By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    10 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    10 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    10 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    10 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    12 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    12 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાનગરપાલિકાનું નવું સીમાંકન કેટલાય વર્તમાન કોર્પોરેટરોનાં સપના ચકનાચૂર કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > મહાનગરપાલિકાનું નવું સીમાંકન કેટલાય વર્તમાન કોર્પોરેટરોનાં સપના ચકનાચૂર કરશે
AuthorBhavy Raval

મહાનગરપાલિકાનું નવું સીમાંકન કેટલાય વર્તમાન કોર્પોરેટરોનાં સપના ચકનાચૂર કરશે

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 4:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ભાજપ-કોંગ્રેસના અનેક કોર્પોરેટરોની ટિકિટ કપાશે, ‘આપ’ તદ્દન યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે

ભાજપ = કોનું પત્તું કપાઈ શકે છે?

- Advertisement -

1.દેવરાજભાઈ મકવાણા
2.અંજનાબેન મોરજરીયા અથવા દુર્ગાબા જાડેજા
3.જાગૃતિબેન ધારીયા અથવા વિજયાબેન વાાછાણી
4.સોફીયાબેન દલ
5.મનીષભાઈ રાડીયા
6.દેવુબેન જાદવ
7.રાજુબેન રબારી
8.હીરલબેન મહેતા અથવા મીનાબેન પારેખ
9.જ્યોત્સનાબેન ટીલાળા
10.કિરણબેન સોરઠીયા
11.રૂપાબેન શીલુ અથવા શિલ્પાબેન જાવીયા

કોર્પોરેશનની ચૂંટણીએ ફરી એકવાર દસ્તક દીધી છે. બે-ત્રણ મહિના પહેલેથી જ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ રાજકોટના રાજકરણમાં જબરો ગરમાવો જોવા મળી રહ્યો છે. દાવેદારો અને ઉમેદવારો મેદાનમાં છે અને રાજકીય પક્ષમાં પણ ચહલપહલ વધી ગઈ છે. અનામતવાળી બેઠકો – નવા સીમાંકનવાળી બેઠકો પર ટિકિટ વહેચણી કરવી ભાજપ-કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. એક તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં અપસેટના એંધાણ વર્તાય રહ્યા હતા ત્યારે બીજી તરફ આ અપસેટના એંધાણ રાજકોટ મહાનગરપાલિકાના નવા સિમાંકન સાથે સાચા પડતા જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે, રાજકોટ શહેર ભાજપનાં અનેક અગ્રણી નેતાઓ જેમ કે, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, ગુજરાત પ્રદેશ કક્ષાનાં નેતા નિતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર, સ્ટેન્ડીંગ કમિટી સહિતનાં અનેક મહત્વપૂર્ણ હોદા પર કામગીરી બજાવનાર ડો. જૈમન ઉપાધ્યાય અને કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બનેલા અરવિંદ રૈયાણી આ વખતે કોર્પોરેશનની ચૂંટણી લડવાના નથી તે નિશ્ચિત છે. મતલબ કે, ભાજપ માટે આવનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં દિગ્ગજ અને અનુભવી નેતાઓ લડતા જોવા મળશે નહીં.

કોંગ્રેસ = કોનું પત્તું કપાઈ શકે છે?

- Advertisement -

1.ગીતાબેન પુરબીયા
2.દિલીપભાઈ આસવાણી
3પરેશભાઈ હરસોરા
4.ડો. ઉર્વશીબેન પટેલ અથવા
5.ઉર્વશીબા જાડેજા
6.રવજીભાઈ ખીમસુરીયા
7.ભાનુબેન સોરાણી અથવા માસુબેન હેરભા
8.જયાબેન ટાંક

