કોરોના સંકટમાં વધી રહેલા બેન્કિંગ ફ્રોડ્સને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે નવી ATM સર્વિસ શરૂ કરી છે. તેની હેઠળ જો તમે ATM માંથી પોતાનું બેન્ક બેલેન્સ કે મિની સ્ટેટમેન્ટ ચેક કરવા ઈચ્છો છો તો SBI તમને SMS દ્વારા જાણ કરશે.

SBI એ આ જાણકારી ટ્વીટર દ્વારા પોતાના ગ્રાહકોને ATM ફ્રોડ બચાવવા આપી હતી. તેમાં લખ્યુ છે કે જ્યારે પણ ગ્રાહક ATM થી બેલેન્સ ઈન્કવાયરી કે મિની સ્ટેટમેન્ટ ચેક કરશે ત્યારે SBI તે ડેબિટ કે ATM કાર્ડ ધારક ગ્રાહકને SMS મોકલી એલર્ટ કરશે. જેનાથી ખબર પડે કે ટ્રાંઝેક્શન ગ્રાહક કરી રહ્યો છે કે અન્ય વ્યક્તિ. જો કોઈ અન્ય વ્યક્તિ ટ્રાંઝેક્શન કરી રહ્યુ હશે તે ગ્રાહકને SMS દ્વારા તેની તુરંત જાણ થશે.