સમગ્ર વિશ્ર્વમાં ગેસની ભારે અછત
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્ર્વમાં ગેસની ભારે અછત સર્જાઈ છે અને એપ્રિલમાં તેની અસર ભારતમાં જોવા મળી શકે છે. તેનાથી દેશમાં ગેસની કિંમત બમણી થઈ શકે છે. તેનાથી સીએનજી, પીએનજી અને વીજળીના ભાવમાં વધારો થશે. આ સાથે સરકારનું ખાતર સબસિડી બિલ પણ વધશે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા કોરોનાના કહેરમાંથી બહાર આવી રહી છે અને તેની સાથે ઊર્જાની માંગ પણ વધી રહી છે. પરંતુ 2021માં તેનો પુરવઠો વધારવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા ન હતા. આ કારણોસર ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક ઉધોગો પહેલેથી જ આયાતી એલએનજી માટે ઐંચા ભાવ ચૂકવી રહ્યા છે. આનું કારણ લાંબા ગાળાના કોન્ટ્રાકટ છે યાં કિંમત ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલી હોય છે. તેઓએ હાજર બજારમાંથી ખરીદીમાં ઘટાડો કર્યેા છે યાં ઘણા મહિનાઓથી ભાવમાં આગ લાગી હતી.
- Advertisement -
પરંતુ તેની અસર એપ્રિલમાં જોવા મળશે યારે સરકાર કુદરતી ગેસના સ્થાનિક ભાવમાં ફેરફાર કરશે. ઉધોગ નિષ્ણાતો અને વિશ્લેષકો કહે છે કે તે 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયુ થી વધારીને 6-7 ડોલર કરી શકાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર ડીપ સી ગેસની કિંમત 6.13 ડોલર થી વધીને લગભગ 10 ડોલર થશે. કંપની આવતા મહિને અમુક ગેસની હરાજી કરશે.