આ ઉપરાંત ભાજપમાંથી કેટલાક કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે તેમ છે. જેમ કે, દેવરાજભાઈ મકવાણા, અંજનાબેન મોરજરીયા અથવા દુર્ગાબા જાડેજા, સોફીયાબેન દલ, મનીષભાઈ રાડીયા, દેવુબેન જાદવ, રાજુબેન રબારી, હીરલબેન મહેતા અથવા મીનાબેન પારેખ, જ્યોત્સનાબેન ટીલાળા, કિરણબેન સોરઠીયા, જાગૃતિબેન ધારીયા અથવા વિજયાબેન વાાછાણી, રુપાબેન શીલુ અથવા શિલ્પાબેન જાવીયા વગેરે.. અને આ વર્તમાન કોર્પોરેટરની ટિકિટ કપાવવાનું કારણ ક્યાંક સીમાંકન તો ક્યાંક સક્રિયતાનો અભાવ તો ક્યાંક સમૂહ પર વર્ચસ્વ ઓછું હોવાનો છે. આ રીતે ભાજપમાં અમુક જૂના કોર્પોરેટર સાથે નવા નેતાઓ મનપાની ચૂંટણી લડશે. ભાજપ સતત ચોથી વખત રાજકોટ મહાનગરપાલિકા પર કબજો કરવા માટે આતુર છે અને એટલે જ કોર્પોરેટરોના ભૂતકાળનાં પ્રદર્શન, હાલની સક્રિયતા અને કોણ વધુ લીડથી જીતી શકે એ આધારે વોર્ડ મુજબ ટિકિટ વહેંચણી થશે. આ વખતે ભાજપ માટે રાજકોટ મનપાની ચૂંટણીમાં જીત મેળવી થોડી અઘરી સાબિત થવાની છે, અશક્ય નથી. કારણ કે,
રાજકોટ કોંગ્રેસમાં સક્રિય નેતાઓની જ ખોટ છે, કોઈ અગ્રણી કે પ્રજાપ્રિય નેતા નથી. ચૂંટણી લડવાના મુદ્દાઓ અનેક છે અને એ મુદ્દાઓ પર ચૂંટણી જીતી કોર્પોરેશન કબજે કરી શકાય તેમ પણ છે પરંતુ કોંગ્રેસ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે વામણી પુરવાર થઈ છે.

ભાજપમાંથી અડધોઅડધ તો કોંગ્રેસમાંથી પોણાભાગનાં કોર્પોરેટર મનપાની ચૂંટણીમાં રિપિટ નહીં થાય..!

એક તો વશરામભાઈ અને ગાયત્રીબા સિવાય કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો ક્યાંય જોવા મળતા નથી. બીજું કે કોંગ્રેસે ભાજપનાં વર્તમાન કોર્પોરેટરને પોતાના પક્ષમાં લઈ જંગ જીતી લીધો નથી. મનપાની ચૂંટણી ટાળે 5-10 કોંગ્રેસી કોર્પોરેટરથી લઈ અગ્રણી નેતાઓ ભાજપમાં ભળી જાય તો પણ નવાઈ નહીં. વળી, કોંગ્રેસ પણ ભાજપનાં જ નક્શે કદમ પર આગળ વધી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવા જ કોર્પોરેટરને પુન: મેદાનમાં ઉતારવા જઈ રહી છે જે ભાજપ અને આપ સામે જીતી શકે. એટલે જંગ તો બરાબરનો જામવાનો છે પણ કોંગ્રેસ ગીતાબેન પુરબીયા, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ હરસોરા, ડો. ઉર્વશીબેન પટેલ અથવા ઉર્વશીબા જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, ભાનુબેન સોરાણી અથવા માસુબેન હેરભા, જયાબેન ટાંક સહિતના વર્તમાન કોર્પોરેટરને ફરી ટિકિટ આપશે એવું લાગતું નથી. અને કોંગ્રેસનાં નવા ચેહરાઓ મતદારને પસંદ આવે એવું પણ લાગતું નથી. જો કોંગ્રેસ ભાજપની રાહે જીતેલા કોર્પોરેટરની જગ્યાએ નવા ઉમેદવારો પર જંગ લડશે તો ગયા વખતની મહાનગરપાલિકા ચૂંટણી કરતા પણ ખરાબ પ્રદર્શન આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરશે. કોંગ્રેસ માટે રાજકોટ કોર્પોરેશન પર કબજો જમાવવો એટલે પણ અઘરો છે કારણ કે,

