By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો
AuthorKinnar Acharya

ઋક્ષરાજ, શતાનંદ અને અતિરથિ: રામાયણની રોચક વાતો

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 11:14 AM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.

– કિન્નર આચાર્ય 

તેમાં રામાયણને લગતી અલગ-અલગ હજારેક જેટલી રોચક માહિતી છે. આપણે તેમાંથી કદાચ પચાસ-સો વાતોથી પરિચિત હોઈશું, પરંતુ નેવું ટકા વાતો તો અત્યંત ઓછી જાણીતી અને રસપ્રદ છે. કોઈ પ્રકરણ નામો વિશે છે તો કોઈ આંકડાઓ અંગે તો કોઈ સંબંધો અંગે છે. ‘1000 રામાયણ પ્રશ્ર્નોત્તરી’ નામનાં આ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમને થેન્કસ કહીને પુસ્તકમાંની માહિતી વિશે વાત કરીએ.

Contents
રામનવમી હજુ હમણાં જ ગઈ. બેશક, લેખ લખવામાં થોડાં મોડા છીએ. પરંતુ રામ અને રામાયણ એવા રસપ્રદ વિષય છે કે કોઈપણ સ્થળ-કાળમાં તેની વાત થઈ શકે. હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું.– કિન્નર આચાર્ય 

પ્રથમ પ્રકરણ છે, નામ વિશે. રાવણે સિતાનું હરણ જેમાં કર્યું એ વિમાનનું નામ પુષ્પક હતું- એ બધાને ખ્યાલ છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ શું હતું? એમનું નામ હતું : સુષેણ. અચ્છા, રાજા જનકનું સાચું નામ શું હતું? જવાબ છે: સિરધ્વજ. સવાલો અનેક છે: એ ગુપ્તચરનું નામ શું હતું- જેનાં કહેવાથી રામે સિતાનો ત્યાગ કર્યો હતો? એનું નામ: દુર્મુખ. શ્રીરામે જે તીર્થમાં ડૂબકી લગાવી મહાપ્રયાણ કર્યું એનું નામ હતું, ગોપ્રતાર. મહર્ષિ વિશ્ર્વામિત્ર ઋષિ બન્યા એ પહેલાં વિશ્ર્વરથ નામે ઓળખાતાં. વાલી અને સુગ્રિવનાં પિતાનું નામ: ઋક્ષરાજ. રાજા જનકનાં પુરોહિતનું નામ હતું, શતાનંદ.

- Advertisement -

હવે થોડો કપરો પ્રશ્ર્ન : શ્રીરામે જે વૃક્ષની આડશ લઈને વાલીનો વધ કર્યો હતો, એ વૃક્ષ કયુ? જવાબ છે: સાલ વૃક્ષ. રાજા જનકનાં નાના ભાઈનું નામ શું હતું? ઉત્તર છે, કુશધ્વજ. સમુદ્ર મંથનમાંથી જે અશ્ર્વ નીકળ્યો હતો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેનું નામ ઉચ્ચૈશ્રવા. અશોક વાટિકામાં સિતાને રખાયા હતા એ પણ આપણને બધાને ખ્યાલ છે પરંતુ આ ઉદ્યાનનું બીજું એક નામ પણ હતું, ખ્યાલ છે? એ નામ એટલ: પ્રમદાવન.

મહર્ષિ વાલ્મિકીનું નાનપણનું નામ રત્નાકર હતું. લંકા દહન કર્યા બાદ હનુમાનજી જે પર્વત પર ચડીને સમુદ્ર ઓળંગીને આવ્યા હતા તેનું નામ હતું: અરિષ્ટ. વશિષ્ટ ઋષિની ગાયનું નામ હતું, સુરભી. કુબેરનો સેનાપતિ કોણ હતો? એ હતો- મણિભદ્ર. વિભિષણના એક દાસે પક્ષીનું રૂપ ધારણ કરીને લંકાની સૈન્યશક્તિની માહિતી મેળવી હતી. એ દાસ એટલે, અનલ. રાવણનું નામ પૂર્વજન્મમાં પ્રતાપભાનુ હતું. સમુદ્ર મંથનમાંથી જે મણી પ્રાપ્ત થયો તેનું નામ છે, કૌસ્તુભ. કુબેરના હાથીનું નામ: હિમપાંડુ. યમનાં હાથીનું નામ, મહાપદ્મ. વરૂણ દેવતાનાં હાથીનું નામ: સૌમનસ.

શ્રીરામે અશ્ર્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જાણીતી વાત છે. પણ આ યજ્ઞનાં અશ્ર્વનાં મસ્તક પર જે પત્ર બાંધવામાં આવતો- તેનું નામ શું? તેનાં માટેનો ખાસ શબ્દ છે: જયપત્ર.

