By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!
AuthorBhavy Raval

પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 12:18 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

કોઈ વરતારો, આગાહી કે સંભાવના નહીં.. સરકાર અને સંગઠનમાં પરિવર્તન
નિશ્ર્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે

ગુજરાતનાં એક ચોક્કસ જ્ઞાતિ, જાતિ કે પ્રદેશની જગ્યાએ ગુજરાત બહારનાં મહારાષ્ટ્રીયન જલગાંવનાં વતની ચંદ્રકાંત રઘુનાથ પાટીલ – સી.આર. પાટીલને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ બનાવી બીજેપી હાઈકમાન્ડે આડકતરી રીતે આજ પછીથી નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય આધારિત પદ નિયુક્તિની રણનીતિ પર પૂર્ણવિરામ મૂકવાનો સંદેશ આપી દીધો છે. પાટીલ ગુજરાતની પ્રજા અને ગુજરાત બહારનાં પરપ્રાંતીયોમાં સંતુલન સાધવામાં સફળ રહેશે. એમ સમજો કે ભાજપે પાટીલને મેદાનમાં ઉતારી હુકમનો એક્કો ફેક્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલનું લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો રહેશે.

Contents
કોઈ વરતારો, આગાહી કે સંભાવના નહીં.. સરકાર અને સંગઠનમાં પરિવર્તન નિશ્ર્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશેસી.આર. પાટીલની પસંદગી પાછળ ભાજપનો છૂપો સંદેશઆજ પછીથી નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય આધારિત પદ નિયુક્તિ પર પૂર્ણવિરામ…  લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક રહેશે પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો  અમુક રિપીટ થશે, કેટલાકને રિજેક્ટ કરાશે 

વર્ષોથી મોદી, શાહ જેવા ટોચનાં નેતાઓની નજીક હોવાનો નફો જેમ અન્ય સત્તાસ્થાને બિરાજેલા લોકોને થયો છે એમ પાટીલને પણ થયો, પાટીલ મોદી સહિત સંઘ નેતાઓનાં નજીક છે. અલબત્ત સી.આર. પાટીલને ગુજરાત ભાજપનું પ્રમુખ પદ તેમની વફાદારીનાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હોય એવું લાગે છે કારણ કે, જ્યારે ગુજરાત ભાજપ ’કેશુભાઈ જૂથ’ અને ’નરેન્દ્રભાઈ જૂથ’ એમ બે ભાગ પડ્યા, ત્યારે સી.આર. પાટીલે નરેન્દ્રભાઈ જૂથ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. આજે જૂઓ પટેલો, ક્ષત્રિયો, ઓ.બી.સી. કે સૌરાષ્ટ્રીયનોને પાછળ છોડી સી.આર. પાટીલ ગુજરાત ભાજપનાં મુખીયા બની ગયા, તેમને તેમની વફાદારીનું ફળ મળ્યું.

- Advertisement -

બેશક નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષની તાસીર અને તસવીર બંને બદલાશે. જન્માષ્ટમી બાદ રાજ્યની રૂપાણી સરકારનાં મંત્રીમંડળમાં તો પ્રદેશ ભાજપ સંગઠનમાં ઘણા ફેરબદલ જોવા મળશે. જેમાં પણ જ્ઞાતિ, જાતિ, પ્રદેશ કરતા કોણ સરકાર-સંગઠનને કેટલું ઉપયોગી સાબિત થયું છે કે થઈ શકે એ આધારિત જ સત્તા-જવાબદારી સોંપાશે-વહેંચાશે. જે નારાજ થાય તેમને બોર્ડ-નિગમોની ખાલી પડેલી જગ્યાઓ પર અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવી લેવાશે એ પણ સ્પષ્ટ છે. સાથે એ પણ એટલું જ સ્પષ્ટ થઈ ગયું છે કે, …વધુ વાંચવા અહીં ક્લિક કરો

પક્ષ પ્રમુખ પાટીલ પક્ષમાં કઈ રીતે પરિણામલક્ષી પરિવર્તન લાવશે. મતલબ કે, બધું જ પ્રીપ્લાન્ડ યા કહો તો વેલપ્લાન્ડ છે જેનું ઈમ્પ્લીમેન્ટ શોર્ટ ટર્મમાં જોવા મળશે અને આ બધાનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવશે.

