સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય ધનુ રાશિમાં, ચંદ્ર ક્ધયાથી ધનુ, બુધ ધનુ-મકર, શુક્ર મંગળ વૃશ્ચિક, ગુરુ કુંભ, શનિ મકર, રાહુ વૃષભ, કેતુ વૃશ્ચિક ગ્રહોના ઉપરોક્ત ગોચર પરિભ્રમણનો, સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મેષ (અ, લ, ઇ)
બુધવારના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં ધારેલા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, સાથે જ આવકનું પ્રમાણ જળવાઈ રહે, મિત્રો સાથે વાદ-વિવાદ ટાળવો. કેટલાંક કાર્યોમાં વિઘ્ન આવતું જણાય તથા નવી વ્યક્તિઓ સાથે મુલાકાત સંભવ બને, મંગળવારે આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય. ધંધામાં વિચારેલી યોજનાઓને અમલમા મૂકી શકાશે તથા દામ્પત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે, ધાર્મિક યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને. બાળકો તથા કુટુંબીજનો માટે ઋતુગત બીમારીથી સાચવવું હિતાવહ.
- Advertisement -
વૃષભ (બ,વ,ઉ)
સામાજિક કાર્ય આગળ વધે સાથે જ નવા સાહસો વિચારીને કરવા, બુધવારે મધ્યાહન પછી કોઈ સમાચાર આપના ઉત્સાહમાં વધારો કરી શકે છે. મનનાં મનોરથ ફળતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ગુરૃવારનો દિવસ આનંદમય પસાર થાય. વ્યવસાયમાં ધારેલી પ્રગતિ સાધી શકશો સાથે જ નાણાકીય સફળતા જણાય, જૂની જમીન મકાનની સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
મિથુન (ક, છ, ઘ)
તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતું જણાય સાથે મનની બેચેની પણ દૂર થતી જણાય, લોકો સાથેના આર્થિક વ્યવહારમાં ધ્યાન રાખવું જરૂરી છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ છે. યાત્રા પ્રવાસનું આયોજન સંભવ બને, ઋતુગત બીમારીથી સાચવવું.મહત્ત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ અને મોસાળમાં થી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, અશાંતિનાં વાદળ વિખરતા જણાય.નોકરીમાં કાર્યબોજ હળવો થતાં રાહત અનુભવાય.
કર્ક (ડ, હ)
કૌટુંબિક કે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. તમારું કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જણાય, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય. વેચાણ માટે ઉતાવળ ન કરવી. ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું. વાદ વિવાદથી અંતર જાળવવું, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો. સામાજિક જવાબદારીમાં વધારો જણાય. પારિવારિક મકાન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ થાય. ધંધામાં આર્થિક કાર્યક્ષેત્રમાં કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું, નવા પડાવ સર થાય
- Advertisement -
સિંહ (મ, ટ)
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. સાથે જ ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય, ખર્ચ ઓછા કરવાના પ્રયત્ન કરવા. આપ હરો ફરો કે કામકાજ કરો પરંતુ આપના મનને શાંતિ જણાય નહીં. કોઈ પણ આર્થિક કામ પતાવવાની ઉતાવળ કરવી નહીં. આપને કામમાં સાનુકૂળતા જણાય. નોકરી ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. પરદેશ સાથેનું કામ થાય. નોકરી ના કાર્યક્ષેત્રમાં પડતર સમસ્યાનો ઉકેલ જણાય અને નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ બને.
ક્ધયા (પ, ઠ, ણ)
આપના ધંધા રોજગાર ના કામની સાથે સામાજિક તેમજ વ્યવહારિક કામ અંગે આપને દોડધામ રહે. પરંતુ બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં સરળતા રહે. આપને માનસિક પરિતાપ છતાં આપના નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય કે સરકારી કામકાજ અંગે દોડધામ જણાય. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ કે ખરીદી માટે બચત કરવી જરૂરી છે.
