By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    6 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    6 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    5 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    5 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    8 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મધ કે મીઠું ઝેર?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > મધ કે મીઠું ઝેર?
AuthorTushar Dave

મધ કે મીઠું ઝેર?

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:50 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલ

તુષાર દવે

જો તમે આરોગ્યવર્ધન માટે કે ઔષધી તરીકે નિયમિત પણે મધનું સેવન કરતા હોવ અને પતંજલિ, ડાબર કે ઝંડુ જેવી કંપનીનું મધ વાપરીને એની શુદ્ધતા અંગે નિશ્ચિત હોવ તો સાવધાન થઈ જજો. CSE (સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ)ના ટેસ્ટમાં આ ત્રણેય સહિત 13 કંપનીઓના નમૂના ફેલ થયા છે. CSE ના રિપોર્ટ મુજબ એકત્ર કરવામાં આવેલા નમૂનાઓમાં પૈકી 77 ટકામાં સુગર સીરપની ભેળસેળના પ્રમાણ મળ્યાં છે અને સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર એ ત્રણ જ બ્રાન્ડ એવી છે જેમના નમુના આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનંસ સ્પેક્ટ્રોસ્કોપી (ગખછ) દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. જોકે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે, એમની કંપનીનું મધ ઋજજઅઈંના 100 પરિમાણો પર ખરું ઉતર્યું છે.100+ Honey Pictures & Images | Download Free Photos on Unsplash

Contents
પતંજલી-ડાબર અને ઝંડુ સહિત 13 બ્રાન્ડસના મધ શુદ્ધતાના પરિક્ષણમાં ફેલતુષાર દવેભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટસેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાકભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવુંડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છેભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગમાત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસમધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?જે સળગે એ મધ શુદ્ધ જ હોય?શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?વિશ્વના પાંચ સૌથી મોંઘા મધઈકારિયાનું ગ્રીક હની 16 હજાર રૂપિયાનું 920 ગ્રામમ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલોકામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલોન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલોએલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

ભેળસેળ પણ ચાઈનિઝ!: શુદ્ધતાના ટેસ્ટને પાસ કરી શકે એવા ચીની સીરપની મિલાવટ

ચોંકાવનારી બાબત તો એ છે કે આ ભેળસેળમાં ચાઈનિઝ કનેક્શન પણ સામે આવી રહ્યું છે. અહેવાલો મુજબ અલીબાબા જેવા ચાઈનિઝ પોર્ટલ પર એવા સીરપ વેંચાઈ રહ્યાં છે જે મધની શુદ્ધતાનો ટેસ્ટ પાસ કરાવી શકે. ચાઈનિઝ કંપનીઓ ભારતમાં ફ્રૂક્ટોઝના નામે આવા સીરપ સપ્લાય કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો દાવો છે કે આ ભેળસેળ 2003 અને 2006માં સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં જે ભેળસેળ સામે આવી હતી એના કરતાં પણ ખતરનાક છે.

- Advertisement -

12 Amazing Beauty Uses For Honey To Benefit Skin, Hair, and Nails

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના દાવા મુજબ આ ભેળસેળ અગાઉ સોફ્ટ ડ્રિંક્સની તપાસમાં મળેલી ભેળસેળ કરતાં પણ ખતરનાક

CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે એક જર્મન લેબમાં થયેલા મધની શુદ્ધતાના પરિક્ષણમાં ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, એપિસ હિમાલયન અને હિતકારી જેવી બ્રાન્ડ્સના નમૂના ફેલ રહ્યાં છે. 22 નમૂનાઓ પૈકી માત્ર 5 જ નમૂના તમામ ટેસ્ટમાં પાસ થયા અને 13 બ્રાન્ડ્સમાંથી માત્ર 3 બ્રાન્ડ્સના નમૂના તમામ પરિક્ષણમાં શુદ્ધ સાબિત થયાં.

