ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામ ના સરપંચ સામત ભાઈ બાંમ્ભવા એ જણાવ્યું હતું તે અનિડા માં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના ગામ માં વિકરાળ ન બને તે માટે ગ્રામપંચાયત દ્વારા પાંચ દિવસ નું લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી ગામમાં રહેતા કોઈ પણ મજૂર શ્રમિકો એ બાહાર ગામ મજુરી કરવા જવા ઉપર અનીડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા પાબંધી લગાવવા માં આવે છે. મજુરી કામ બાહારગામ કરતા હોઈ તો તેને ત્યાં જ રહેવા સૂચના આપવામાં આવે છે તથા તમામ વેપાર ધંધા દિવસ ૫ સુધી બંધ રાખવાના છે. 5 દિવસનુ લોક ડાઉન જાહેર કરેલ છે. જેનો કોઈ એ ભંગ કરવો નહી. અનીડા ગામ રહેતા હોય તેને બહાર ગામ કે અન્ય સ્થળે કોઈ અગત્યના કામ સિવાય કે પરમીશન વગર ગામ બહાર જવુ નહી તેવું નક્કી કર્યું છે.
ગોંડલના અનિડા ભાલોડી ગામ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે
Follow US
Find US on Social Medias


