By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    22 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    22 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા
AuthorBhavy Raval

મોહનદાસ ગાંધી: પત્રકારત્વના પણ મહાત્મા

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 1:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

ભારતની આઝાદીનો ઈતિહાસ હોય કે ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ હોય, મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના આ બંને વાત રજૂ કરવી અશક્ય છે. જેમ ભારતની આઝાદીની વાત મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે તેમ ગુજરાતી પત્રકારત્વની વાત પણ મહાત્મા ગાંધીજીના ઉલ્લેખ વિના ન થઈ શકે. મહાત્મા ગાંધી ન માત્ર ગુજરાતી પરંતુ ભારતીય પત્રકારત્વનું ગૌરવ છે, પત્રકારત્વના પણ મહાત્મા છે. ભારતને આઝાદી અપાવવામાં જેટલું જ યોગદાન મહાત્મા ગાંધીજીનું છે તેટલું જ યોગદાન રાષ્ટ્રીય પત્રકારત્વના વિકાસમાં મહાત્મા ગાંધીજીનું છે. આમ છતાં એક પત્રકારત્વ તરીકે મહાત્મા ગાંધીજીની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. મહાત્મા ગાંધીજીએ આત્મકથા લેખન, નિબંધ લેખન, અનુવાદન, તત્વચિંતન, પત્રલેખનની સાથે વિવિધ વિષયો પરના લેખો લખીને તેમજ સંપાદક-તંત્રી તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નોંધનીય અને સવિશેષ ફાળો આપ્યો હતો. એક સફળ રાજનેતા, ધારાશાત્રી ઉપરાંત તેઓ એક સફળ પત્રકાર પણ હતા. સદાયને માટે આધ્યાત્મિક સંતપુરુષ કે રાષ્ટ્રપિતા તરીકે જ નહીં એક સફળ પત્રકાર તરીકે પણ મોહનદાસ ગાંધીનું સ્મરણ કરવું જ રહ્યું.

Contents
પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતાં જ રહ્યા હતા.  

– ભવ્ય રાવલ 

- Advertisement -

મોહનદાસ ગાંધીએ પ્રથમ વખત અખબાર જોયું ત્યારથી જ તેની શક્તિ-ક્ષમતા પારખી ચૂક્યા હતા. લેખનની તાકાતથી તેઓ ઝડપથી અવગત થઈ ગયા હતા. જે કાર્ય વકીલાતથી ન થઈ શકે એ કાર્ય પત્રકારત્વથી થઈ શકે. પ્રારંભિક તબક્કામાં એક ફ્રીલાન્સર જર્નાલીસ્ટ તરીકે ઈંગ્લેન્ડ હોય, દક્ષિણઆફ્રિકા હોય કે ઈંડિયા.. દેશ-વિદેશનાં પત્રોમાં મોહનદાસ ગાંધીએ લખવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં શાકાહાર, ખાવાની ટેવો, તહેવારો, જીવનચરિત્રો, નારી કલ્યાણ, સાક્ષરતા, નિસર્ગોપચાર, કોમીએકતા, બાળવિવાહ, અસ્પૃશ્યતા, કાંતણ, સ્વદેશી, દારૂબંધી, સત્યાગ્રહ, અહિંસા, સત્ય, રાષ્ટ્રીય ખામીઓ વગેરે વિષય પર મોહનદાસ ગાંધી લેખો લખતા. ભારતમાં આવ્યા બાદ આ વિષયો સાથેસાથે વિવિધ આંદોલનો, ચળવળો ઉપર તેમણે લખવાનું શરૂ કર્યું. અગ્રેજો અને તેમની નીતિઓ વિરુદ્ધ લખ્યું, દેશની સ્વતંત્રતા સાથે પ્રેસની સ્વતંત્રતા વિશે પણ લખ્યું. રાષ્ટ્રીય ચેતનાને જાગ્રત કરવા અને બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ જનમત નિર્માણ કરવા પત્રકારત્વને મુખ્ય માધ્યમ બનાવ્યું. જોતજોતામાં મોહનદાસ ગાંધીના પત્રકારત્વે એક ક્રાંતિ જગાવી દીધી. એવી ક્રાંતિ કે, આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. કેટલીક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ આ વિષય પર ખૂબ જ સારું કાર્ય કર્યું છે તેમ છતાં પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

