By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    1 day ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    1 day ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 day ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની કોકિલા…સરોજિની નાયડુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ભારતની કોકિલા…સરોજિની નાયડુ
AuthorHemadri Acharya Dave

ભારતની કોકિલા…સરોજિની નાયડુ

Khaskhabar Editor
Last updated: 2022/02/12 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

રાષ્ટ્રીય મહિલા દિવસ = 13 ફેેબ્રુઆરી , 2022

  • ઉત્તમ કવયિત્રી, મહિલા સશક્તિ કરણના પ્રણેતા અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીંની નાયડુ
  • ભારતીય શિક્ષા ક્ષેત્રે સુધારાવાદી તેમજ સમાજસુધારક અઘોરનાથ ચટ્ટોપાધ્યાય, કે જેઓ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરનાર પહેલા ભારતીય તેમજ હૈદરાબાદ સ્થિત નિઝામ કોલેજના તેઓ પ્રથમ પ્રિન્સિપાલ હતા, અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના પત્ની એટલે બાંગ્લાના વિખ્યાત કવયિત્રી બરદા સુંદરી દેવી. આ અતિ પ્રતિભાશાળી દંપતીને ત્યાં જન્મેલા સરોજિની નાયડુ…!
  • માનનારા સરોજિની નાયડુ 1914માં લંડનમાં પ્રથમવાર ગાંધીજીને મળ્યા, આ પછી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું, દાંડી કૂચ દરમિયાન ગાંધીજી સાથે અગ્રેસર રહેનારા રહેનારાઓમાં સરોજિની નાયડુ પણ હતા, તેમણે જીવનભર ગાંધીજીના વિચારો અને માર્ગનું અનુસરણ કર્યું

– હિમાદ્રી આચાર્ય દવે

આજે વિશ્વમાં ચોતરફ મહિલા સશક્તિકરણની લહેર ચાલી રહી છે. પરંતું ભારતીય સમાજમાં જ્યારે મહિલા સશક્તિકરણ શબ્દની વ્યાખ્યા પણ કોઈ જાણતું ન હતું ત્યારે પણ ઘણા નારીરત્નોએ, સશક્ત મહિલાઓએ પોતાના અનોખા અને આગવા અને વળી સમાજોપયોગી કાર્ય દ્વારા ઇતિહાસમાં નામ નોંધાવ્યું છે. આપણી આઝાદીની લડાઈમાં ઘણી ભારતીય મહિલાઓએ યોગદાન આપીને સાબિત કર્યું કે તેઓ પણ આ સમાજનો એક મજબૂત હિસ્સો છે. ’ભારત કોકિલા’ સરોજિની આવા જ એક મહિલા વિશેષ હતા જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં તેમજ મહિલા ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

- Advertisement -

ભારતીય શિક્ષા ક્ષેત્રે સુધારાવાદી તેમજ સમાજસુધારક અઘોરનાથ ચટ્ટોપાધ્યાય, કે જેઓ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરનાર પહેલા ભારતીય તેમજ હૈદરાબાદ સ્થિત નિઝામ કોલેજના તેઓ પ્રથમ પ્રિન્સિપાલ હતા. અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના પત્ની એટલે બાંગ્લાના વિખ્યાત કવયિત્રી બરદા સુંદરી દેવી. આ અતિ પ્રતિભાશાળી દંપતીને ત્યાં જન્મેલા સરોજિની નાયડુ…!

નાનપણથી જ ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવનાર સરોજિની નાયડુ માત્ર બાર વર્ષની ઉંમરે એ 12મા ધોરણની પરીક્ષામાં ખૂબ જ ઓછા ગુણ સાથે ઉત્તીર્ણ થયા. વિજ્ઞાનના વિદ્યાર્થીનીની પ્રતિભા જોઈને, નિઝામ ખૂબ જ પ્રભાવિત થયા અને સરોજિનીએ હૈદરાબાદના નીઝામની છાત્રવૃત્તિ મેળવી. આ અંતર્ગત સરોજીનીને લંડનની કિંગ્સ કોલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજની ગીરટન કોલેજમાં ઊચ્ચ અભ્યાસનો મોકો મળ્યો.

શિક્ષાવિદ, રસાયણશાસ્ત્રી પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રી પણ વૈજ્ઞાનિક બને, પરંતુ કવિહ્રદયા સરોજિની કશુંક બીજું જ કરવાની ધૂનમાં રહેતા. સરોજિની નાયડુને કવિતાઓ સાથે ગાઢ પ્રેમ હતો અને કવિતા સાથેનો તેમનો નાતો, આ પ્રેમ હંમેશા હંમેશા રહ્યો. આ ઉપરાંત ગુલામ ભારતને આઝાદ કરવાની લડત, ચળવળ, દેશની પરિસ્થિતિ જોઈને તેઓ આઝાદી માટે લડવા પ્રેરાયા. આમ, સરોજિની નાયડુ ભારતના પ્રખ્યાત કવયિત્રી અને ભારતના શ્રેષ્ઠ રાષ્ટ્રીય નેતાઓમાંના એક બની રહ્યા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ હંમેશા આગળ પડતો ભાગ ભજવ્યો.