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજો મોરચો માંડવાની છે. આ ત્રીજો મોરચો ભાજપને જેટલું નુકસાન પહોચાડશે એટલું જ કોંગ્રેસને પહોચાડી શકે છે. હાલ તો રાજકોટમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ સક્રિય જોવા મળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજભા ઝાલા, શિવલાલભાઈ બારસીયા અને જુલીબેન લોઢીયાની ત્રિપુટી કોર્પોરેશન જીતવા નહીં પણ કોર્પોરેશનમાં પ્રવેશ મેળવા સતત મથી રહી છે. આમ આદમી પાર્ટીમાં બે-પાંચને બાદ કરતા તમામ ચહેરાઓ તદ્દન નવા હશે અને મતદારો આંખ બંધ કરી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકે એવું જણાતું નથી. કોંગ્રેસ કે ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાનારા જાણીતા ચહેરાઓને ત્રીજા મોરચામાં ચૂંટણી લડવાની તક મળી શકે, ચૂંટણી જીતી જ શકે એવું નથી. આમ આદમી પાર્ટી રાજકોટનાં મતદારો માટે વિકલ્પ હશે અને વિકલ્પ જ બની રહી જશે. કેમ કે, કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટીની દશા ખરાબ છે.

સંગઠનથી લઈ સંખ્યાબળ નથી. પક્ષમાં સક્રિયતા દેખાઈ રહી છે પણ એ સક્રિયતા ચૂંટણી આવવાનાં કારણે જ છે એવું સ્પષ્ટ દર્શાય રહ્યું છે. એટલે બે-ત્રણ મહિના પછી યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણીમાં આપને જાજો ફાયદો નહીં થાય.
હાલનાં તબક્કે ભાજપ પાસે રાજકોટ મહાનગરપાલિકા ચોથી વાર કબજે કરવાના એક નહીં અનેક નક્કર કારણો છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પાસે રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી જીતવાના કોઈ એકપણ મજબૂત કારણ નથી. ક્રિકેટમાં એક રન કે એક વિકેટથી જીતો તો જીત એ જીત જ હોય છે અને એક રન કે એક વિકેટથી હારો તો હાર એ હાર જ હોય છે તેમ ભાજપનાં ઉમેદવારો ભલે ઓછી તો ઓછી પણ અમુક લીડ સાથે જીતી જશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એકા, બીજા. તીજાને પૂરી ટક્કર આપશે. ક્રિકેટનું જ ઉદાહરણ આપ્યું છે તો કહી આપું કે, ક્રિકેટમાં જેમ છેલ્લા બોલ સુધી કશું કહી ન શકાય તેમ હાલ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ કશું સ્પષ્ટ કહી ન શકાય. અંતિમ ઘડીએ પણ બાજી પલટી શકે, અપસેટ સર્જાય શકે. પણ વર્તમાન સ્થિતિ અનુસાર તો રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે છે અને ભારે જ રહેશે એવા અણસાર છે.

કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી એ ભાજપ-કોંગ્રેસ માટે મોટી સમસ્યા અને મહા મુશ્કેલી સર્જશે…
નવું સિમાંકન થતા રાજકોટ આસપાસના માધાપર, ઘંટેશ્વર, રોણકી-મનહરપુરા, મુંજકા, મોટામવાના વિસ્તારો શહેરમાં ભળી ચૂક્યા છે અને આ વિસ્તારોને અલગ-અલગ વોર્ડમાં સમાવી લેવાયા છે. આ કારણે ભાજપ-કોંગ્રેસનાં અનેક તાલુકા કક્ષાનાં અગ્રણીઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા અંદરખાને ધરાવે છે અને અમુકે તો તૈયારી પણ શરૂ કરી દીધી છે એવા સમયે જૂના વિસ્તારો અને નવા ભળેલા વિસ્તારોના અગ્રણીઓમાં ટિકિટ માટે હોડ લાગશે. પરિણામસ્વરૂપે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ માટે મોટી સમસ્યા અને મહા મુશ્કેલી એ સર્જાશે કે, કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપવી. જાતિ, જ્ઞાતિના સમીકરણો અને અનામત બેઠકો પર કોને ક્યાં ઉતારવા અને ચૂંટણીની અણીનાં સમયે કોઈ નારાજ થાય તો શું કરવું?

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિલ્લાના 29 ના. મામલતદારની બદલી
Next Article આજે ધરતી સાથે ટકરાઈ શકે સૂરજનો વિસ્ફોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?