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એવા સમયે પાટીલ કોંગ્રેસી નેતાઓને સામ, દામ, દંડ, ભેદથી ભાજપમાં ભેળવશે કે પોતાના જ પક્ષનાં પ્રબળ દાવેદાર પર દાવ માંડશે એ જોવું રહ્યું. સી.આર. પાટીલ મેનેજેમેન્ટ કરવામાં માસ્ટર છે હવે એ ક્યાં પ્રકારે કેવું અને કેટલું મેનેજમેન્ટ કરશે કે પછી સંપૂર્ણ સેટેલમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે એ તો થોડા દિવસોમાં ખબર પડી જશે પણ હા, પાટીલ અશક્ય એવા ઉત્તર-દક્ષિણ ગુજરાત પટ્ટાનાં અંતરિયાળ વિસ્તારોમાં ભાજપનો ડેમેજ કંટ્રોલ આરામથી કરી નાખશે. ઉપરાંત પાટીલ ગુપ્ત રણનીતિનાં ભાગ સ્વરૂપે સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નેતાઓને વધારે સ્થાન આપશે એવું લાગી રહ્યું છે. કારણ કે, સામાજિક સમીકરણ અને સરકાર સામેની નારાજગીના કારણે છેલ્લા કેટલાંક સમયમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખાસું નુકસાન થયું છે. એટલે સૌરાષ્ટ્રમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવું અને ભાજપ સરકારની છબી સુધારવી એ પણ પાટીલની પ્રાથમિકતા રહેશે. આ સિવાય આગામી ત્રણ વર્ષે માટે સી.આર. પાટીલની પ્રદેશ ટીમમાં નવા ચહેરા અને જૂના મોહરા બંને જોવા મળશે.

- Advertisement -

સી.આર. પાટીલની પસંદગી પાછળ ભાજપનો છૂપો સંદેશ

આજ પછીથી નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય આધારિત પદ નિયુક્તિ પર પૂર્ણવિરામ…  

ગુજરાત ભાજપનાં મુખ્યમંત્રી રંગુન, બર્માનાં છે તો ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ મહારાષ્ટ્રનાં. વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રમાં સૌ કોઈનાં લોકલાડીલા છે તો સી.આર પાટીલ સુરત બાજુનાં શ્રમિકોથી લઈ શેઠિયાઓ સુધીમાં પોપ્યુલર છે. ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતનાં ભાજપ સંગઠન વચ્ચેનાં તાલમેલ કે તકરારમાં પાટીલનાં આવવાથી બહુ ફરક પડશે નહીં. વિજયભાઈ રૂપાણી સરકારનાં મંત્રી કે માણસોને પણ પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા કઈ ખાસ આંચકો આવ્યો કે અસર થઈ નથી પણ હા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ સામે સૌથી પહેલો અને મોટો પડકાર હશે – સૌરાષ્ટ્રનાં નેતાઓ. ઉપરાંત ઓ.બી.સી., ક્ષત્રિય અને પાટીદાર સિવાયનાં સમાજનાં નેતાઓને સંગઠનમાં સાથે લઈ ચાલવાનો કાંટાળો માર્ગ.

સી.આર. પાટીલનાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાથી ગુજરાત ભાજપનાં સંગઠનમાં મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ સહિતનાં પદ ઉપર મોટાપાયે ફેરફારો થવાના છે. હાલમાં જ સી.આર. પાટીલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત એ માત્ર શુભેચ્છા મુલાકાત ન હતી પરંતુ સંગઠનમાં ઈચ્છિત પરિવર્તન માટેની મુલાકાત હતી. બધી બાબતોને ધ્યાને લેતા મારી દ્રષ્ટિએ આ કોઈ વરતારો, આગાહી કે સંભાવના નથી, સંગઠનમાં ફેરફાર એ વ્યવસ્થાનો ભાગ છે એટલે ટૂંકસમયમાં ભાજપમાં જરૂરિયાત મુજબ ફેરફારો થશે. પરિવર્તન નિશ્ચિત છે, પાટીલ દ્વારા સંગઠનમાં થનારા પરિવર્તન બધા જ સંકેત આપી જશે..

લક્ષ્ય પેટાચૂંટણી નહીં, પાટીલનો લક્ષ્યાંક રહેશે પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો  

અમુક રિપીટ થશે, કેટલાકને રિજેક્ટ કરાશે 

પ્રદેશ ભાજપના મહામંત્રી, સહ સંગઠન મહામંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને બદલાવવાનું નક્કી છે. સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફિયા, ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ, મધ્ય ગુજરાતમાંથી ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યા, પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર, દક્ષિણ ગુજરાતમાંથી પૂર્ણેશ મોદીને મોકો મળી શકે છે. હાલ સંગઠનમાં 4 મહામંત્રી, 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષો કાર્યરત છે જેમાંથી અમૂક રિપિટ થશે તો કેટલાંકને રિજેક્ટ કરાશે.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્રષ્ટિ ગુમાવી ચુકેલો યુવક પ્રેરણાનું ઝરણું બન્યો
Next Article જુગાર ઉપર દરોડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?