મૃતકના પરિવારોને 2 લાખ અને ઘાયલને 50 હજારની સહાય આપવાની વડાપ્રધાન મોદીની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના વર્ધામાં એક ભયાનક અકસ્માતમાં ધારાસભ્યના પુત્ર સહિત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત રાતે 11 : 30 વાગ્યાની આસપાસ થયો હતો. સેલસુરા શિવારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કારની સામે એક જંગલી પ્રાણી આવ્યું હતું. તેને બચાવવાના પ્રયાસમાં કાર બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી. તિરોડા વિધાનસભા મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય વિજય રહંદલે પુત્ર આવિષ્કાર છે. અન્ય 6 મહારાષ્ટ્રની બહારના છે. મળતી માહિતી મુજબ બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પોલીસનું કહેવું છે કે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે.
દરમિયાન મૃતકના પરિવારોને 2 લાખ અને ધાયલને 50 હજારની પીએમ ફંડમાંથી સહાય આપવાની પીએમ મોદીએ જાહેરાત કરી હતી.
- Advertisement -
આ અકસ્માત નેશનલ હાઈવે તુલજાપુર પર સેલસુરા શિવરા ખાતે થયો હતો. કારમાં સવાર તમામ 7 વિદ્યાર્થીઓ સાવંગી મેઘે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ યવતમાલથી સાવંગી મેઘે પરત ફરી રહ્યા હતા. ગાડી 40 ફૂટ નીચે પડી ગઈ હતી.
આ અકસ્માતમાં મેડિકલ કોલેજના સાત વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.