રાષ્ટ્રપિતા તરીકે વિશ્વવિખ્યાત મોહનદાસ ગાંધી સૌ પ્રથમ એક કુશળ પત્રકાર હતા. એક એવા કુશળ પત્રકાર જેમણે ગુજરાતી, હિન્દી અને અગ્રેજી ભાષામાં પણ પત્રકારત્વ કર્યું. એક પત્રકારત્વ તરીકેના તમામ ગુણો મોહનદાસ ગાંધીમાં હતા. મોહનદાસ ગાંધી માસ કોમ્યુનિકેશનના માસ્ટર હતા, ન્યૂઝ પેપર્સ માસ કોમ્યુનિકેશનનો જ એક પાર્ટ હતો. એટલે તેમણે સત્ય અને અહિંસા બાદ ત્રીજું હથિયાર અખબારને બનાવ્યું હતું. મોહનદાસ ગાંધીએ પોતાની જીવનમૂડી ખર્ચી અખબારો સંભાળેલા હતા. ખોટમાં ચાલતા અખબારોનું સંચાલન કરીને નકલો વધારી હતી. તંત્રી, સંપાદક અને પત્રકાર તરીકે તેમની ધરપકડ પણ થયેલી, જેલવાસ પણ ભોગવેલો. પ્રેસ સીલ મારવામાં આવેલું.

આમ છતાં તેઓ ક્યારેય નાસીપાસ થયા ન હતા. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતા જ રહ્યા હતા. ગાડામાં બેઠાબેઠા, દોડતી ટ્રેન કે હાલકડોલક થતા વહાણમાં મુસાફરી કરતા સમયે પણ તેમણે લખ્યું. જમણો હાથ થકી જતો ત્યારે ડાબા હાથથી લખ્યું. પુષ્કળ લખ્યું અને એક સાચા પત્રકાર જેમ સત્યને ઉજાગર કરતું તેમજ સમાજનો આયનો રજૂ કરતું લખાણ લખ્યું. પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે વ્યવસાય ન હતો, પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે આમઆદમીના અંતરઆત્માનો પ્રગટ કરવાનું માધ્યમ હતું. તેઓ મિશનરી પત્રકાર હતા. આવી જ કેટલીક વિશિષ્ટ બાબતોને કારણે જ 20મી સદીનાં આરંભનાં દસક બાદથી લઈ આઝાદી સુધીનો સમયગાળો ગાંધીયુગ પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાય છે. આ યુગનાં પત્રકારત્વ પર મોહનદાસ ગાંધીની વિશેષ અસર રહી તેમજ મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

- Advertisement -

પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની સફળતા – સિદ્ધિઓ પર ખૂબ જ ઓછુ લખાયું – ચર્ચાયું છે!

આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીયુગનું પત્રકારત્વ અભ્યાસ અને સંશોધનનો એક વિષય છે. 

ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતાં જ રહ્યા હતા.  

મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

આમ છતાં તેઓ ક્યારેય નાસીપાસ થયા ન હતા. ક્યારેય કોઈ ડર કે દબાવમાં આવ્યા વિના મોહનદાસ ગાંધી લખતા જ રહ્યા હતા. ગાડામાં બેઠાબેઠા, દોડતી ટ્રેન કે હાલકડોલક થતા વહાણમાં મુસાફરી કરતા સમયે પણ તેમણે લખ્યું. જમણો હાથ થાકી જતો ત્યારે ડાબા હાથથી લખ્યું. પુષ્કળ લખ્યું અને એક સાચા પત્રકાર જેમ સત્યને ઉજાગર કરતું તેમજ સમાજનો આયનો રજૂ કરતું લખાણ લખ્યું. પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે વ્યવસાય ન હતો, પત્રકારત્વ મોહનદાસ ગાંધી માટે આમઆદમીના અંતરઆત્માનો પ્રગટ કરવાનું માધ્યમ હતું. તેઓ મિશનરી પત્રકાર હતા. આવી જ કેટલીક વિશિષ્ટ બાબતોને કારણે જ 20મી સદીનાં આરંભનાં દસક બાદથી લઈ આઝાદી સુધીનો સમયગાળો ગાંધીયુગ પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાય છે. આ યુગનાં પત્રકારત્વ પર મોહનદાસ ગાંધીની વિશેષ અસર રહી તેમજ મોહનદાસ ગાંધીના પત્રકારત્વમાંથી પ્રેરણા લઈ આજ, સૌરાષ્ટ્ર ભારતીય ખાદી સમાચાર, ખાદી જગત, ખાદી પત્રકારત, નયી તાલીમ, સબકી બોલી, રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારક, નયા-હિંદ, નશાબંધી સંદેશ, જીવન સાહિત્ય, ગાંધીમાર્ગ જેવા અનેકો પત્રો શરૂ થયા.

એક સારા પત્રકાર બનવા માટે અને અખબારમાં લખવા માટે પહેલો નિયમ એ છે કે, સૌ પ્રથમ અખબાર વાંચો, ખૂબ વાંચો. સારા વાંચક બનો. મોહનદાસ ગાંધી દક્ષિણઆફ્રિકામાં હતા ત્યારે આશરે 200 જેટલા સામયિકો વાંચતા! આ સિવાય પણ મોહનદાસ ગાંધીનું વાંચન વિશાળ રહ્યું છે જેની પ્રતીતિ તેમના લેખનમાં પણ જોવા મળે છે. પોતે જે અખબારનું સંચાલન હાથમાં લેતા તેમાં તેઓ ક્યારેય જાહેરાત પ્રસિદ્ધ કરવાના હિતમાં ન હતા, તે તેમના પત્રકારત્વનું સૌથી વિશિષ્ટ પાસું હતું. મોહનદાસ ગાંધીનું કહેવું હતું કે, પત્રને લોકપ્રિય બનાવવા કે તેનું સ્તર ઊંચું લઈ જવા જાહેરખબર છાપવાની જરૂરિયાત નથી, અખબારો માત્ર લવાજમની આવક ઉપર જ નભવા જોઈએ. આ માટે તેઓ છેલ્લાં પાનાં પર હંમેશા સૂચના લખતા કે, લવાજમ અગાઉથી ભરવું અનિવાર્ય છે.

મોહનદાસ ગાંધીનાં પત્રકારત્વનું અન્ય એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે, તેમના પત્રકારત્વમાં ક્યાંય સનસનાટીવાળા વિષયો સ્થાન ન હતું. લેખક-પત્રકાર તરીકે મોહનદાસ ગાંધીની લેખનશૈલી સ્પષ્ટ, સરળ અને સુપાચ્ય હતી. તેમનું લખાણ વાંચકોને સ્પર્શતું પણ અને ગમતું પણ. પત્રકારત્વનું વધુ એક મહત્વનું પાસું સિટીઝન જર્નાલીઝમ છે. મોહનદાસ ગાંધી લોકોને પણ કહેતા કે, કોઈપણ જાતનું દુ:ખ આવે તો તેનું વર્ણન તમારી ભાષામાં અતિશયોક્તિ વગર નામ-સરનામાં સાથે લખી મોકલવું. જેથી તેઓ વર્તમાનપત્ર દ્વારા તેને વાચા આપી શકે. લોકપ્રશ્નો અને રાષ્ટ્રની સમસ્યાને ઉજાગર કરતા મોહનદાસ ગાંધીના ઈંડિયન ઓપિનિયન, નવજીવન અને યંગ ઈંડિયા પત્રોએ સ્વાતંત્રતા ચળવળની પ્રેરણા આપી. જેનું પરિણામ એ આવ્યું કે, વિભિન્ન ભાષાઓમાં સ્વતંત્રતાને કેન્દ્રમાં રાખીને સમાચાર-વિચાર પ્રસ્તુત-પ્રગટ કરનારાં અખબારોની સંખ્યા વધતી ગઈ. આમ, અખબારોના માધ્યમથી તેમણે પોતાના વિચારો અને લોકોની વાચાને જનજન સુધી પહોચાડી. તેઓએ સામાન્ય જનજીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયો પર પોતાની કલમ ચલાવી પત્રકારીતાના દર્શન કરાવ્યા હતા તેમજ પત્રકારત્વને પણ એક નવી રાહ ચીંધી હતી. મોહનદાસ ગાંધીની પ્રેરણાથી ઘણા સમાચાર પત્રો શરૂ થયેલા.

