By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    29 seconds ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    21 hours ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    23 hours ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    2 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    21 hours ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    23 hours ago
    સહકારી બેંકો દ્વારા યુવાનો માટે ‘યુવા લાઉન્જ’ શરૂ કરાશે
    23 hours ago
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    2 days ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    2 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    4 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા
CRIME

જસદણના જંગવડમાં મિલ્કતના ડખ્ખામાં પિતરાઈએ દંપતીને ધોકાના ઘા ફટકારી પતાવી દીધા

Khaskhabar Editor
Last updated: 2026/11/20 at 11:51 AM
Khaskhabar Editor 4 minutes ago
Share
6 Min Read
SHARE

કથામાં જતા દંપતીને આડેધડ ધોકા મારતા પત્નીનું ઘટનાસ્થળે, પતિનું સારવારમાં મોત : બેને ઇજા

નશામાં ધૂત થઇ બેવડી હત્યાને અંજામ આપનાર અશોકને આટકોટ પોલીસે ઝડપી લીધો

- Advertisement -

રાજકોટ જીલ્લાના જસદણ તાલૂકાના જંગવડ ગામે ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે કોળી યુવાન અને તેના સગર્ભા પત્‍નિ પર તેના જ કૌટુંબિક મોટાબાપુના દિકરાએ ધોકાના ઘા માથામાં ફટકારતાં પત્‍નિનું ઘટના સ્‍થળે જ અને પતિનું રાજકોટ ખાતે સારવારમાં મોત નિપજ્‍યું હતું આ બંનેને બચાવવા માટે વચ્‍ચે પડેલા તેમના ભાભી અને ભત્રીજાના પત્‍નિને પણ ઇજા થઇ હતી હત્‍યાનો ભોગ બનનારના ભાભીએ કહ્યું હતું કે અગાઉ અમે કાકાજી લઘરાભાઇ ઘોડકીયાના મકાનમાં રહેતાં હતાં ત્‍યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સૂડો વારંવાર માથાકુટ કરી ગાળો દઇ મારવાની ધમકી આપતો હોઇ અમે મકાન ખાલી કરી ભાડે રહેવા જતાં રહ્યાં હોઇ તેનું મનદુઃખ રાખી ગુરૂવારે ધોકા સાથે આવી તૂટી પડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જંગવડના લીમડા ચોકમાં રહેતાં પ્રકાશભાઇ બચુભાઇ ઘોડકીયા ઉ.35 અને તેમના પત્‍નિ વિલાસબેન ઘોડકીયા ઉ.32 ગઇકાલે બપોરે ગામના ધારેશ્વર મંદિરે કથા ચાલુ હોઇ તે સાંભળવા જવા ઘરને તાળા મારતા હતા ત્‍યારે અચાનક ગામમાં રહેતો પ્રકાશભાઇના મોટા બાપુનો દિકરો અશોક ઉર્ફે સૂડો ધોકો લઇને આવ્‍યો હતો અને પતિ-પત્‍નિ પર તૂટી પડયો હતો આડેધડ ઘા ફટકારતા દેકારો થતાં કરીયાણાની દુકાન ધરાવતાં પ્રકાશભાઇના ભત્રીજાના પત્‍નિ પુરીબેન ભૂપતભાઇ ઘોડકીયા તેમજ પ્રકાશભાઇના ભાભી મુક્‍તાબેન ઉર્ફ લાભુબેન જેન્‍તીભાઇ ઘોડકીયા દોડી આવ્યા હતા તો અશોકે આ બંનેને પણ ધોકાના ઘા ફટકાર્યા હતાં આ હુમલામાં ગંભીર ઇજા થતા વિલાસબેનનું ઘટના સ્‍થળે જ મોત થયુ઼ હતું જ્‍યારે પ્રકાશભાઇ, મુક્‍તાબેન, પુરીબેનને સારવાર માટે ખસેડાયા હતાં અહીં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં આજે સવારે સારવાર દરમિયાન પ્રકાશભાઇ ઘોડકીયાનું પણ મૃત્‍યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરીણમ્‍યો હતો. આ બનાવમાં આટકોટ પોલીસે જંગવડ રહેતાં હત્‍યાનો ભોગ બનનાર દંપતિના ભાભી લાભુબેન જેન્‍તીભાઇ ઘોડકીયાની ફરિયાદ પરથી જંગવડમાં જ રહેતાં અશોક ઉર્ફે સુડો ગોવિંદભાઇ ઘોડકીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવ્‍યું હતું કે માાર પતિ ત્રણ ભાઇઓ છે. જેમાં સૌથી નાના પ્રકાશભાઇ છે ગુરૂવારે બાજુમાં રહેતાં લાલજીભાઇની દિકરી ઇલાનો મને ફોન આવ્‍યો હતો અને તેમાંથી મારા દિકરા વ્રજે મારી સાથે વાત કરી કહ્યું હતું કે – હું પ્રકાશકાકા સાથે સપ્‍તાહ-કથામાં જાઉ છું. જેથી મેં મારા દિકરાને મંદિર થોડુ દુર હોય ત્‍યાં જવાની ના પાડી હતી આ પછી હું દિકરા વ્રજને લેવા મારા દિયર પ્રકાશભાઇના ઘરે જવા નીકળી હતી ઘરનું બારણુ ખખડાવતાં મારા દેરાણી વિલાસબેન બહાર આવેલ ત્યાં મારો કૌટુંબિક જેઠ અશોક ઉર્ફે સુડો લાકડાના ધોકા સાથે હાજર હતો. તે મોટે મોટેથી ગાળો બોલતો હતો જેથી મેં અને મારા દેરાણી વિલાસબેને તેને ગાળો બોલવાની ના પાડી હતી આથી અશોકે કે-આજે તમને બધાને મારી નાંખવા છે. આ પછી તેણે ધોકાથી હુમલો કરી મને માથામાં મારવા જતાં મેં હાથ રાખી દેતાં મારા દેરાણી વચ્‍ચે પડતાં તેના માથામાં લાકડાના ઘા ફટકારી દીધા હતાં. અમે રાડા રાડ કરતાં દિયર પ્રકાશભાઇ ઘર અંદરથી બહાર આવતાં તેને પણ માથામાં લાકડાના ઘા ફટકારી દીધા હતાં આ વખતે મારા ભત્રીજા ભૂપતના પત્‍નિ પુરીબેન વચ્‍ચે પડતાં અશોકે તેને પણ માથામાં ધોકો ફટકારતાં તે પણ જમીન પર પડી ગયા હતાં. દરમિયાન મારા જેઠ રમેશભાઇ આવી જતાં અશોક ભાગી ગયો હતો. મને મારા દિયર, દેરાણી, ભત્રીજાના પત્‍નિે રિક્ષા મારફત આટકોટ કે. ડી. પી. હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. જ્‍યાં મારા દેરાણીને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં. જ્‍યારે પુરીબેનને અને મારા દિયર પ્રકાશભાઇને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતાં આ બનાવનું કારણ એવું છે કે અમે મારા કાકાજી સસરા લઘરાભાઇ ઘોડકીયાના મકાને અગાઉ રહેતાં હતાં ત્‍યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સુડો અમને અવાર-નવાર માથાકુટ કરી ગાળો દેતો હતો. અગાઉ મારવાની ધમકી પણ આપી હતી. જેથી અમે મકાન ખાલી કરી નાંખ્‍યું હતું અને ભાડે રહેવા જતાં રહ્યા હતાં. આ કારણે અશોકને ગમ્‍યું નહોતું. ગુરૂવારે તે દિયર પ્રકાશભાઇના ઘરે ધોકા સાથે આવી ગાળો બોલતો હોઇ મેં અને મારા દેરાણીએ ના પાડતાં તેણે આજે તો તમને બધાને મારી નાંખવા છે કહી ધોકાના ઘા ફટકાર્યા હતાં દેરાણીનું આટકોટમાં અને દિયરનું રાજકોટમાં મોત થયું હતું આટકોટ પીઆઇ આર. એમ. રાઠોડ અને ટીમે ગુનો દાખલ કરી આરોપી અશોક ઉર્ફે સૂડોને સકંજામાં લઇ લીધો હતો. ડબલ મર્ડરની આ ઘટનાથી આટકોટ-જસદણ પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