તુલા (ર, ત)
આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. આકસ્મિક મુલાકાતથી કામમાં ઉત્સાહ રહે. વાણીની મીઠાશથી લાભ રહે.આપના કામ અંગે સતત દોડધામ જણાય. જો કે ધીમે-ધીમે કામનો ઉકેલ આવવાથી આપને રાહત પણ રહે. મિત્રવર્ગથી હર્ષ-લાભ રહે. આપને દેશ-પરદેશના કામ અંગે વ્યસ્તતા રહે. નોકરીમાં બઢતી બદલીના પ્રશ્ન અંગે વિચારણા થાય. કૌટુંબિક કામ અંગે બહાર જવાનું થાય. કૌટુંબિક ઉત્સાહમાં વધારો થાય તેમ જ માંગલિક કાર્ય આગળ વધે. નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ થાય.
વૃશ્ર્ચિક (ન, ય)
આપના કામમાં સતત શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેનું ધ્યાન રાખવું પડે. વડિલ વર્ગ અને કુટુંબ પરિવારની ચિંતા રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો સરળતા-સાનુકૂળતા જણાય.આપના કામમાં દિવસ દરમ્યાન વ્યસ્ત રહો. રાજકીય કે પછી સરકારી કામમાં સાનુકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ કે ખરીદી કરવી પડે.સાથે દાન પુણ્ય નું કાર્ય સંભવ, તમારું આરોગ્ય કાળજી માગી લેતું જણાય. ધંધાના કાર્યક્ષેત્રમાં ધન લાભ સંભવ બને.
ધનુ (ભ, ધ, ઢ, ફ)
આર્થિક વિકાસ માટે, જેમ જેમ દિવસો પસાર થાય તેમ આપને ધીરે ધીરે રાહત થતી જાય. સંતાનના પ્રશ્નમાં આપની પરેશાની દૂર થાય. હમણાં થોડા સમય માટે, નોકરી ધંધાના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષે ચિંતા જણાય. આપના યશ, પદ કે પછી ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી ઉત્સાહ અનુભવો. આપના કામકાજમાં અન્યનો સાથ મળી રહે. સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, વડિલ અને સિનિયર સિટીઝન સાથે નમ્ર વ્યવહાર રાખવો
મકર (ખ, જ)
ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી ફાયદો જણાય. આપના કામમાં કુટુંબનો સાથ સહકાર મળી રહે. મહત્ત્વના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આર્થિક બાબતે અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય. જાહેરક્ષેત્રના કામમાં અથવા સંસ્થાકીય કામમાં સાનુકુળતા રહે. આપને રાજકીય સરકારી કામ અંગે ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે. દોડધામ ખર્ચમાં વધારો થાય. પરંતુ સીઝનલ ધંધામાં ધ્યાન રાખવાથી ધણો ફાયદો થાય.
કુંભ (ગ, શ, સ)
બુધવારે દિવસ દરમ્યાન આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહ્યા કરો. આપના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને.નોકરી ધંધામાં સહકાર્યકર વર્ગ કે પછી નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. આપના કામની પ્રશંસાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સ્થાવર સંપત્તિના આપના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. બેંકના વીમા કંપનીના કે શેરોના કામમાં આપને ધ્યાન રાખવું પડે. શેરબજારમાં ખરીદી ઉપયોગી જણાય. કોર્ટ કચેરીના કામમાં દોડધામ રહે. આપના કામનો બુધ્ધિ અને આવડત તથા મહેનતના આધારે ઉકેલ લાવી શકો.
મીન (દ, ચ, ઝ, થ)
અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં આપને સ2ળતા મળી રહે. જુના મિત્ર કે સ્વજન સ્નેહિ સાથેની મુલાકાતથી આનંદ રહે. આપના કામમાં અન્ય કોઈની મદદની આશા રાખવી નહીં. સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. સાથે જ સ્વજનથી મિલન સંભવ, વડિલો અને અન્ય મિત્રોની મદદથી ચિંતાનાં વાદળ દૂર થતા જણાય. ધંધાના કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને. પારિવારિક સહયોગથી મહત્ત્વના કાર્ય પૂર્ણ થાય. જૂની ઉઘરાણી બાબતે મુશ્કેલી જણાય, તો કુળદેવી કે ઇષ્ટદેવની ઉપાસના કરવાથી શાંતિ જણાય.