ભારતમાં 18 વર્ષની વય સુધી એકપણ અખબાર ન વાંચનાર મોહનદાસ ગાંધીએ છ જેટલાં સામયિકોનું તંત્રીપદ સાંભળ્યું છે જેમાં ઈંડિયન ઓપિનિયન, યંગ ઈંડિયા, નવજીવન, હરિજન સેવક અને હરિજન બંધુનો સમાવેશ થાય છે. મોહનદાસ ગાંધીએ ઈંડિયન ઓપિનિયન આશરે 11 વર્ષ, યંગ ઈંડિયા ને નવજીવન આશરે 13 વર્ષ અને હરિજન પત્રો આશરે 15 વર્ષ ચલાવ્યા. તેઓએ હરિજન, હરિજનસેવક અને હરિજનબંધુ વૃત્તપત્રોનું સંપાદન પણ કર્યું હતું. મોહનદાસ ગાંધીએ 1919માં સત્યાગ્રહ નામનું સરકારી નોધણી કરાવ્યા વગર પણ એક સાપ્તાહિક બહાર પડ્યું હતું. આ ઉપરાંત ફ્રીલાન્સ જર્નાલીસ્ટ તરીકે તેમણે વેજીટેરીયન, ઈંડિયા, ટેલીગ્રાફ, ડેલીન્યૂઝ વગેરે જેવા પત્રોમાં પણ લખેલું છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં તેમના લેખો આજે પણ એટલા જ સાંપ્રત છે. તેમણે 40 વર્ષ સુધી લેખનકાર્યું કર્યું. 79 વર્ષ જીવન જીવનાર મોહનદાસ ગાંધીએ લેખક-પત્રકાર તરીકે અંદાજીત પાંત્રીસ હજાર પાનાં એટલે કે બે કરોડ જેટલા શબ્દો લખેલા છે!

વધારો : છાપાવાળાઓ હાલતા ચાલતા રોગચાળા જેવા બની ગયા છે. લોકો માટે છાપા બાઈબલ, કુરાન, અને ગીતાનું સ્થાન લેવા લાગ્યા છે. એક છાપું એવી આગાહી કરે કે હુલ્લડો થવાની તૈયારીમાં છે અને દિલ્હીમાં દુકાનોમાંથી બધી લાઠીઓ અને છરીઓ ઉપડી ગઈ છે. છાપાવાળાનું કામ તો લોકોને બહાદુર બનતા શીખવવાનું છે તેમનામાં ગભરાટ ફેલાવાવનું નથી. – મોહનદાસ ગાંધી (લેખક-પત્રકાર)

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બૉલીવુડ અભિનેત્રી મૌની રોય બંધાઈ આજે લગ્નના બંધને
Next Article પત્રકારત્વ, સમાચાર, અખબાર અને પત્રકાર થોડાં અર્થ, વ્યાખ્યા, સમજૂતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?