ભેળસેળિયું મધ ખાવું એટલે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ જણાવે છે કે બજારમાં મોટેભાગે ભેળસેળિયું મધ વેંચાઈ રહ્યું છે. એવું મધ ખાનારા લોકો મધ ઓછું અને ખાંડ (શબ્દસ:) વધુ ખાઈ રહ્યાં છે. એનાથી તો કોવિડ-19નું જોખમ વધી જાય. કારણ કે ખાંડ તો અલ્ટિમેટલી ઓબેસિટી સાથે જોડાયેલો મામલો છે. ગયા વર્ષે ઋજજઅઈંએ આયાતકારો અને રાજ્યોના ખાદ્ય કમિશરોને ચેતવણી પણ આપી હતી કે ગોલ્ડન સીરપ, ઈનવર્ટ સુગર સીરપ અને રાઈસ સીરપને આયાત કરીને તે મધમાં ભેળવવામાં આવે છે.

- Advertisement -

Honey's Eternal Shelf Life, Explained | Discover Magazine

ડાયાબિટિક વ્યક્તિ માટે ભેળસેળિયું મધ એ ઝેર જ છે

મધનું એલ્ટ્રેશન કરનારાઓ એમાં સુગર કેમિકલ્સ ભેળવતાં હોય છે. જે માણસના લિવર, હાર્ટ કે આંતરડા પર ઈફેક્ટ કરે છે. વળી કેટલીક કંપનીઓ તો એને ટ્રાન્સપરન્ટ બનાવવા અન્ય સિન્થેટિક્સ પણ વાપરતી હોય છે.

ભેળસેળિયા મધમાં વપરાંતા આર્ટિફિશિયલ ફ્રૂક્ટોઝ-ગ્લુકોઝ (મધના ત્રણ મુખ્ય તત્વો પૈકીના બે) તેમજ કલર કેમિકલ્સ દરેક માટે નુકસાનકારક છે. ભારતમાં મોટેભાગે મધનો ઉપયોગ દવામાં થતો હોય છે. વળી, ડાયાબિટિક વ્યક્તિઓ તો એને ખાંડ વગરનું માનીને બેફામ ખાતાં હોય અને ભૂલમાં પોતાના શરીરમાં સુગર જ ઓરી રહ્યાં હોય એટલે ડાયાબિટિક વ્યક્તિઓ માટે તો ભેળસેળિયું મધ એ કોઈ ઝેરથી કમ નથી.

ભાવ અને ભેળસેળ : અલગ – અલગ છતાં લગોલગ

દર્શન ભાલારા કહે છે કે, ‘મધનો નીચો ભાવ જ એમાં ભેળસેળનું સૌથી મોટું કારણ છે. કેટલીક બ્રાન્ડેડ કહેવાતી કંપનીઓ 280 રૂપિયે કિલોના ભાવે પણ મધ વેંચે છે. સાહેબ, તમે મધ તો છોડો ઘરે ખાંડની કિલો ચાસણી બનાવો તો પણ એની પડતર તમને દોઢસોથી બસ્સો રૂપિયા થાય! એ સંજોગોમાં જો કોઈ તમને 280 રૂપિયે મધ વેંચતું હોય તો એ શુદ્ધ કેવી રીતે હોવાનું? અને ખાંડ તો બહુ મોંઘી પડે, ભેળસેળ કરનારાઓ તો 20થી 50 રૂપિયે કિલો હોય એ તત્વો મધમાં ભેળવતા હોય છે. મધના ભાવ અમુક લોકો તળિયે લઈ ગયા હોવાનું એક કારણ એ પણ છે કે એમાં સરકારનું કોઈ રેગ્યુલેશન નથી. નથી સરકાર કોઈ ભાવ નિયત કરતી, નથી ખરીદતી. માટે અમે તો મધધારામાં મોટેભાગે રિટેલ જ વેપાર કરીએ છીએ અને શુદ્ધતા માટે અમને મોં માંગ્યા દામ પણ મળે છે પરંતુ જો કોઈ મોટી બ્રાન્ડ અમારી પાસેથી મધ ખરીદવા ઈચ્છતી હોય તો ભાવ એ નક્કી કરે. કારણ કે સરકારનું કોઈ રેગ્યુલેશન નથી.

