધુ આવેલી છે તેથી રાજકોટમાં વધુ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તે માટે રેસીડેન્સીયલ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવેલી હતી. વળી, જમીનની કુલ બજાર કિંમત 75 કરોડ આસપાસ છે તેથી 500 કરોડના કૌભાંડની વાત હાસ્યાસ્પદ છે. જન્મજાત કૌભાંડ કરવા ટેવાયેલી કાંગ્રેસને દરેક વાતમાં કૌભાંડ દેખાય છે. કૌભાંડો રાતોરાત થતા હોય છે જ્યારે આ આખા મામલામાં રૂડાએ ૨૦૧૮માં આ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા ઠરાવ કરેલો અને જુન ૨૦૨૧માં અઢી વર્ષ બાદ કાયદાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ઝોન ફેર કરવામાં આવ્યો છે તેથી એક કોડીનું પણ કૌભાંડ થયું હોવાનો કોઈ પ્રશ્ન જ નથી એવું પૂર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે.

You Might Also Like

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે

TAGGED: Gujarat, Rajkot, Vijay rupani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેલ મહાકુંભમાં રાજકોટ જિલ્લામાં કુલ 1.65 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન
Next Article અજય દેવગણે મેરેજ એનિવર્સરીને યાદ રાખવા માટે એક રસપ્રદ પોસ્ટ કરી, જુઓ કેવી રીતે આવશે યાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?