- Advertisement -

હત્‍યાનો ભોગ બનનાર વિલાસબેનને સારા દિવસો જતા હતા

હત્યાનો ભોગ બનનાર પ્રકાશભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં પતિ સાથે હત્‍યાનો ભોગ બનનાર વિલાસબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તેણીને હાલમાં સારા દિવસો જતાં હતા અને ટુંક સમયમાં સિમંતનો પ્રસંગ યોજવાનો હતો. પરંતુ પરિવારમાં એક નવા સદસ્‍યનું આગમન થાય એ પહેલા જ સગર્ભા માતાની હત્‍યા થઇ ગઇ હતી હત્‍યાનો ભોગ બનેલા વિલાસબેન અને ફરિયાદી બનેલા તેમના જેઠાણી લાભુબેન બંને સગા બહેનો થાય છે.

કાકા નિઃસંતાન હોઇ પ્રકાશને મકાન આપી દેતા અશોક માથાકૂટ કરતો હતો

જંગવડ ગામે કૌટુંબિક ભાઈ ભાભી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર અશોક ઉર્ફે સુડો રીઢો ગુનેગાર છે કૌટુંબિક કાકાની મિલકત માટે આ હત્‍યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રકાશના કાકા લઘરાભાઈ મંગળાભાઈ નિઃસંતાન હોઇ પ્રકાશ તેમને પિતાની જેમ સાચવતો હતો. આથી લધરાભાઈએ તેમનું મકાન અને બેંકમાં બચત કરેલી રકમ પ્રકાશને આપતા અશોકને માઠુ લાગ્‍યું હતું. આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી જે હવે બબ્‍બે હત્‍યામાં પરિણમી હતી. પોલીસ વિધિવત ધરપકડ કરી વિશેષ વિગતો જાહેર કરશે.

You Might Also Like

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

શાપરમાં દારૂ ઢીંચ્યા બાદ સહકર્મીએ લોખંડની લોઢી, ધોકા, પતરાના ચુલાના ઘા ઝીકી શ્રમિકનું ઢીમ ઢાળી દીધું

બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો

વિછિયાના છાસિયા ગામેથી 3.52 કરોડનો 705 કિલો ગાંજો એસઓજીએ કર્યો કબ્જે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
Next Article ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 29 seconds ago
બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફલાઇટ 10 વખત ડિલે બાદ અડધી રાત્રે કેન્સલ થઈ : મુસાફરોમાં આક્રોશ
રાજકોટના મોટામવામાં ડિમોલિશન: 7 કરોડની 1 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
ઇન્દિરા ગાંધીજી અને રાણી લક્ષ્મીબાઈજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટમાં એક દશકામાં હત્યા, લૂંટ, NDPS સહીત 87 ગુનાઓને અંજામ આપનાર હાંડા ગેંગ સામે ગુજસીટોક

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
CRIME

ડાકોરમાં મંદિર બનાવવાનું કહી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આચરી 1.25 કરોડની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
CRIME

શાપરમાં દારૂ ઢીંચ્યા બાદ સહકર્મીએ લોખંડની લોઢી, ધોકા, પતરાના ચુલાના ઘા ઝીકી શ્રમિકનું ઢીમ ઢાળી દીધું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?