માત્ર મધમાં જ નહીં, મધમાખીના ખોરાકમાં પણ ભેળસેળ કરી રહ્યો છે માણસ

જૂન-જૂલાઈ અને ઓગસ્ટ મધમાખીનો વિક પીરિયડ હોય છે, ફૂલોની સિઝન ન હોય એ સમયગાળામાં મધમાખીનું અસ્તિત્વ ટકાવવા એને કંઈક ફિડિંગ કરાવવું પડે. એ પીરિયડમાં ટકવા માટે મધમાખી પાઉડર ફોર્મમાં મધ તૈયાર કરતી હોય છે. જે બી પોલોન તરીકે ઓળખાય છે. એની કિંમત કિલોની 1500થી 2000 રૂપિયા હોય છે. એ કોસ્ટ નીચી લાવવા મધમાખીનો ઉછેર કરનારાઓ કેટલાક એને બી પોલોનના બદલે સીધુ ખાંડનું જ ફિડિંગ કરાવતા હોય છે. ખાંડનું ફિડિંગ કરતી મધમાખી મધમાં આપણને એ ગુણધર્મો ક્યાંથી આપવાની જે તત્વો માત્ર ફૂલના કુદરતી તત્વોમાંથી જ મળે છે? માટે સસ્તું મધ ખાનારાઓ શબ્દસ: મધના નામે ખાંડ ખાઈ રહ્યાં હોય છે.

મધ અને માન્યતાઓમાં શું સાચુ શું ખોટું?

વર્ષોથી મધના ઉત્પાદનના વ્યવસાયમાં રહેલા દર્શનભાઈ સ્પષ્ટ કહે છે કે લેબોરેટરી ટેસ્ટિંગ વિના મધની શુદ્ધતા પારખવી સામાન્ય માણસ માટે ઓલમોસ્ટ ઈમ્પોસિબલ છે. ઘરગથ્થુ નુસખાઓ અને માન્યતાઓના આધારે મધની શુદ્ધતા કે અશુદ્ધતા નક્કી ન કરવી જોઈએ. મધ સંપૂર્ણ આહાર છે. એ ક્યારેય દરેક જગ્યાએ એકસરખું ન મળે. એના જાડા-પાતળા હોવા કે અલગ સ્વાદ-સુગંધ હોવાનો આધાર એ જેમાંથી બન્યું હોય એ ફૂલના તત્વો પર રહેલો હોય છે. આપણા સમાજમાં મધ અંગે અનેક માન્યતાઓ-ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.

શું જે જામે એ મધ અશુદ્ધ જ હોય?

એક માન્યતા એવી છે કે જે જામી જાય એ મધ અશુદ્ધ હોય. એની પાછળનો તર્ક એવો છે કે જો જામી જાય તો એમાં ચાસણી ભેળવેલી હોય. આ તર્ક ખોટો એટલા માટે છે કે ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને 150 ડિગ્રી હિટ આપવી પડે. ત્યારે એ ચાસણી થાય. એ ચાસણી જામી જાય પછી એને તમે ફરી 150 ડિગ્રી તાપમાને ગરમ કરો ત્યારે એ ફરીથી ચાસણી થાય. જ્યારે મધના કિસ્સામાં તો એવું છે કે જામેલા મધને તમે થોડા દિવસ અગાસીમાં તડકે મુકો એટલે ફરી એ લિક્વિડ સ્વરુપમાં આવી જાય છે. મધના જામવા કે ન જામવાનું કારણ એ મધ મધમાખીએ જેના અર્કમાંથી એ મધ બનાવ્યું હોય એ ફૂલ હોય છે. જે ફૂલમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય એ ફૂલના અર્કમાંથી મધમાખીએ બનાવેલું મધ જામી જાય એ કુદરતી છે. જેમ કે ધાણાનું મધ. સરસવનું મધ પણ જામી જાય. મધનો ગુણધર્મ એ છે કે એ કુદરતી છે. એટલે કુદરતી વાતાવરણના ફેરફારની એના પર અસર થવાની જ.

જે સળગે એ મધ શુદ્ધ જ હોય?

સાચુ મધ સળગે પણ ખરું અને ન પણ સળગે. એના સળગવા કે ન સળગવાનો આધાર એની શુદ્ધતા કે અશુદ્ધિ નહીં, પણ એનો પૂળો અને એને ઉતારવાની પદ્ધતિ હોય છે. મધમાખીનો પૂળો એટલે કે વેક્સ મુળત: જ્વલનશીલ પદાર્થ છે. પૂળામાંથી નીચોવીને કાઢેલા મધમાં પૂળાનો ભાગ આવે એટલે એ સળગે. જ્યારે નીચોવવાના બદલે ઝાટકીને ઉતાર્યું હોય અને પછી આછા કપડાંમાં ગાળી લીધું હોય એ મધ ન સળગે.

