By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    10 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    10 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    10 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    10 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    12 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    12 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
AuthorTushar Daveમનોરંજન

કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 5:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ખિલાડી કુમાર : આ સપ્તાહે 53 વર્ષના થયેલા અક્ષય યુવાનીનું વરદાન ધરાવતા સદાબહાર અભિનેતાની વાત

– તુષાર દવે

- Advertisement -

ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધેલો, સતત શીખતો રહેલો, સતત કંઈક નવું કરીને દરેક પરિસ્થિતિમાં ઢળીને જાતનું ઘડતર કરતો, ‘સીધી બાત, નો બકવાસ’માં માનતો એક શિસ્તબદ્ધ અભિનેતા એટલે અક્ષય કુમાર. જેણે આપણને શીખવ્યું કે ક્યારેક માત્ર ટકી રહેવું એ પણ એક ઘટના હોય છે.

જેમ તેના સસરા રાજેશ ખન્નાએ લગલગાટ 12 કે 14 હિટ્સ આપેલી એવી જ રીતે આણે લાગઠ 14 ફ્લોપ આપેલી. છતાં એ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યો. બીકોઝ હી ઇઝ ડિરેક્ટર્સ હીરો. હી ઇઝ અ ફાઇટર. પ્રિયદર્શને ‘હેરા-ફેરી’માં એની પાસે કોમેડી કરાવી. એણે કરી. એની સામે જ્યારે જે ભૂમિકા ભજવવાની આવી એણે ભજવી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અત્યારનું એનું ફોર્મ જોતાં લાગે છે કે કદાચ સળંગ 12 કે 14 હિટ્સનો પોતાના સસરાનો પેલો રેકોર્ડ પણ આ માણસ જ તોડશે. કારણ કે એને માત્ર ટકી જતા આવડે છે.

એટલું જ નહીં માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હોવાથી તેને ફરી અને ફરી ફરીને બેઠા થતાં પણ આવડે છે. જે પડે એને જ બેઠા થતાં આવડે. જે પડે જ નહીં એને ન આવડે. ફરીથી એના જ સસરા રાજેશ ખન્નાનો દાખલો લઈએ તો એમણે જે સ્ટારડમ જોયું એ તેમના અગાઉ કોઈએ જોયું જ નહોતું. માટે એનો ક્યાંય રેફરન્સ જ નહોતો મળતો કે એને પચાવવું કેવી રીતે? બીજી તરફ અક્ષયે ગજબની નિષ્ફળતા જોઈ છે અને દરેક નિષ્ફળતામાંથી એ કદાચ કંઈક શીખ્યો જ છે એટલે જ હવે પ્રમાણમાં ઓછો નિષ્ફળ જાય છે.

- Advertisement -

ક્યાંક વાંચેલું કે અક્કીના શરૂઆતના દિવસો એટલા સંઘર્ષમય હતા કે રડવાના દૃષ્યોમાં એને ગ્લિસરિનની જરૂર નહોતી પડતી. એની શિસ્ત અને સમયપાલનનના તો કોઈપણ ’સૌગંધ’ ખાઈ શકે! કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ કહે છે કે, ’અક્ષય એકલા જ એવા એક્ટર છે, જેણે આજ દિવસ સુધી કદી મારી કોરિયોગ્રાફી અંગે નથી કોઈ સવાલ કર્યો, નથી ફરિયાદ કરી.’ મેં આગળ કહ્યું ને કે હી ઈઝ ડિરેક્ટર્સ હીરો. કદાચ એને એની મર્યાદાઓ ખબર હશે. સ્વોટ એનાલિસિસમાં ઠને સમજનાર અને એના પર જ ફોકસ રાખીને વર્ક કરનાર માણસ પછી જીવનમાં કદી પાછળ પડતો નથી એવું મેં નોંધ્યું છે.