- Advertisement -

કવિતાઓ લખવામાં સરોજીનીની પ્રખર કુશળતા હતી. તેમણે પ્રેમ, દેશભક્તિ અને સહિતના અનેક વિષયો પર ઘણી કવિતાઓ લખી છે. સરોજિની જ્યારે શાળામાં હતા ત્યારે તેણે ‘મહેર મુનીર’ નામનું પર્શિયન નાટક લખ્યું હતું. તે એટલું સરસ લખાયું હતું કે હૈદરાબાદના સમકાલીન નિઝામે આ નાટકની ભરપેટ પ્રશંસા કરી હતી.માત્ર 13 વર્ષની ઉંમરે 1300 પંક્તિઓની ’ધ ક્વીન ઓફ ધ લેક’(જીલ કી રાની) નામની લાંબી કવિતા અને વિસ્તૃત નાટક લખીને અંગ્રેજી ભાષા પરની તેમની પકડનું ઉદાહરણ આપ્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ’ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’ (1905) માં પ્રકાશિત થયો હતો, જે આજે પણ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમનો કાવ્યસંગ્રહ ’ધ બર્ડ ઑફ ટાઈમ: સોંગ્સ ઑફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ’ 1912માં પ્રકાશિત થયો. આ પુસ્તકમાં તેમના દ્વારા લખાયેલી સૌથી લોકપ્રિય કવિતાઓ છે.

સાહિત્ય અને કવિતાના જીવ સરોજિની અંગ્રેજી ભાષાનું વધુ ને વધુ જ્ઞાન મેળવવા ઈંગ્લેન્ડ ગયા હતા, પરંતુ ત્યાંનું પ્રતિકૂળ હવામાન અનુકુળ ન આવવાને કારણે તેઓ ભારત પરત થયા હતા. સરોજિની નાયડુને શબ્દોના જાદુગરણી કહેવાતા. તેમના જીવનકાળ દરમિયાન ઘણી કવિતાઓમાની એક, તેમની એક અમર કૃતિ ’ઇન ધ બઝાર્સ ઑફ હૈદરાબાદ’માં તેમણે પોતાના શબ્દો વડે બજારની સુંદર છબી ઉપસાવી છે. તો બીજી તરફ, કવિતા ફકત તેમના શોખનો વિષય જ ન બની રહ્યો પણ તેમણે તેમની જુસ્સાદાર કવિતાઓ દ્વારા લોકોમાં દેશભક્તિની લાગણી જગાડી. તેમની હાસ્ય કવિતાઓનું પણ ભારતીય સાહિત્યમાં ઘણું મહત્વ છે.તેઓ બહુભાષી હતી. જે પ્રદેશમાં હોય તે પ્રમાણે તેઓ અંગ્રેજી, હિન્દી, બાંગ્લા કે ગુજરાતી ભાષામાં ભાષણ આપીને લોકોને મંત્રમગ્ધ કરી દેતા. ખૂબ જ મધુર સ્વરમાં પોતાની કવિતાનું પઠન કરનાર સરોજિનીને ’ભારત કોકિલા’નું બિરુદ મળ્યું હતું. જો કે, જલિયાવાલા બાગના હત્યાકાંડથી દુ:ખી થઈને તેમણે વર્ષ 1919માં કવિતા લખવાનું બંધ કરી દીધું.

સરોજિની નાયડુ ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ ડો. ગોવિંદરાજુલુ નાયડુ સાથે તેમના લગ્ન થયા. ડો. ગોવિંદ રાજુલુ લશ્કરી ડોક્ટર હતા જેમણે લગ્નનાં ત્રણ વર્ષ પહેલાં સરોજિનીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પહેલા તો સરોજિનીના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા પરંતુ બાદમાં આ સંબંધ નક્કી થઈ ગયો. સરોજિની નાયડુએ હૈદરાબાદમાં તેમના સુખી લગ્ન જીવનની શરૂઆત કરી. તેણીએ ખૂબ પ્રેમથી ડો. નાયડુની સંભાળ રાખી. તેમણે પોતાના ચાર સંતાનોને સ્નેહ અને પ્રેમથી ઉછેર્યા. તેમના હૈદરાબાદના ઘરમાં હંમેશા હાસ્ય, પ્રેમ અને કિલ્લોલનું વાતાવરણ રહેતું.