- Advertisement -

રામાયણમાં યુદ્ધનાં અનેક વર્ણનો છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે, શત્રુ દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રને નાકામ કરવાની વિધિનું નામ શું છે? એ છે: રભસ. અલગ પ્રકારનો પ્રશ્ર્ન : એ રાક્ષસનું નામ શું હતું, જેણે સિતાની હત્યા ન કરવા રાવણને સમજાવ્યો હતો? જવાબ છે: સુપાર્શ્ર્વ. રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ. રાવણે સુગ્રિવ પાસે મોકલેલા દૂતનું નામ હતું, શુક. ગેરૂ સમાન લાલ વર્ણ ધરાવતા વાનર સેનાપતિનું નામ હતું, ગવય. ચાંદી જેવા ચળકતા વર્ણવાળા વાનર સેનાપતિનું નામ હતું, શ્ર્વેત. સગ્રિવના મંત્રીનું નામ હતું, પ્રભાવ. રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર. રામાયણમાં મધુપુરી તરીકે જેનું વર્ણન છે- એ આજનું મથુરા. ઈન્દ્રનાં ઉદ્યાનનું નામ: નંદન. ઈન્દ્રનાં સારથિનું નામ: માતલી.

અચ્છા, રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. ત્યારે તેમનું નામ હતું : પુંજિકસ્થલા. લક્ષ્મણની મૂર્ચ્છા દૂર કરવા હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા અને આખો પર્વત ઉઠાવી લાવ્યા. એ પર્વત એટલે દ્રોણગિરિ. મંથરાનું એક નામ કુબ્જા પણ હતું. લંકામાં રાક્ષસોનાં કુળદેવતાનું સ્થાનક હતું, એ ચૈત્ય પ્રાસાદ તરીકે ઓળખાતું હતું. વનવાસમાં ગયેલા રામ-સિતાને પરત અયોધ્યા લાવવા ભરત જે નૌકામાં ગયા તેનું નામ હતું- સ્વસ્તિક. આજની બિયાસ નદી એટલે રામાયણ કાળની વિપાશા નદી. ઉત્તર કુરૂ પ્રદેશમાં કુબેરનું એક અદ્વિતિય ઉદ્યાન હતું. નામ: ચિત્રરથ.

રાવણનાં શૌર્યની આપણે બહુ કથાઓ સાંભળી- વાંચી છે. પરંતુ સહસ્ત્રાર્જુને તેને હરાવી- બંદી બનાવીને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં રાવણનાં પિતાએ ખૂબ વિનંતી કરી તેથી તેને મુક્ત કર્યો. વાલીએ પણ છ-છ મહિના સુધી રાવણને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. રાવણની તપશ્ર્ચર્યા વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, પરંતુ શું એ ખ્યાલ છે કે વિભિષણે પાંચ હજાર વર્ષ સુધી એક પગ પર ઉભા કરીને તપ કર્યું હતું? શ્રીરામનાં રાજ્યાભિષેક માટે પાંચસો નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જવાબ: જાંબુવંત. એક ઋષિ એવા પણ હતા જે ભયંકર ગુસ્સામાં આવી ગંગાનું સમસ્ત જળ પી ગયા હતા. નામ: જહનું. રાજકુમાર પુરુએ પોતાનાં પિતાની આજ્ઞાથી પિતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરીને પોતાનું યૌવન પિતાને આપી દીધું હતું. તમને ખ્યાલ છે, રાવણે સ્વયં યમરાજ સામે પણ યુદ્ધ કર્યું હતું! રામ-લક્ષ્મણે રાક્ષસ વિરાધનો વધ કરીને જમીનમાં દાટી દીધો હતો.

અયોધ્યાનાં એ ક્યા પ્રતાપી રાજા હતા- જેમનાં પુત્રોએ પૃથ્વી વિંધી નાંખી હતી? એ રાજા એટલે- સગર. રામાયણમાં એક પાત્ર એવું પણ છે- જેણે શિરનાં જોરે તપસ્યા કરી હતી. એ પાત્ર એટલે શંબુક. એ કોણ હતો જેણે સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવીને રાખી હતી અને એક લાખ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો? એ હતો દુંદુભી. રાવણ અને યમરાજ વચ્ચેનાં યુદ્ધની વાત તો આપણ કરી. પણ વધુ એક વિગત એ છે કે, રાવણનાં ડરથી તેણે કાગડાંનું રૂપ ધારણ કરી લીધું હતું. એક પાત્ર એટલે અતિરથિ. એ દસ હજાર મહારથિઓ સામે એકલાં હાથે યુદ્ધ કરવા સમર્થ હતો. અને હા…. પેલા રાજકુમાર પુરુએ પોતાનું યૌવન પિતાને આપ્યું હતું- એ પિતા એટલે યયાતિ! ક્રમશ:

રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા.

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચક્રવર્તી સમ્રાટ અશોક અને વૈજ્ઞાનિક ધર્મનું સંવર્ધન!
Next Article “વિચારોથી વિશ્વ બદલાઇ જાય”

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?