મને આજે ફિલ્મો ભલે આમિર ખાનની વધુ ગમતી હોય, પણ હું માનું અક્ષય કુમારમાં. એ ગરમા ગરમ ગોટાની જેમ ધડાધડ વર્ષની ચાર-પાંચ ફિલ્મોનો ઘાણ ઉતારી જ દે. આટઆટલી ફિલ્મો આવતી હોય એટલે એકાદ-બે ના ચાલે તો પણ વાંધો નહીં અને સમય તેમજ પૈસા પણ ઓછા ઇન્વેસ્ટ થયા હોવાથી વધુ રિસ્ક પણ નહીં. યસ, આઈ નો કે આ દલીલનો તર્કોનું તુર્કીસ્તાન કરી નાંખે એવો વિરોધ થઈ શકે એમ છે, પણ મારો પોઈન્ટ માત્ર એટલો જ છે કે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ થઈ જાય એટલી બધી ચીકાશ ન કરવી જોઈએ. કોઈ તબક્કે તો યા હોમ કરીને ઝંપલાવી દેવું પડશે ને? વેદિયાવેડામાં એટલું બધું મોડું થઈ જાય કે ઝંપલાવવાનો કોઈ અર્થ જ ન રહે તો એ શું કામનું? કહે છે કે આમિરના ’પીકે’ના પ્રોજેક્ટમાં લપિયાવિદ્યામાં એટલો બધો સમય બગડ્યો કે એટલી વારમાં તો અક્ષય કુમારની ’ઓ માય ગોડ’ બનીને રિલીઝ પણ થઈ ગઈ અને સારી કમાણી પણ કરતી ગઈ. ’પીકે’નો પણ કોન્સેપ્ટ ઓલમોસ્ટ સરખો જ હોવાથી એની સ્ક્રિપ્ટમાં ફેરફારો કરીને એના પર ફરીથી કામ કરવું પડ્યું. હવે ફરી ફરીને આટલા બધાં ફેરફારો થાય તો આપણને ફેર ન ચડી જાય? ધીસ ઈઝ નોટ ફેર યાર…!

બન્ને પોતપોતાની જગ્યાએ સાચા હોઈ શકે છે, પણ અહીં અક્ષય કુમારની વાત ચાલે છે એટલે અક્ષય આમાં કઈ જગ્યાએ સાચો છે એ વાત કહી. આવો બીજો એક પોઈન્ટ એનો એક્ટિંગ બાબતનો મને ગમે છે. એ મેથડ એક્ટિંગ અથવા તો પાત્રમાં ઘુસવા માટે ચાર-છ મહિના લઈને જે તે પાત્ર જેવા જ રહીને કે એની (પાત્રની) જગ્યાએ વસીને અભ્યાસ કરનારાઓ પર કટાક્ષ કરે છે. એ કહે છે કે હું આવા બધા ફિતુરમાં નથી માનતો. તમારે જે તે પાત્રની એક્ટિંગ કરવાની છે, વાસ્તવમાં તેમના જેવું બની જવાનુ નથી. થોડાં સમયમાં જ તમે ગમે તે પાત્રમાં ઘુસી ન શકો અને ચાર-છ મહિના લેવા પડે તો તમે શું ધૂળ એક્ટર? જોકે, એ ય એક હકીકત છે કે ઘણા લોકો હજુ પોતાના પાત્રમાં પૂરા પ્રવેશી ન રહ્યાં હોય ત્યાં સુધી અક્ષયે આખેને આખી એક-બે ફિલ્મો ફટકારી દીધી હોય. એ પણ મોટેભાગે દર રવિવારે રજા રાખીને. રાતનો સિન ન લેવાનો હોય તો સાંજ બાદ શૂટિંગ જ નહીં. સ્ટાર થયા તે શું થયું? પર્સનલ લાઈફ અને પર્સનલ સ્પેસ જેવું પણ કંઈક હોય કે નહીં!

અક્ષય એની ફિટનેસ બાબતે જે રીતે બધાંને ગમે છે એ જ રીતે મને પણ ગમે છે. બધાંને મનોમન એવું થાય કે સાલી ફિટનેસ અને લાઈફ સ્ટાઈલ તો અક્ષય જેવી હોવી જોઈએ, પણ કોઈ એ મેઈન્ટેન નથી કરી શકતું. માટે જ ખિલાડી કુમારના એ ’અક્ષયત્ત્વ’ તરફનું ખેંચાણ અને ચાહત બરકરાર રહે છે.

એના સત્તાધારી પક્ષ તરફે ઝુકાવ કે કેનેડિયન નાગરિકત્ત્વ મુદ્દે ઘણી દલીલો થઈ શકે છે, પણ અત્યારે એનો મૂડ નથી. હું નાનપણથી અક્ષયનો ચાહક છું અને આ સપ્તાહે એનો બર્થ ડે હતો એટલે એના વિશે આટલું લખવાનું મન થયું. ધેટ્સ ઈટ.
બાય ધ વે, અક્ષય એટલે જેનો ક્ષય એટલે કે નાશ ન થઈ શકે એવું. કદી ક્ષીણ ન થાય તેવું. અવિનાશી. અખૂટ.

ફ્રી હિટ:
ઈન્ડસ્ટ્રીમાં અક્ષયની પ્લે બોય ટાઈપની ઈમેજ પણ ખુબ ચર્ચામાં રહી છે. એ સંદર્ભે એનો પેલો ડાયલોગ યાદ આવે કે – ’અપણા ક્યા હૈ? અપણે કો તો બસ પાણી નીકાલના હૈ…!’

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ધરતી સાથે ટકરાઈ શકે સૂરજનો વિસ્ફોટ
Next Article ‘બિકિની, ઘૂંઘટ કે હિજાબ, મરજીથી કપડાં પહેરવાનો હક’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?