ડ્રગ્સનાં કાળા કારોબારનું જાણે ગુજરાત એપી સેન્ટર
UAEમાં ષડયંત્ર ઘડાયા બાદ પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો મસમોટો જથ્થો
પાકિસ્તાનથી જ મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે: રાજ્યનાં DGP આશિષ ભાટિયાનો પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો
ડ્રગ્સની હેરાફેરી કરનાર સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત : ઝાહિદ બશીર બ્લોચ ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાનો મુખ્ય સૂત્રધાર
ગુજરાત ATSની ટીમે ઓપરેશન પાર પાડ્યું

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ. 600 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને ઞઅઊ કનેક્શન સહિતની સિલસિલેવાર વિગતો જાહેર કરી હતી.
- Advertisement -
120 કિલો હેરોઈન પાકિસ્તાનનાં મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છૂપાવ્યું અને બાદમાં મોરબીનાં ઝીંઝુડા ગામનાં આ મકાનમાં રખાયું હતું
રાજ્યના પોલીસવડાએ સંબોધતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે.
ડ્રગ-માફિયા ઝાહિદ બલોચ મુખ્ય સૂત્રધાર
પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે. ઝીંઝુડામાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઈ કારણોસર ડિલિવરી ગુજરાતમાં કરી હતી.
આરોપી દુબઈમાં ડ્રગ્સ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની શંકા
આરોપી ગુલાબ તથા જબ્બાર અવાર નવાર દુબાઈ જતા હોવાથી ત્યાનાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની પોલીસે સંભાવનાઓ વ્યક્ત કરી છે. આરોપી ગુલામ ભાગડ તાજેતરમા સલાયા ખાતે મહોર્રમ તાજિયા વખતે થયેલા રાયોટિંગના ગુનામાં પકડાયો હતો. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો.
- Advertisement -