શુદ્ધ મધનો મિનિમમ ભાવ શું?

દર્શન ભાલારા કહે છે કે, શુદ્ધ મધ પાંચસો-સાતસો રૂપિયે કિલોથી સસ્તું આપવું કોઈને પોસાય નહીં. જો એનાથી સસ્તુ કે અડધા ભાવે કોઈ મધ વેંચતું હોય તો એની ગુણવત્તા ચોક્કસપણે શંકાના ઘેરામાં જ રહેવાની.

વિશ્વના પાંચ સૌથી મોંઘા મધ

ઈકારિયાનું ગ્રીક હની
16 હજાર રૂપિયાનું 920 ગ્રામ

ગ્રીક ટાપુ ઈકારિયાના મધનો જાર અંદાજે 16 હજાર રૂપિયે કિલો વેંચાય છે. જેમાં 920 ગ્રામ મધ આવે. આ ટાપુ પૌરાણીક કાળથી હિલિંગ માટે જાણીતો છે. અહીંની ડાર્ક બ્રાઉન રંગની મધમાખીઓ હાઈ-ક્વોલિટીની માનવામાં આવે છે. જેઓ હર્બલ્સ, પાઈન ટ્રી અને ટાપુની અન્ય વનસ્પતિઓના રસમાંથી મધ બનાવે છે.

મ્યલ લો મેહોર દેલ બિયર દો 11 હજારનું કિલો

સ્પેનના El Bierzo જિલ્લાની મધમાખીઓ દ્વારા ઉત્પાદિત આ મધ પણ રેર ક્વોલિટીમાં આવે છે.
હલાલ સર્ટિફાઈડ આ મધ મુસ્લિમોમાં ખુબ લોકપ્રિય છે. 11 હજાર રૂપિયે કિલો વેંચાતુ આ મધ એક સમયે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ મધ હતું

કામોત્તેજક મનાતું રોયલ યમન સિદ્ર હની : 73 હજારનું કિલો

કામોત્તેજક મનાતા આ મધની એટલી બધી માંગ રહે છે કે અમેરિકામાં તે ઓલમોસ્ટ 73 હજાર રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. આ મધ તેના મેડિકલ ઉપયોગ માટે અને આરોગ્યવર્ધક તરીકે જાણીતું છે. સિદ્ર હનિના પણ અનેક પ્રકાર છે જે પૈકી સૌથી મોંઘુ આ રોયલ યમન છે. યમન અને સાઉદી અરેબિયામાં સિદ્રના વૃક્ષના તત્વોમાંથી મધમાખીઓ આ જે મધ બનાવે છે તે હજારો વર્ષોથી ઔષધીઓમાં વપરાય છે.

ન્યૂઝીલેન્ડનું રેર હાર્વેસ્ટ મનુકા હની : 1 લાખ 31 હજાર રૂપિયે કિલો

સંતાનોત્પત્તિ માટે ફાયદાકારક મનાતું અને હાઈએસ્ટ રેટિંગ ધરાવતું આ મધ ધ ટ્રૂ હનિ કંપની બનાવે છે. આ મધની દરેક બેંચમાં માત્ર 1 હજાર જાર તૈયાર થાય છે.

એલ્વિશ હની : રૂપિયા પાંચ લાખનો ચાંદલો કરો ત્યારે એક કિલો મળે!

પઈશ્વરના સાચા અમૃતથ તરીકે જાણીતું આ મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. એલ્વિશ હનિ ખુબ જાડું અને સોનેરી રંગનું હોય છે. જે તેને ખુબ જ મૂલ્યવાન બનાવે છે. આ મધ તુર્કીની કેટલીક ગુફાઓમાંથી મળી આવે છે. આ પૈકીની સૌથી ઊંડી ગુફાની ઊંડાઈ પૃથ્વીથી 1800 મિટર છે. આ મધ મોંઘુ હોવાનું કારણ એ પણ છે કે એને લાવવા માટે પર્વતારોહકોની આખી ટુકડીને ગુફામાં ઉતારવી પડે છે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશ ના અર્થતંત્રને મજબૂત બનાવશે IT કંપનીઓ, ઈન્ફોસિસ આપશે 55,000 નોકરીઓ
Next Article નાઇટ કર્ફ્યૂ હવે 10ને બદલે 9 વાગ્યાથી થઈ શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?