શિક્ષણ અને જ્ઞાનપીપાસુ પરિવારમાં મળેલા ખૂબ જ સકારાત્મક વાતાવરણના કારણે તેમનું ચિંતન હમેશાં પ્રગતિશીલ વિચારો અને ઉચ્ચ મૂલ્યો પરત્વે રહેતું. આ જ્ઞાન સંસ્કારને કારણે તેઓ ફકત એક ઉમદા સર્જક જ પરંતુ ઉમદા વ્યક્તિ કે જે, માનવતામાં માનતી હોય એવું, તેમનું ઉમદા વ્યક્તિત્વ નિખર્યું હતું. બધા માટે સમાનતા અને ન્યાયમાં માનનારા સરોજીનીએ, જ્યારે બ્રિટિશ સરકારે રાજ્યનું વિભાજન કરીને બંગાળમાં આઝાદીની ચળવળને રોકવા માટે ’ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ લાગુ કરી, ત્યારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી હતી. તેમણે રાજકીય કાર્યકર તરીકે ઘણી જગ્યાએ આ બાબતે જનતાને જાગૃત કરવા તેજાબી અને મુદ્દાસરના ભાષણ આપવાનું શરૂ કર્યું. આ દ્વારા તેમણે બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના જુલમ સામે સમકાલીન ભારતના તમામ વતનીઓને એક કરવા પ્રયત્ન કર્યા. તેમના તમામ ભાષણો રાષ્ટ્રવાદ અને સમાજ કલ્યાણ પર કેન્દ્રિત રહેતા. આ લડાઇમાં મહિલાઓ વધુને વધુ રસ લે એ માટે તેમણે 1917માં મહિલા ભારતીય સંઘની રચના કરી.

1905માં આઝાદીની લડત પ્રત્યે સભાન થયેલા અને ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજનૈતિક ગુરુ માનનારા સરોજિની નાયડુ 1914માં લંડનમાં પ્રથમવાર ગાંધીજીને મળ્યા. આ પછી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી સાથે અગ્રેસર રહેનારા રહેનારાઓમાં સરોજિની નાયડુ પણ હતા. તેમણે જીવનભર ગાંધીજીના વિચારો અને માર્ગનું અનુસરણ કર્યું. આઝાદીના વિવિધ સંગ્રામોમાં બ્રિટિશ પોલીસે સરોજિની નાયડુ અને કેટલાક દેખાવકારોની ધરપકડ કરી હતી. તેઓ સવિનય આજ્ઞાભંગ ચળવળ અને ભારત છોડો ચળવળનું નેતૃત્વ કરવામાં અગ્રેસર રહ્યા હતા.જેમાં ઘણા મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદીઓ અને સ્વતંત્રતા સેનાનીઓ પણ પ્રવૃત્ત હતા. ઇતિહાસ સાક્ષી છે કે આ બંને આંદોલનોએ બ્રિટિશ શાસનના સ્તંભોને હચમચાવી દીધા.

ભારતને આઝાદી મળ્યા પછી, તેઓ સંયુક્ત પ્રાંતના પ્રથમ ગવર્નર તરીકે નિયુક્ત થયા. આમ, તેઓ ભારતના પ્રથમ મહિલા ગવર્નર બન્યા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો તેમનું મહત્ત્વનું યોગદાન હતું એટલું જ નહીં, તેમણે ભારતીય સમાજમાં જાતિવાદ અને લિંગ-ભેદને નાબૂદ કરવા માટે ઘણા કાર્યો કર્યા હતા .વર્ષ 1928માં, સરોજિની નાયડુને, ભારતમાં પ્લેગ રોગચાળા દરમિયાન તેમના સેવાકીય કાર્ય માટે બ્રિટિશ સરકાર દ્વારા ’કૈસર-એ-હિંદ’ પુરસ્કાર આપવામાં આવ્યો.
2 માર્ચ 1949ના રોજ હ્રદયરોગના તીવ્ર હુમલાને કારણે લખનૌ ખાતે સરોજિનીનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી તેમની પુત્રીએ તેમની યાદમાં સરોજિની નાયડુનું છેલ્લું પુસ્તક ’ધ ફેધર ઓફ ધ ડોન’ પ્રકાશિત કર્યું.

મહિલાઓના અધિકારો સ્થાપિત કરવાની તેમની અદમ્ય ભાવના અને એ ક્ષેત્રે તેમના અજોડ યોગદાન વિશ્વ હંમેશા યાદ રાખશે. ભારતમાં મહિલાઓના વિકાસ માટે સરોજિની નાયડુ દ્વારા કરવામાં આવેલા કાર્યોને માન્યતા તેમજ આદર આપવા હેતુ તેમના જન્મદિવસને ’રાષ્ટ્રીય મહિલા દિવસ’ જાહેર કરવા અંગે ભારતીય મહિલા સંઘ અને અખિલ ભારતીય મહિલા પરિષદના સભ્યો દ્વારા આ દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સ્વીકારીને આ દિવસને ’રાષ્ટ્રીય મહિલા દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે, જેની શરૂઆત સૌપ્રથમ વર્ષ 2014માં 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેનેરીક દવાના વેરહાઉસનું રાજકોટમાં રવિવારે થશે ઉદ્ઘાટન
Next Article ‘ખાસ-ખબર’ સ્ટિંગ ઓપરેશન: રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહ્યો છે નશાનો ‘આયુર્વેદિક’ કારોબાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?